Rupali Ganguly Trolled Over Adani Group Query; Power Outage Anupama
13 કલાક પેહલા
- કૉપી લિંક
‘અનુપમા’ ફેમ ટીવી એક્ટ્રેસ અને ભાજપની નેતા રૂપાલી ગાંગુલીને કલાકો સુધી વીજળી ગુલ થવા પર પ્રશ્ન ઉઠાવવા બદલ ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ખરેખરમાં, રૂપાલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તેના ઘરમાં ગઈ રાત્રે લગભગ 5 કલાક સુધી વીજળી નહોતી. પ્રશ્ન ઉઠાવવા પર કેટલાક ટ્રોલર્સે એમ કહીને એક્ટ્રેસને ટ્રોલ કરી કે, ‘તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરે છે, પરંતુ હવે અસુવિધા થતાં ફરિયાદ પણ કરી રહી છે.’
આખી રાત વીજળી ન આવતા રૂપાલી ભડકી
મુંબઈના વર્સોવા વિસ્તારમાં રહેતી રૂપાલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, ‘શનિવારે રાત્રે 11 વાગ્યાથી અમારી અને નજીકની અન્ય બે બિલ્ડિંગ્સની વીજળી ગુલ છે.’ રૂપાલીએ વીજળી સપ્લાય કરતી કંપની અદાણી ગ્રુપને ટેગ કરતા તેની ચેટબોટ સર્વિસ પર પણ ખોટી માહિતી આપવાનો આરોપ લગાવ્યો છે.

રૂપાલી ગાંગુલીની ટ્વીટ.
રાત્રે 1 વાગ્યાથી સંપૂર્ણપણે વીજળી ગુલ થઈ ગઈ રૂપાલી ગાંગુલીએ રવિવારે સવારે લગભગ 5:29 વાગ્યે X પર એક પોસ્ટ શેર કરી. તેમાં તેણે લખ્યું કે તેની બિલ્ડિંગની સાથે અન્ય બે સોસાયટીઓમાં શનિવારે રાત્રે 11 વાગ્યાથી વીજળીની સમસ્યા શરૂ થઈ હતી. શરૂઆતમાં લાઇટો આવતી-જતી રહી, પરંતુ રાત્રે 1 વાગ્યાથી વીજળી સંપૂર્ણપણે ગુલ થઈ ગઈ. તેણે મુંબઈ જેવા મોટા શહેરમાં આ પ્રકારના લાંબા પાવર કટની સમસ્યા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
કંપનીની ચેટબોટ સેવા પર પ્રશ્નો ઉઠાવ્યા એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં અદાણી ઓનલાઈનને ટેગ કરતા કંપનીની ગ્રાહક સેવા (કસ્ટમર સર્વિસ)ની ટીકા કરી. તેણે લખ્યું, ‘તમારો નકામો ચેટબોટ છેલ્લા 4 કલાકથી કહી રહ્યો છે કે સમસ્યા 34 મિનિટમાં ઠીક થઈ જશે. હવે તે કહી રહ્યો છે કે વિસ્તારમાં વીજળી ગુલ થઈ જ નથી.’ રૂપાલીએ કહ્યું કે ડિજિટલ હેલ્પ ડેસ્કથી કોઈ સાચી માહિતી મળી રહી નથી અને લોકો પરેશાન થઈ રહ્યા છે.

રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ અને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ જેવી સિરિયલોથી ઘરેઘરે જાણીતી થઈ છે.
નાના કસબાઓ અને ગામડાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. આ જ વાતનો ઉલ્લેખ કરતા રૂપાલીએ લખ્યું, ‘જ્યારે ફાઇનાન્સિયલ કેપિટલ (નાણાકીય રાજધાની) માં આવું થઈ રહ્યું છે, ત્યારે હું વિચારી પણ નથી શકતી કે નાના કસબાઓ અને ગામડાઓમાં રહેતા લોકો શું સહન કરી રહ્યા હશે.’ રૂપાલીની આ પોસ્ટ પર અન્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં વીજળી કાપને લઈને કોમેન્ટ્સ કરી છે.
પ્રશ્નો ઉઠાવવા પર ટ્રોલ થઈ એક્ટ્રેસ
રૂપાલી ગાંગુલીની સોશિયલ મીડિયા પોસ્ટ પર યુઝર્સે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રવિવારે સવારે લગભગ 7:30 વાગ્યે રૂપાલીએ કમેન્ટ બોક્સમાં અપડેટ આપતા લખ્યું કે હજુ સુધી વીજળી આવી નથી.

અદાણી ગ્રુપ પર રૂપાલી ગાંગુલીએ ગુસ્સો ઠાલવ્યો.
તેની પોસ્ટ પર એક યુઝરે રાજકીય કટાક્ષ કરતા કમેન્ટ કરી કે, ‘હજુ મોદીજીના ગુણ ગાઓ.’

X યુઝર્સે રૂપાલીને ટ્રોલ કરી.
ત્યાં જ એક યુઝરે લખ્યું કે, ‘ગરમી અને ભેજને કારણે આખી રાત ખૂબ જ ખરાબ હાલત રહી, સવારે અમારી બિલ્ડિંગના A-વિંગમાંથી એક વ્યક્તિ અદાણીની ઓફિસે પણ ગયો હતો પરંતુ તે બંધ મળી.’ એક અન્ય યુઝરે લખ્યું કે, ‘આજકાલ મોટા શહેરોમાં અચાનક વીજળી કાપ ફરી શરૂ થઈ ગયો છે.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


