AI બિકીની વીડિયો વાઇરલ થતાં 'કાંતારા'ની રાજકુમારી ભડકી:એક્ટ્રેસ રુક્મિણી વસંતે ફેક કન્ટેન્ટ ફેલાવનારાઓને આડે હાથ લીધા, કહ્યું- કાયદેસરની કાર્યવાહી કરીશ
AIથી બનેલા ફેક વીડિયો અને તસવીરોને લઈને સાઉથ એક્ટ્રેસ રુક્મિણી વસંત ગુસ્સે થઈ છે. એક્ટ્રેસે કહ્યું કે તેની ઘણી AI-જનરેટેડ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરો બનાવનારા અને ફેલાવનારાઓ સામે તે કાયદેસરની અને સાયબર ક્રાઈમ કાર્યવાહી શરૂ કરી રહી છે. રુક્મિણીએ શનિવારે પોતાના X એકાઉન્ટ પર એક નોટ શેર કરીને લખ્યું, ‘મારી ટીમ અને મેં સોશિયલ મીડિયા પર AI દ્વારા બનાવવામાં આવેલી કેટલીક તસવીરો જોઈ છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મારી છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ તસવીરો સંપૂર્ણપણે નકલી અને બનાવટી છે. આવી એડિટેડ તસવીરો બનાવવી અને ફેલાવવી ખૂબ જ બેજવાબદાર છે. આ કોઈની ગોપનીયતાનું મોટું ઉલ્લંઘન પણ છે.’ તેણે આગળ લખ્યું- ‘અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ તસવીરો બનાવનારા અને ફેલાવનારાઓ સામે કાયદેસર અને સાયબર ક્રાઈમ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. હું બધા લોકોને અપીલ કરું છું કે આવા કન્ટેન્ટને શેર ન કરે અને તેને પ્રોત્સાહન ન આપે.’ અગાઉ પણ ઘણા સેલિબ્રિટી AI-જનરેટેડ કન્ટેન્ટનો શિકાર બની ચૂક્યા છે, જેમાં રશ્મિકા મંદાના, કેટરિના કૈફ અને કીર્તિ સુરેશનો સમાવેશ થાય છે. કોણ છે રુક્મિણી વસંત? રુક્મિણી વસંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઝડપથી ઉભરી રહેલી એક્ટ્રેસ છે, જેણે કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી છે. રુક્મિણીએ વર્ષ 2019માં કન્નડ ફિલ્મ ‘બિરબલ’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. જોકે, તેને સાચી ઓળખ વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘સપ્ત સાગરદાચે એલો’ના બંને ભાગોથી મળી. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવ્યો અને તેને ફિલ્મફેર ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પણ મળ્યો. આ પછી તેમણે ‘બઘીરા’, ‘ભૈરથી રનાગલ’ અને તેલુગુ ફિલ્મ ‘અપ્પુડો ઇપ્પુડો એપ્પુડો’માં કામ કર્યું. વર્ષ 2025માં તે તમિલ ફિલ્મો ‘એસ’ અને ‘મધરાસી’માં જોવા મળી હતી. આ જ વર્ષે રિલીઝ થયેલી ‘કાંતારા: ચેપ્ટર 1’ તેના કરિયરની સૌથી મોટી અને સફળ ફિલ્મ બની. હવે તે જલ્દી જ યશ સાથે ફિલ્મ ‘ટોક્સિક’માં પણ જોવા મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

