Gold Price Crash Warning; Expert Predicts Historic Decline
59 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોનાને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વધુ ઘેરું બની રહ્યું છે. સંકટના સમયે લોકો સોનામાં રોકાણ કરે છે. પરંતુ હાલ સોનાની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે. સોનાનો ભાવ આ જ વર્ષે જાન્યુઆરીમાં 1.91 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો, જે ઓલ ટાઈમ હાઈ છે.
જાન્યુઆરીમાં ઓલ ટાઈમ હાઈ પછી સોનું 25% થી વધુ ગગડી ચૂક્યું છે. હાલ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1.41 લાખ રૂપિયાની આસપાસ છે. આ દરમિયાન સોનાને લઈને તમામ નિષ્ણાતો બુલિશ નથી. કેટલાક નિષ્ણાતો મોટા ઘટાડાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયે રોકાણકારોને સમજાતું નથી કે આગળ સોનાની ચાલ કેવી રહેવાની છે.

સોનાનાં ભાવ 50% ઘટી જશે?
CoinCodex જેવા કેટલાક ટેક-ઈન્ડિકેટર્સે આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષના અંત સુધીમાં સોનું $2,780ના સ્તર સુધી એટલે કે જાન્યુઆરીના હાઈથી લગભગ 50% નીચે જવાની આશંકા વ્યક્ત કરી છે. પરંતુ મોટા નિષ્ણાતો ખાસ કરીને Goldman Sachs અને J.P. Morganનું કહેવું છે કે સોનું $3,800 થી $4,000ના મજબૂત સપોર્ટ ઝોનની આસપાસ જ ટકી રહેશે અને સંપૂર્ણપણે ક્રેશ નહીં થાય.
સોનામાં 50 ટકા સુધીના ઘટાડા પાછળ નિષ્ણાતો 1980 અને વર્ષ 2012-13નો હવાલો આપી રહ્યા છે, જોકે ઇતિહાસ જોઈએ તો ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી ફક્ત એક જ વાર સોનાની કિંમતમાં 50% કે તેથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે 20% થી 30% સુધી ભાવ ઘણી વખત ઘટ્યા છે.
1980નો ઐતિહાસિક ઘટાડો થયો હતો
જાન્યુઆરી 1980માં ઈરાન સંકટ અને અફઘાનિસ્તાન પર સોવિયત સંઘના હુમલાથી દુનિયાભરમાં મોંઘવારી ચરમસીમા પર પહોંચી ગઈ હતી. જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $850 પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું. તેના પછી અમેરિકી ફેડરલ રિઝર્વે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્યાજ દરોને આક્રમક રીતે વધારીને લગભગ 20% કરી દીધા, પછી સોનાની ચમક ઝાંખી પડવા લાગી.
1982-1985 આવતા-આવતા સોનાના ભાવ ઘટીને $300 થી $350 પ્રતિ ઔંસની વચ્ચે આવી ગયા. આ ઓલ-ટાઈમ હાઈથી 60% થી વધુનો ઘટાડો હતો, એટલે કે ભાવ ઘટીને અડધાથી પણ ઘણા ઓછા રહી ગયા હતા.
ઓલ ટાઈમ હાઈથી લગભગ 45 ટકાનો ઘટાડો
વર્ષ 2008 ની વૈશ્વિક આર્થિક મંદી પછી, સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માગમાં ઘણો વધારો થયો. સપ્ટેમ્બર 2011 માં સોનું $1,920 પ્રતિ ઔંસના તત્કાલીન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. મંદી પછી, જેમ જેમ અમેરિકી અને વૈશ્વિક અર્થતંત્ર પાટા પર પાછા ફરવા લાગ્યા, રોકાણકારોએ સોનામાંથી પૈસા કાઢીને શેરબજારમાં રોકવાનું શરૂ કર્યું. ત્યારબાદ ડિસેમ્બર 2015 સુધીમાં સોનું ઘટીને $1,050 પ્રતિ ઔંસના નીચલા સ્તરે આવી ગયું, જે તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ 45% નો ઘટાડો હતો.

વર્તમાન સમયની વાત કરીએ તો, જાન્યુઆરી 2026 માં સોનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં $5,595 પ્રતિ ઔંસની નવા ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યું હતું. પરંતુ મધ્ય પૂર્વમાં તણાવને કારણે વૈશ્વિક મોંઘવારી વધવાનો ખતરો અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ફરીથી વધારાની આશંકાઓને કારણે સોનું ઉપલા સ્તરોથી લગભગ 30% ઘટીને $4,000 ની નીચે આવી ગયું. અહીંથી પણ ઘટાડાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ટેકનિકલ વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લા બે વર્ષમાં સોનામાં જે જબરદસ્ત તેજી આવી હતી, તે જરૂરિયાત કરતાં વધુ હતી. બજારનો એક નિયમ છે કે જ્યારે કોઈ કોમોડિટી તેની વાસ્તવિક કિંમતથી ઘણી ઉપર જાય છે, ત્યારે તે પાછી તેના ઐતિહાસિક સરેરાશ પર ફરે છે.
ભારતીય બજાર પર તેની શું અસર?
તમારા મનમાં આ સવાલ આવી શકે છે કે ભારતમાં સોનું ક્યારેય અડધું થતું કેમ નથી દેખાયું? તેનું મુખ્ય કારણ છે અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયાનું નબળું પડવું અને ભારત સરકાર દ્વારા સોનાની આયાત ઘટાડવા માટે લગાવવામાં આવતી આયાત શુલ્ક અને ટેક્સ. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 40% ઘટે છે, ત્યારે ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડવાને કારણે ભારતીય બજારમાં આ ઘટાડો ઘણીવાર માત્ર 15% થી 20% જ રહી જાય છે, જેનાથી ભારતીય રોકાણકારો માટે ઘટાડાની અસર ઘણી ઓછી થઈ જાય છે.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો
પ્રમાણિત સોનું જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.
કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.

——————————————
આ સમાચાર પણ વાંચો:
અમેરિકા-ઈરાન તણાવથી બ્રેન્ટ ક્રૂડ 90 ડોલર પાર:એક અઠવાડિયામાં 16% વધ્યો; ભારતમાં મોંઘવારીનું જોખમ, રૂપિયા-વિદેશી રોકાણ પર દબાણ

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ આજે 90 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. તેલના વધતા ભાવે ભારતમાં મોંઘવારી અને એનર્જી શોકના જોખમને વધારી દીધું છે. આનાથી ભારતીય રૂપિયા અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI) ના પ્રવાહ પર અસર થવાની સંભાવના છે.
બીજી તરફ, ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ના રિટેલ ફ્યુઅલ માર્જિન પર ભારે દબાણ આવ્યું છે, જેના કારણે ડીઝલ પર કંપનીઓને પ્રતિ લિટર 20.4 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


