Meta Plus Subscription For whom is the paid version of Facebook and Instagram beneficial know | Gujarat News

Last Updated: May 28, 2026By

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં મેટાએ મોટી જાહેરાત કરી. મેટાએ તેની સોશિયલ મીડિયા એપ્સ માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યા છે. આ સમાચારથી યુઝર્સને આંચકો લાગી શકે. કારણ કે જો તમે એવું વિચારી રહ્યા છો કે હવે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વાપરવા માટે તમારે ફરજિયાત પૈસા ચૂકવવા પડશે, તો તમે બિલકુલ ખોટા છો. સારા સમાચાર એ છે કે મેટા (Meta) કંપની દ્વારા શરૂ કરવામાં આવેલા તમામ પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ સંપૂર્ણપણે વૈકલ્પિક (Optional) છે. પ્લસ સેવા માટે ચૂકવણી કરવી કે નહીં તેનો સંપૂર્ણ નિર્ણય તમારા હાથમાં રહેશે. મેટાના પ્લસ નામના આ પ્લાનમાં એક્સક્લુઝિવ ફીચર્સ આપવામાં આવશે અને તેનો ખાસ લોકો માટે તે ફાયદાકારક રહેશે.

આ પેઇડ વર્ઝન કોના માટે ફાયદાકારક 

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ફ્રી વર્ઝન પહેલાની જેમ જ ચાલુ રહેશે. જો તમે સબ્સ્ક્રિપ્શન ખરીદવા ન માંગતા હો, તો પણ તમે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના રીલ્સ જોઈ શકશો, પોસ્ટ શેર કરી શકશો અને મિત્રો સાથે ચેટ કરી શકશો. ફ્રી વર્ઝન ક્યારેય બંધ થવાનું નથી. મેટાનું આ પ્રીમિયમ વર્ઝન સામાન્ય યુઝર્સ માટે નથી. તે મુખ્યત્વે પાવર યુઝર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ અને બિઝનેસ માલિકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. જો તમે સોશિયલ મીડિયા દ્વારા કમાણી (Monetization) કરો છો અથવા તમારી બ્રાન્ડ ગ્રો કરવા માંગો છો, તો આ સબ્સ્ક્રિપ્શન તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલે કે હવે તમારે સોશિયલ મીડિયામાંથી કમાણી કરવી હોય તો આ પ્લસ સબ્સક્રિપ્શન જરૂર લેવું પડશે.

મેટા પ્લસ વર્ઝન માટે કેટલો ખર્ચ થશે 

  • જો તમે મેટાના આ ખાસ ‘પ્લસ’ વર્ઝનનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે દર મહિને એક નક્કી કરેલી ફી ચૂકવવી પડશે:
  • ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસ: આ સુવિધા માટે યુઝર્સે દર મહિને લગભગ $3.99 (આશરે ₹379) ચૂકવવા પડશે.
  • વોટ્સએપ પ્લસ: આ સબ્સ્ક્રિપ્શનનો ખર્ચ દર મહિને લગભગ $2.99 (આશરે ₹284) રહેશે.

ફેસબુક પ્લસ અને ઇન્સ્ટાગ્રામ પ્લસના શાનદાર ફીચર્સ

આ પ્લસ વર્ઝન સબ્સ્ક્રાઇબ કરનારા યુઝર્સને ઘણી એડવાન્સ સુવિધાઓ મળશે, જેમાં નીચેની બાબતો સામેલ છે:

  • એડવાન્સ એનાલિટિક્સ: તમારી પોસ્ટ અને સ્ટોરીઝ કેવું પર્ફોર્મ કરી રહી છે તેની ઊંડાણપૂર્વકની આંતરદૃષ્ટિ (Insights) અને ડેટા મળશે.
  • સ્ટોરી રીવોચ સ્ટેટ્સ: તમારી સ્ટોરી કોણે ફરીથી જોઈ તેના આંકડા જાણી શકાશે.
  • વધુ રીચ: તમારી પોસ્ટ્સ વધુ વ્યાપક પ્રેક્ષકો (Audience) સુધી પહોંચશે.
  • એડિટિંગ ટૂલ્સ: રીલ્સ અને ફોટાને આકર્ષક બનાવવા માટે વિશિષ્ટ વીડિયો અને ઇમેજ એડિટિંગ ટૂલ્સ મળશે.
  • પ્રીમિયમ થીમ્સ: પ્રોફાઇલને સજાવવા માટે પ્રીમિયમ થીમ્સ, એનિમેશન અને યુનિક કસ્ટમાઇઝેશન ઉપલબ્ધ રહેશે.
  • ઓછી જાહેરાતો: પેઇડ વર્ઝન વાપરતા યુઝર્સને સ્ક્રીન પર ખૂબ જ ઓછી એડ્સ (Ads) જોવા મળશે.

વોટ્સએપ પ્લસમાં શું ખાસ મળશે?

WhatsApp Plus મુખ્યત્વે પર્સનલાઇઝેશન (વ્યક્તિગત અનુભવ) પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં યુઝર્સને મળશે:

  • પ્રીમિયમ સ્ટીકર્સ
  • કસ્ટમ રિંગટોન
  • વિશિષ્ટ એપ્લિકેશન થીમ્સ
  • ચેટિંગના બહેતરીન અનુભવ માટે અન્ય વધારાના ફીચર્સ

તમારા માટે શું શ્રેષ્ઠ છે: ફ્રી કે પેઇડ?

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત ટાઇમ પાસ કરવા, મિત્રોની પોસ્ટ જોવા, રીલ્સ સ્ક્રોલ કરવા કે સામાન્ય મેસેજિંગ માટે કરો છો, તો તમારા માટે ફ્રી વર્ઝન જ બેસ્ટ છે. તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી. પરંતુ, જો તમે સોશિયલ મીડિયા પર દિવસના કલાકો વિતાવો છો, ત્યાંથી બિઝનેસ લીડ્સ મેળવો છો, અથવા તમે કોઈ ઇન્ફ્લુએન્સર કે ક્રિએટર છો, તો આ ‘પ્લસ’ સબ્સ્ક્રિપ્શન તમારા માટે યોગ્ય ઓપ્શન બની શકે છે.

આ પણ વાંચો : Car Insurance: સસ્તો કાર વીમો પડી શકે છે મોંઘો! પોલિસી ખરીદતી વખતે આ 1 ભૂલ પડશે લાખોમાં!

Leave A Comment