Karan Johar Enters Gujarati Films with Siddharth Randerias Jindgi Once More
3 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાતી સિનેમા અત્યારે તેના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ગુજરાતી ફિલ્મો વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડી રહી છે, ત્યારે બીજી તરફ હવે બોલિવૂડના દિગ્ગજ પ્રોડક્શન હાઉસીસ પણ ગુજરાતી ફિલ્મો તરફ રસ લેતાં જોવા મળી રહ્યા છે. પ્રાદેશિક સિનેમાનું કન્ટેન્ટ અને કમાણી જોઈને હિન્દી સિનેમાના મોટા માથાઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે. આ કડીમાં હવે બોલિવૂડના કિંગ મેકર ગણાતા કરણ જોહરનું નામ પણ જોડાઈ ગયું છે.
કરણ જોહર એન્ટ્રી, સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ પર લગાવ્યો દાવ
બોલિવૂડના પ્રખ્યાત બેનર ધર્મા પ્રોડક્શન્સે ગુજરાતી સિનેમા જગતમાં સત્તાવાર એન્ટ્રી કરી લીધી છે. કરણ જોહર, અદાર પૂનાવાલા અને અપૂર્વ મહેતા પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ ‘જિંદગી Once More’ની જાહેરાત કરવામાં આવી છે, જેનું ડિસ્ટ્રિબ્યુશન અને પ્રેઝન્ટેશન ધર્મા મૂવીઝ દ્વારા કરવામાં આવશે.

ફિલ્મનું પોસ્ટર
ફાધર્સ ડે પર ખાસ ગિફટ
પિતા અને પુત્રના સૌથી પવિત્ર સંબંધને સેલિબ્રેટ કરતી આ ભાવનાત્મક ફિલ્મ ફાધર્સ ડેના ખાસ અઠવાડિયામાં, એટલે કે 19 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અગાઉ ચાલ જીવી લઈએ પણ આ કોન્સેપ્ટ પર બની હતી અને કમાણીના રેકોર્ડ તોડ્યા હતા. તેમાં પણ સિદ્ધાર્થ રાંદેરિયા પિતાની ભૂમિકામાં હતા, તો હવે લોકોની નજર ‘જિંદગી Once More’ પર રહેલી છે જેમાં ફરી ગુજ્જુભાઈ નવી ધમાલ સાથે ભાવનાત્મક સંદેશ લઈને આવી રહ્યા છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ
ગુજરાતી સિનેમાના કિંગ અને સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા, આરતી વ્યાસ પટેલ, દીપ ધોળકિયા અને જહાનવી ધાકણ જોવા મળશે. જૈમિન ઓઝાએ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.
‘ધબકારો’ સાથે નડિયાદવાલા ગ્રાન્ડસન મેદાનમાં આવ્યા હતા
કરણ જોહર પહેલાં, બોલિવૂડમાં ‘છિછોરે’, ‘તમાશા’ અને ‘હાઈ-વે’ જેવી બ્લોકબસ્ટર અને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મો આપનાર નાડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પણ ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’નું પ્રોડકશન કર્યું હતું. આ ફિલ્મ માત્ર નાડિયાદવાલા ગ્રાન્ડસન જ નહીં, પરંતુ ‘ધ મૂવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ જેવા મોટા બેનરોના સહયોગથી આકાર પામી હતી.
દમદાર સ્ટારકાસ્ટ અને જુગલબંદી
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝનના દિગ્ગજ કલાકાર દેવેન ભોજાણી અને તેની સાથે ‘શું થયું?’ અને ‘હેલ્લારો’ ફેમ એક્ટર આર્જવ ત્રિવેદી પણ મહત્વના રોલમાં દેખાયા હતા. આ બંને કલાકારોની જુગલબંદી પ્રેક્ષકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ગુજરાત બનશે નવું એન્ટરટેઈનમેન્ટ હબ?
બોલિવૂડ પ્રોડ્યુસર્સના આ વધતા રસ પાછળ ગુજરાતનું બદલાતું સિનેમેટિક વાતાવરણ પણ મોટો ભાગ ભજવી રહ્યું છે. બોલિવૂડ પ્રોડ્યુસરોના રસ દાખવા સિવાય છેલ્લા સતત બે વર્ષથી પ્રતિષ્ઠિત ‘ફિલ્મફેર એવોર્ડ્સ’નું આયોજન પણ ગુજરાતમાં થઈ છે, જે દર્શાવે છે કે ગ્લેમર વર્લ્ડમાં ગુજરાતનો દબદબો કેટલો વધી ગયો છે. એક તરફ બોલિવૂડના દિગ્ગજ સિતારાઓ ગુજરાતની ધરતી પર એવોર્ડ્સ નાઈટમાં આવી જમાવટ બોલાવે છે, તો બીજી તરફ કરણ જોહર અને નડિયાદવાલા જેવા મેકર્સ અહીંની વાર્તાઓ અને કલાકારો પર મોટો દાવ લગાવી રહ્યા છે. જે ગુજરાતને દેશનું નવું એન્ટરટેઈનમેન્ટ હબ બનવા તરફ ઈશારો કરી રહ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


