IFFM 2026 Nominations: Sitare Zameen Par, Kantara 1, And Kohra 2 Lead The Race
મુંબઈ4 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતની બહાર યોજાનારા સૌથી મોટા ભારતીય ફિલ્મ મહોત્સવ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) 2026ના એવોર્ડ્સ માટે નોમિનેશન જાહેર થઈ ગયા છે. આ વખતે ફિલ્મોમાં ‘સિતારે ઝમીન પર’, ‘સૈયારા’ અને ‘કાંતારા: એ લિજેન્ડ- ચેપ્ટર 1’ સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે.
જ્યારે OTTમાં ‘કોહરા સીઝન-2’ને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. ફેસ્ટિવલ 13 થી 23 ઓગસ્ટ સુધી ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાશે. આ વખતે ઉદ્ઘાટન સમારોહમાં ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મ ‘લગાન’નું વિશેષ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું. ચાલો જાણીએ કે, કઈ ફિલ્મોને સૌથી વધુ પસંદ કરવામાં આવી છે.
ફિલ્મોમાં જેમનો દબદબો
- સિતારે ઝમીન પર- બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર (આમિર ખાન) અને બેસ્ટ ડિરેક્ટર સહિત અનેક શ્રેણીઓમાં છે.
- સૈયારા- બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર (મોહિત સૂરી), એક્ટર (અહાન પાંડે) અને બેસ્ટ એક્ટ્રેસ (અનીત પડ્ડા)ની રેસમાં છે.
- કાંતારા: એ લિજેન્ડ- ચેપ્ટર 1- માટે ઋષભ શેટ્ટીને એક્ટર અને ડિરેક્ટર બંને શ્રેણીઓમાં નોમિનેશન મળ્યું છે.
- ‘ધુરંધર’- ને આ વખતે મર્યાદિત મુખ્ય નોમિનેશન મળ્યા છે. રણવીર સિંહ બેસ્ટ એક્ટરની રેસમાં ચોક્કસ સામેલ છે.
ઓટીટીમાં આ આગળ
નેટફ્લિક્સની ક્રાઈમ-થ્રિલર ‘કોહરા: સીઝન-2’ આ વખતે સૌથી ચર્ચિત વેબ સિરીઝ બનીને ઉભરી છે. તેને બેસ્ટ સિરીઝની સાથે એક્ટિંગ શ્રેણીઓમાં પણ ઘણા નોમિનેશન મળ્યા છે. બરુન સોબતી અને મોના સિંહ પોતપોતાની કેટેગરીમાં દાવેદાર છે.
આ સિરીઝને પણ સ્થાન મળ્યું છે:
- ફ્રીડમ એટ મિડનાઈટ: સીઝન 2
- સપને Vs એવરીવન
- મટકા કિંગ
આ સિતારાઓ પર નજર
બેસ્ટ એક્ટર
- આમિર ખાન (સિતારે જમીન પર)
- રણવીર સિંહ (ધુરંધર)
- ઋષભ શેટ્ટી (કાંતારા)
- દુલકર સલમાન (કાંથા)
- અહાન પાંડે (સૈયારા)
બેસ્ટ એક્ટ્રેસ
- રાની મુખર્જી (મર્દાની 3)
- યામી ગૌતમ (હક)
- અનિત પડ્ડા (સૈયારા)
- કલ્યાણી પ્રિયદર્શન (લોકાહ)
- કીર્તિ કુલ્હારી (ફુલ પ્લેટ)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


