Priyanka Chopra Teaches Daughter Malti Durga Saptashati Mantras

Last Updated: August 4, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનાર ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ભલે વિદેશમાં વસે છે, પરંતુ તે પોતાના ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલી નથી. પ્રિયંકા અવારનવાર તેની દિકરી માલતી મેરી ચોપરા જોનાસને સનાતન ધર્મની પરંપરાઓ અને સંસ્કારો શીખવતી જોવા મળે છે. હાલમાં જ પ્રિયંકાએ એક ખૂબ જ સુંદર અને ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે માલતીને સંસ્કૃત મંત્રો શીખવતી નજરે પડે છે.

વીડિયો સાથે પ્રિયંકાએ લખ્યું કે તેની બે પર્સનાલિટી છે – ‘મામા’ અને ‘મામસીટા’. વીડિયોના પહેલા ભાગમાં તે માલતી સાથે સમય વિતાવતી જોવા મળી હતી, જ્યારે બીજા ભાગમાં તે વેસ્ટર્ન ડ્રેસમાં ડાન્સ કરતી જોવા મળી હતી.

પ્રિયંકાની 'મામા' પર્સનાલિટી

પ્રિયંકાની ‘મામા’ પર્સનાલિટી

પ્રિયંકાની 'મામસીટા' પર્સનાલિટી

પ્રિયંકાની ‘મામસીટા’ પર્સનાલિટી

વાઈરલ વીડિયોમાં શું છે?

પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્યૂટ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા તેની નાની દીકરી માલતી મેરીને ‘દુર્ગા સપ્તશતી’ના મંત્રો શુદ્ધ ઉચ્ચારણ સાથે શીખવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા એક-એક શબ્દ બોલે છે અને નાની માલતી પણ ખૂબ જ મન લગાવીને તેની મમ્મીની પાછળ-પાછળ તે મંત્રોનું પુનરાવર્તન કરે છે. માલતીએ પોતાના કાલાઘેલા અવાજથી ફેન્સના દિલ જીતી લીધા છે.

સંસ્કારોની ફેન્સે કરી પ્રશંસા

પ્રિયંકા ચોપરાનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ પ્રિયંકાના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વિદેશમાં રહેવા છતાં પ્રિયંકા પોતાની દીકરીને ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને સનાતન સંસ્કારો સાથે જોડી રહી છે, જે ખરેખર પ્રશંસાપાત્ર છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે વર્ષ 2018માં લગ્ન કર્યાં હતાં. જાન્યુઆરી 2022માં દીકરી માલતીનો જન્મ થયો હતો.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે વર્ષ 2018માં લગ્ન કર્યાં હતાં. જાન્યુઆરી 2022માં દીકરી માલતીનો જન્મ થયો હતો.

યુઝર્સ વીડિયો પર કમેન્ટ કરતા લખી રહ્યા છે કે, “વિદેશમાં રહીને પણ દીકરીને પોતાના મૂળ અને સંસ્કૃતિ સાથે જોડી રાખવી એ સાચા મા બાપની ઓળખ છે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “માલતીનો અવાજ કેટલો ક્યૂટ છે, પ્રિયંકા એક ગ્રેટ મધર છે.”

માલતી નાની સાથે પૂલ કિનારે ચીલ કરતી જોવા મળી

જુલાઈમાં પ્રિયંકાએ એક તસવીર શેર કરી હતી, જેમાં માલતી તેની નાની મધુ ચોપરા સાથે પૂલ કિનારે ફરતી જોવા મળી હતી. ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું, ‘રીયુનાઈટેડ…’

માલતી તેના નાની મધુ ચોપરા સાથે

માલતી તેના નાની મધુ ચોપરા સાથે

ઉપરાંત પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં માલતી ટીવી પર ફિલ્મ ‘ગુંડે’નું ગીત ‘તૂને મારી એન્ટ્રિયાં’ જોતી જોવા મળી રહી હતી. પોસ્ટ સાથે પ્રિયંકાએ લખ્યું, ‘કોણે વિચાર્યું હશે?’ અને નિક જોનસને ટેગ કર્યો હતો.

વિદેશમાં પણ ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવે છે પ્રિયંકા

આ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકાએ તેની દીકરી સાથેનો આવો ધાર્મિક કે સાંસ્કૃતિક વીડિયો શેર કર્યો હોય. આ પહેલા પણ પ્રિયંકા અયોધ્યા રામ મંદિરના દર્શન, ઘરની પૂજા-અર્ચના, દિવાળી કે ગણેશ ચતુર્થી જેવા ભારતીય તહેવારો પોતાની પુત્રી અને પતિ નિક જોનાસ સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવતી જોવા મળી ચૂકી છે.

,

પ્રિયંકા ચોપરા સંબંધિત આ સમાચાર પણ વાંચો…

પ્રિયંકાએ જાહેરમાં પહેલીવાર પર્સનો પટારો ખોલ્યો!:નજરથી બચવા માટે કાળો દોરો-હનુમાન ચાલીસા, નિક સાથેની પહેલી મુલાકાતની તસવીર; જુઓ VIDEO

ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ જ્યારે ટ્રાવેલ કરે છે અથવા સાથે મોંઘા બેગ લઈને ચાલે છે, ત્યારે તેમાં તેઓ શું રાખતા હશે? આ સવાલ અવારનવાર લોકોના મનમાં ચાલતો હોય છે. સામાન્ય રીતે લોકો વિચારતા હોય છે કે લાખો રૂપિયાના બેગમાં કઈ ખાસ વસ્તુઓ હશે. દરેક સેલિબ્રિટી પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ વસ્તુઓ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા પોતાના બેગમાં શું લઈને ચાલે છે? સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…