દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની ચર્ચા શરૂ:જયશંકરે ઇન્ડો-પેસિફિકનો મુદ્દો ઉઠાવ્યો, દરિયાઈ સુરક્ષા અને સપ્લાય ચેઇન પણ એજન્ડામાં

Last Updated: May 26, 2026By

નવી દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ચાલી રહી છે. બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધી રહેલા પડકારોનો મુદ્દો ઉઠાવ્યો. આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ સામેલ છે. અમેરિકા તરફથી માર્કો રુબિયો, જાપાનથી તોશિમિત્સુ મોતેગી અને ઓસ્ટ્રેલિયા તરફથી પેની વોંગ હાજર છે. બેઠકમાં દરિયાઈ સુરક્ષા, સપ્લાય ચેઇન, ઊર્જા સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજો, નવી ટેકનોલોજી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની ચર્ચા થઈ રહી છે. મિડલ ઇસ્ટમાં વધી રહેલો તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ સાથે સંકળાયેલું સંકટ પણ એજન્ડામાં સામેલ છે. ક્વાડ સમિટ સાથે જોડાયેલા તમામ મોટા અપડેટ્સ વાંચવા માટે નીચે આપેલો બ્લોગ વાંચો…

Leave A Comment