Hai Jawani Toh Ishq Hona Hai Trailer Out; Varun Dhawan Flipped Between Mrunal Thakur and Pooja Hegde Photos VIDEOS
- Gujarati News
- Entertainment
- Hai Jawani Toh Ishq Hona Hai Trailer Out; Varun Dhawan Flipped Between Mrunal Thakur And Pooja Hegde Photos VIDEOS
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં હાસ્ય, ગૂંચવણો, ડ્રામાનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે. ટ્રેલર જોઈને 90ના દાયકાની ગોવિંદાની ફિલ્મોની યાદ આવી જાય છે.
મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે સાથે રોમાન્સ કરશે
ટ્રેલરની શરૂઆત વરુણ ધવન (જસ) અને મૃણાલ ઠાકુર (બાની)થી થાય છે. બંને વચ્ચે ક્યુટ કેમેસ્ટ્રી અને ભરપૂર રોમાન્સ જોવા મળે છે.

‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ અને મૃણાલ પહેલીવાર સાથે જોવા મળશે.
પણ તરત જ વાર્તામાં નવો ટ્વિસ્ટ આવે છે, બંને કોર્ટમાં છૂટાછેડાની સુનાવણી માટે પહોંચે છે. જજ (અલી અસગર) જ્યારે મૃણાલને પૂછે છે કે શું જસે (વરુણે) તેને દગો આપ્યો છે કે ઘરેલું હિંસા કરી છે? ત્યારે તે કહે છે કે, ના, તેનાથી ઉલટું તે મને અનહદ પ્રેમ કરે છે. આ સાંભળીને જજ પણ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. જ્યારે વરુણ કહે છે કે તેને પિતા બનવું છે.

ફિલ્મમાં લાંબા સમય બાદ અલી અસગર પણ જોવા મળશે.
આ કોર્ટ કેસ દરમિયાન વરુણની મુલાકાત પૂજા હેગડે (પ્રીત) સાથે થાય છે. વરુણ તેને ખોટું બોલે છે કે તે સિંગલ (અપરિણિત) છે. બંને વચ્ચે રોમાન્સ પૂરબહારમાં ખીલી જ રહ્યો હોય છે કે, વરુણની પત્ની મૃણાલની એન્ટ્રી થાય છે. તે વરુણને ખુશ ખબર આપે છે કે, તે મા બનવાની છે. આ આંચકાને હજુ તો તે સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો હોય ત્યાંજ તેને મોટો આંચકો મળે છે કે પૂજા પણ પ્રેગ્નેન્ટ છે.

ટ્રેલરમાં વરુણ અને પૂજા હેગડે વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
મૌની રોય વરુણની માતા બની
આ દરમિયાન પૂજાનો ભાઈ પણ વરુણને ધમકાવે છે અને તેની માતાને મળવાનો આગ્રહ કરે છે.

જીમી શેરગીલે પૂજાના ભાઈની ભૂમિકા ભજવી છે.
વરુણ મનીષ પૌલને કૉલ કરીને કહે છે, ‘મને નિરુપા રોય જેવી મા જોઈએ છે.’ નકલી માતા બીજું કોઈ નહીં પરંતુ મૌની રોય છે. અહિંથી શરૂ થાય છે ગૂંચવણો અને હાસ્યનો સિલસિલો.

મૌની રોય વરુણ ધવનની નકલી માતા બની છે.
મલ્ટીસ્ટારર ફિલ્મમાં કોમેડીનો તડકો
ટ્રેલરમાં મૌની રોય, જીમી શેરગીલ, મનીષ પૌલ, રાકેશ બેદી (‘ધુરંધર’ના જમીલ જમાલી’), ચંકી પાંડે સહિતના કલાકારો તેમની કોમિક ટાઇમિંગથી હસવા માટે મજબૂર કરે છે. ટ્રેલરમાં ‘બીવી નંબર-1’ના ગીતોના રિમિક્સ જોવા મળી રહ્યા છે.

મૃણાલ, વરુણ અને પૂજાની ત્રિપુટીનો ડાન્સ 90ના દાયકાની યાદ અપાવશે.
વરુણ, મૃણાલ અને પૂજાની ત્રિપુટી 90ના દાયકાની ગોવિંદાની ફિલ્મોની યાદ અપાવે છે. ફિલ્મનું શૂટિંગ ઋષિકેશ, લંડન અને સ્કોટલેન્ડ જેવા ભવ્ય લોકેશન્સ પર કરવામાં આવ્યું છે.

મૃણાલ અને પૂજાને વરુણની વાસ્તવિકતા ખબર પડશે કે કેમ તે 5 જૂને ખબર પડશે.
પિતા-પુત્રની જોડી ચોથી વાર ધૂમ મચાવવા તૈયાર
‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ડિરેક્શન કોમેડી કિંગ ડેવિડ ધવને કર્યું છે. ‘મેં તેરા હીરો’, ‘જુડવા-2’ અને ‘કુલી નંબર 1’ પછી પિતા-પુત્રની સાથે આ ચોથી ફિલ્મ છે. તેને રમેશ તૌરાનીએ પ્રોડ્યુસ કરી છે. વારંવાર રિલીઝ પોસ્ટપોન થયા બાદ હવે આ ફિલ્મ આખરે 5 જૂન 2026ના રોજ રિલીઝ થવાની છે.
વરુણ ધવન પર ફિલ્મનો ફેક રિવ્યૂ કરાવવાનો આક્ષેપ
ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યા પછી, એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે દાવો કર્યો હતો કે, વરુણ ધવનની ટીમ લોકો પાસેથી નકલી રિવ્યૂ કરાવી રહી છે. આ ઉપરાંત, ઇન્ફ્લુએન્સરે અન્ય ઘણા આરોપો પણ લગાવ્યા હતા. સિમરન ભટ્ટ નામની ઇન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, કેટલાક લોકો તેની પાસે આવ્યા અને કહ્યું કે તે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ના ટીઝરનો રિવ્યૂ કરે. જ્યારે ઇન્ફ્લુએન્સરે કહ્યું કે, તેણે ટીઝર જોયું નથી, ત્યારે ટીમે કહ્યું કે વીડિયોમાં શું કહેવું છે તે તેને જણાવવામાં આવશે. આના પર ઇન્ફ્લુએન્સરે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જો ટીમને ખરેખર રિવ્યૂ જોઈતા હોય, તો એવા લોકો પાસેથી લે જેમણે ખરેખર ટીઝર જોયું છે. ઇન્ફ્લુએન્સરે અંતે કહ્યું, ‘શું વરુણ ધવનના એટલા ખરાબ દિવસો આવી ગયા છે કે તમે આવા ફેક રિવ્યૂ કરાવી રહ્યા છો?’

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના આરોપોનો વરુણ ધવને જવાબ આપ્યો હતો.
વીડિયો વાયરલ થયા બાદ વરુણ ધવનની પણ તેના પર નજર પડી. તેણે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું હતું કે, ‘આશા છે કે તમને આ વીડિયોથી જે વ્યૂઝ જોઈતા હતા, તે મળી ગયા હશે.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


