Meta Plus Subscription For whom is the paid version of Facebook and Instagram beneficial know | Gujarat News
ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં મેટાએ મોટી જાહેરાત કરી. મેટાએ તેની સોશિયલ મીડિયા એપ્સ માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યા છે. આ સમાચારથી યુઝર્સને આંચકો લાગી શકે. કારણ કે જો તમે એવું વિચારી રહ્યા છો કે હવે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વાપરવા માટે તમારે ફરજિયાત પૈસા ચૂકવવા પડશે, તો તમે બિલકુલ ખોટા છો. સારા સમાચાર એ છે કે મેટા (Meta) કંપની દ્વારા શરૂ કરવામાં આવેલા તમામ પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ સંપૂર્ણપણે વૈકલ્પિક (Optional) છે. પ્લસ સેવા માટે ચૂકવણી કરવી કે નહીં તેનો સંપૂર્ણ નિર્ણય તમારા હાથમાં રહેશે. મેટાના પ્લસ નામના આ પ્લાનમાં એક્સક્લુઝિવ ફીચર્સ આપવામાં આવશે અને તેનો ખાસ લોકો માટે તે ફાયદાકારક રહેશે.
આ પેઇડ વર્ઝન કોના માટે ફાયદાકારક
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ફ્રી વર્ઝન પહેલાની જેમ જ ચાલુ રહેશે. જો તમે સબ્સ્ક્રિપ્શન ખરીદવા ન માંગતા હો, તો પણ તમે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના રીલ્સ જોઈ શકશો, પોસ્ટ શેર કરી શકશો અને મિત્રો સાથે ચેટ કરી શકશો. ફ્રી વર્ઝન ક્યારેય બંધ થવાનું નથી. મેટાનું આ પ્રીમિયમ વર્ઝન સામાન્ય યુઝર્સ માટે નથી. તે મુખ્યત્વે પાવર યુઝર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ અને બિઝનેસ માલિકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. જો તમે સોશિયલ મીડિયા દ્વારા કમાણી (Monetization) કરો છો અથવા તમારી બ્રાન્ડ ગ્રો કરવા માંગો છો, તો આ સબ્સ્ક્રિપ્શન તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલે કે હવે તમારે સોશિયલ મીડિયામાંથી કમાણી કરવી હોય તો આ પ્લસ સબ્સક્રિપ્શન જરૂર લેવું પડશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

