Varun Dhawan Chunari Chunari Remake Song Controversy; Singer Abhijeet Bhattacharya Angry Salman Khan Comparison

Last Updated: May 27, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Varun Dhawan Chunari Chunari Remake Song Controversy; Singer Abhijeet Bhattacharya Angry Salman Khan Comparison

19 કલાક પેહલા

  • કૉપી લિંક

વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માંથી ‘ચુનરી ચુનરી’ ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીત 1999ની ફિલ્મ ‘બીવી નં. 1’ના ગીતની રીમેક છે, જેને અભિજીત ભટ્ટાચાર્ય અને અનુરાધા શ્રીરામે ગાયું હતું. હવે અભિજીત નવું ગીત જોઈને ભડકી ઉઠ્યા છે. તેમણે કહ્યું કે, સાંભળીને આ કોઈ ભજન જેવું લાગે છે. સાથે જ તેમણે કહ્યું છે કે, ‘વરુણ આ ગીતથી ક્યારેય સલમાન બની શકશે નહીં.’

‘ચુનરી ચુનરી એક રોમેન્ટિક ટ્રેક હતો’

તાજેતરમાં ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું છે કે, ‘જ્યારે મેં આ ગીત (ચુનરી ચુનરી રીમેક સોંગ) સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે આ કોઈ ભજન છે. ‘ચુનરી ચુનરી’ એક રોમેન્ટિક ટ્રેક હતો અને આ લોકોએ હવે તેને ભજન બનાવી દીધું છે.’

આગળ તેમણે વરુણ ધવનની ટીકા કરતા કહ્યું, ‘આ એક્ટર (વરુણ ધવન)એ માત્ર સેકન્ડ હેન્ડ ફિલ્મો કરી છે. ખાસ કરીને જ્યારે તેના પિતા (ડેવિડ ધવન)એ ઓરિજિનલ ફિલ્મો બનાવી. તેણે એ જ ગીતનો ઉપયોગ કર્યો, જે એક સમયે હિટ હતું. વરુણ ધવન આ ગીતથી સલમાન ખાન બની શકતો નથી. સલમાન ખાન અને વરુણ ધવનમાં ઘણો ફરક છે.’

આ ઉપરાંત અભિજીતે કહ્યું છે કે, ‘આ ગીત સલમાન ખાનના કરિયરની સૌથી મોટી હિટ છે. જ્યારે ફિલ્મ આવી છે, ત્યારથી અત્યાર સુધી ટ્રેન્ડિંગ છે. આ સલમાનની લાઇફની સૌથી મોટી હિટ છે. તે સમયે તે સુપરસ્ટાર નહીં પણ એક ઉભરતો કલાકાર હતો.’

મને અપ્રોચ કરત તો પણ વિચારત- અભિજીત

‘બીવી નં. 1’નું ગીત ‘ચુનરી ચુનરી’ અભિજીત ભટ્ટાચાર્યએ ગાયું હતું, જ્યારે નવા આવેલા રીમેક ગીતને આઈ પી સિંહ, સુધીર યાદુવંશી જેવા મેલ સિંગર્સે અવાજ આપ્યો છે. આના પર તેમણે ભડકતા કહ્યું કે, ‘જો તેઓ મને રીમેક ગીત માટે અપ્રોચ કરત તો પણ હું તેને કરતા પહેલા વિચારત. મારા ઓરિજિનલ ગીતમાં ઘણી બધી એક્ટિંગ હતી. સારું જ થયું કે મેં તે ન કર્યું, નહીં તો ડિગ્રેડ જ થાત. અમે આ ગીતને જે રીતે કર્યું, વરુણ ક્યારેય તેવું કરી જ ન શકે.’

સલમાન પણ આપી ચૂક્યો છે રીમેક પર રિએક્શન

‘ચુનરી-ચુનરી’ ગીત સલમાન ખાન અને સુષ્મિતા સેન પર ફિલ્માવવામાં આવ્યું હતું. હાલમાં જ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સલમાને ગીત સાંભળીને રમુજી અંદાજમાં વરુણને ઇશારો કરતા કહ્યું કે, ‘વરુણે મારું એક વધુ ગીત ઉઠાવી લીધું.’

સલમાન ખાને રમુજી પ્રતિક્રિયા આપી હતી.

સલમાન ખાને રમુજી પ્રતિક્રિયા આપી હતી.

ક્યારે ક્યારે વરુણ ધવને રીમેકનો સહારો લીધો…

જુડવા 2 (2017)

ઓરિજિનલ ફિલ્મ- જુડવા (1997)

આ ફિલ્મમાં વરુણ ધવને ઓરિજિનલ ફિલ્મના ગીતો ‘ઊંચી હૈ બિલ્ડિંગ લિફ્ટ તેરી બંધ હૈ’ અને ‘ચલતી હૈ ક્યા 9 સે 12’ પણ રીમેક કર્યા હતા. આ બંને ગીતો સલમાન પર ફિલ્માવવામાં આવ્યા હતા.

કુલી નંબર 1 (2020)

ઓરિજિનલ ફિલ્મ- કુલી નંબર 1 (1995)

2020ની ‘કુલી નંબર 1’માં 1995ની ફિલ્મના બે ગીતો ‘તુજકો મિર્ચી લગી તો મૈં ક્યા કરું’ અને ‘હુસ્ન હૈ સુહાના’ને રીમેક કરવામાં આવ્યા હતા.

આ ફિલ્મો ઉપરાંત વરુણ ધવનની અપકમિંગ ફિલ્મનું ટાઇટલ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ પણ સલમાન ખાન અને સુષ્મિતા પર ફિલ્માવાયેલા ‘બીવી નંબર 1’ના ગીતમાંથી લેવામાં આવ્યું છે.

Leave A Comment