Bobby Deols Sons To Carry Dharmendras Legacy; Bollywood Hero Ambition

Last Updated: June 2, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર બોબી દેઓલે ખુલાસો કર્યો છે કે, તેના બંને પુત્રો આર્યમન અને ધરમ દેઓલ દાદા ધર્મેન્દ્રની લેગેસીને આગળ વધારવા માંગે છે. તેના બંને દીકરા બોલિવૂડમાં હીરો બનવા માંગે છે અને આ માટે પોતાને તૈયાર કરી રહ્યા છે.

ટીવી શો ‘આપ કી અદાલત’માં વાતચીત દરમિયાન બોબીએ જણાવ્યું કે, તે ઈચ્છતો હતો કે તેનો મોટો દીકરો અમેરિકામાં રહીને ફાઇનાન્સમાં કરિયર બનાવે. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ઓનર્સ કર્યું હોવા છતાં આર્યમને એક્ટિંગ પસંદ કરી.

બોબી દેઓલના દીકરા આર્યમન અને ધરમ દેઓલ.

બોબી દેઓલના દીકરા આર્યમન અને ધરમ દેઓલ.

અમેરિકામાં સેટલ થવાની હતી આશા બોબી દેઓલે જણાવ્યું કે, તેણે પોતાના મોટા દીકરા આર્યમનને ફાઇનાન્સનો અભ્યાસ કરાવ્યો હતો, જેથી તે ફિલ્મો સિવાય કોઈ અલગ કરિયર પસંદ કરી શકે. આર્યમને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સારા માર્ક્સ સાથે અભ્યાસ પૂરો કર્યો. બોબીને આશા હતી કે, આર્યમન અમેરિકામાં જ રહીને પોતાનું કરિયર બનાવશે અને તે પોતે તેને મળવા ત્યાં જશે.

પરંતુ આર્યમનના મનમાં એક્ટર બનવાની ઈચ્છા હતી. બોબીએ કહ્યું કે, ભલે કોઈ ડૉક્ટર હોય કે એન્જિનિયર, દરેકના દિલમાં ક્યાંક ને ક્યાંક એક્ટર બનવાની ચાહ હોય છે.

બોબીનો મોટો દીકરો આર્યમન 24 વર્ષનો છે.

બોબીનો મોટો દીકરો આર્યમન 24 વર્ષનો છે.

યુટ્યુબ પરથી શીખ્યું ડાન્સિંગ અને એડિટિંગ ઇન્ટરવ્યુ દરમિયાન બોબીએ આર્યમનની મહેનત વિશે વાત કરી. તેણે જણાવ્યું કે, ‘કોવિડ લોકડાઉન દરમિયાન જ્યારે બધા ઘરે હતા, ત્યારે આર્યમને જાતે જ ફિલ્મ મેકિંગ શીખી. તેણે એડિટિંગ, સાઉન્ડ ઇફેક્ટ્સ અને ડબિંગનું કામ જાતે શીખ્યું.’

‘આર્યમન હજુ 24 વર્ષનો છે અને તે પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહ્યો છે. તેણે યુટ્યુબ વીડિયો જોઈને ડાન્સની તાલીમ પણ લીધી છે. તે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકતા પહેલા પોતાને સંપૂર્ણપણે તૈયાર કરી રહ્યો છે.’

બોબી દેઓલ તેના નાના દીકરા ધરમ દેઓલ સાથે.

બોબી દેઓલ તેના નાના દીકરા ધરમ દેઓલ સાથે.

તાન્યા દેઓલ ઇન્ટિરિયર ડિઝાઇનર છે બોબી દેઓલે વર્ષ 1996માં તાન્યા દેઓલ સાથે લગ્ન કર્યા હતા. તેમના મોટા દીકરા આર્યમનનો જન્મ 2001માં અને નાના દીકરા ધરમનો જન્મ 2004માં થયો હતો. તાન્યા દેઓલે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેણે બોબીની કેટલીક શરૂઆતની ફિલ્મો માટે કોસ્ચ્યુમ પણ ડિઝાઇન કર્યા હતાં. આ ઉપરાંત, તાન્યાનો પોતાનો પર્સનલાઇઝ્ડ ફર્નિચરનો વ્યવસાય પણ છે. હવે તેમના બંને દીકરાઓ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવાની તૈયારીમાં છે.

બોબી દેઓલે વર્ષ 1996માં તાન્યા સાથે લગ્ન કર્યા હતા.

બોબી દેઓલે વર્ષ 1996માં તાન્યા સાથે લગ્ન કર્યા હતા.

5 જૂને રિલીઝ થશે ફિલ્મ ‘બંદર’ બોબી દેઓલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ફિલ્મ ‘બંદર’માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં તે સમીર મેહરા નામના એક રોકસ્ટારનું પાત્ર ભજવી રહ્યો છે, જેના પર સેક્સ્યુઅલ એસોલ્ટનો આરોપ છે.

આ ફિલ્મ દ્વારા બોબી દેઓલ અને ડિરેક્ટર અનુરાગ કશ્યપ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મની પટકથા સુદીપ શર્મા અને અભિષેક બેનર્જીએ લખી છે, જેઓ ‘પાતાલ લોક’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મ 5 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બોબી દેઓલની ફિલ્મ 'બંદર' 5 જૂન 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બોબી દેઓલની ફિલ્મ ‘બંદર’ 5 જૂન 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આલિયા અને શર્વરી સાથે ફિલ્મ ‘આલ્ફા’ આ ઉપરાંત બોબી દેઓલ યશ રાજ ફિલ્મ્સ (YRF) ની સ્પાય થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે. આ YRF સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા કેન્દ્રિત ફિલ્મ છે. ‘આલ્ફા’ નું ડિરેક્શન શિવ રવૈલ કરી રહ્યા છે અને આ ફિલ્મ 10 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

Leave A Comment