IFFM 2026 Nominations: Sitare Zameen Par, Kantara 1, And Kohra 2 Lead The Race

Last Updated: July 11, 2026By

મુંબઈ4 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતની બહાર યોજાનારા સૌથી મોટા ભારતીય ફિલ્મ મહોત્સવ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) 2026ના એવોર્ડ્સ માટે નોમિનેશન જાહેર થઈ ગયા છે. આ વખતે ફિલ્મોમાં ‘સિતારે ઝમીન પર’, ‘સૈયારા’ અને ‘કાંતારા: એ લિજેન્ડ- ચેપ્ટર 1’ સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે.

જ્યારે OTTમાં ‘કોહરા સીઝન-2’ને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. ફેસ્ટિવલ 13 થી 23 ઓગસ્ટ સુધી ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાશે. આ વખતે ઉદ્ઘાટન સમારોહમાં ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મ ‘લગાન’નું વિશેષ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું. ચાલો જાણીએ કે, કઈ ફિલ્મોને સૌથી વધુ પસંદ કરવામાં આવી છે.

ફિલ્મોમાં જેમનો દબદબો

  • સિતારે ઝમીન પર- બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર (આમિર ખાન) અને બેસ્ટ ડિરેક્ટર સહિત અનેક શ્રેણીઓમાં છે.
  • સૈયારા- બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર (મોહિત સૂરી), એક્ટર (અહાન પાંડે) અને બેસ્ટ એક્ટ્રેસ (અનીત પડ્ડા)ની રેસમાં છે.
  • કાંતારા: એ લિજેન્ડ- ચેપ્ટર 1- માટે ઋષભ શેટ્ટીને એક્ટર અને ડિરેક્ટર બંને શ્રેણીઓમાં નોમિનેશન મળ્યું છે.
  • ‘ધુરંધર’- ને આ વખતે મર્યાદિત મુખ્ય નોમિનેશન મળ્યા છે. રણવીર સિંહ બેસ્ટ એક્ટરની રેસમાં ચોક્કસ સામેલ છે.

ઓટીટીમાં આ આગળ

નેટફ્લિક્સની ક્રાઈમ-થ્રિલર ‘કોહરા: સીઝન-2’ આ વખતે સૌથી ચર્ચિત વેબ સિરીઝ બનીને ઉભરી છે. તેને બેસ્ટ સિરીઝની સાથે એક્ટિંગ શ્રેણીઓમાં પણ ઘણા નોમિનેશન મળ્યા છે. બરુન સોબતી અને મોના સિંહ પોતપોતાની કેટેગરીમાં દાવેદાર છે.

આ સિરીઝને પણ સ્થાન મળ્યું છે:

  • ફ્રીડમ એટ મિડનાઈટ: સીઝન 2
  • સપને Vs એવરીવન
  • મટકા કિંગ

આ સિતારાઓ પર નજર

બેસ્ટ એક્ટર

  • આમિર ખાન (સિતારે જમીન પર)
  • રણવીર સિંહ (ધુરંધર)
  • ઋષભ શેટ્ટી (કાંતારા)
  • દુલકર સલમાન (કાંથા)
  • અહાન પાંડે (સૈયારા)

બેસ્ટ એક્ટ્રેસ

  • રાની મુખર્જી (મર્દાની 3)
  • યામી ગૌતમ (હક)
  • અનિત પડ્ડા (સૈયારા)
  • કલ્યાણી પ્રિયદર્શન (લોકાહ)
  • કીર્તિ કુલ્હારી (ફુલ પ્લેટ)

Leave A Comment