'મેં ક્યારેય ધર્મ બદલવાનું દબાણ કર્યું નથી':હિમાંશી ખુરાનાના આરોપો પર આસિમ રિયાઝ ભડક્યો- 'પબ્લિસિટી માટે ધર્મને હથિયાર ન બનાવો'
‘બિગ બોસ 13’ના રનર-અપ આસિમ રિયાઝે તેની એક્સ-ગર્લફ્રેન્ડ હિમાંશી ખુરાનાના ધર્મ પરિવર્તનના દાવાઓ પર સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આસિમે આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. તાજેતરમાં હિમાંશીએ એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે, આસિમે તેના પર પોતાનો ધર્મ બદલવા દબાણ કર્યું હતું. આ અંગે આસિમે કહ્યું કે, તેણે ક્યારેય કોઈને ધર્મ બદલવા કહ્યું નથી અને તેના વિરુદ્ધ નફરત ફેલાવવા માટે આ સંવેદનશીલ મુદ્દાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આસિમે સ્પષ્ટતા કરી
આસિમ રિયાઝે રવિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી નોંધ શેર કરી. જોકે, પોસ્ટમાં તેણે હિમાંશીનું નામ સીધું લખ્યું ન હતું, પરંતુ સ્પષ્ટ કર્યું કે ખાનગી મુદ્દાઓને જાહેરમાં લાવીને વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. આસિમે લખ્યું, ‘મેં ક્યારેય કોઈને પોતાનો ધર્મ બદલવા માટે કહ્યું નથી. એકવાર પણ નહીં. ઉલટાનું, મેં જ તને ફિટનેસ તરફ ધકેલી હતી. મને મળતા પહેલા બધા જાણે છે કે તું કેવી દેખાતી હતી.’ ‘પબ્લિસિટી માટે ધર્મને હથિયાર ન બનાવો’
આસિમ આગળ લખે છે કે, ‘ધર્મ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે અને તેનો હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ.’ તેણે હિમાંશી પર નિશાન સાધતા કહ્યું કે, ‘લોકોના મનમાં મારા માટે નફરત પેદા કરવા માટે આટલા પર્સનલ મેટરને ઉછાળવું છોકરમત છે. આનાથી ખબર પડે છે કે ધ્યાન મેળવવા માટે કોઈ કઈ હદ સુધી નીચે પડી શકે છે.’ હિમાંશીએ કહ્યું હતું- ‘ઇસ્લામ કબૂલ કરવાની હતી’
આ પહેલા પારસ છાબડાના પોડકાસ્ટમાં હિમાંશીએ દાવો કર્યો કે એક સમયે તે આસિમના દબાણમાં ઇસ્લામ કબૂલ કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. તેણે જણાવ્યું કે, સંબંધ દરમિયાન તેના પૂજા-પાઠ અને ધાર્મિક માન્યતાઓને લઈને વાંધો ઉઠાવવામાં આવતો હતો. હિમાંશીના મતે, માનસિક દબાણ એટલું વધી ગયું હતું કે એક રાત તેને લાગ્યું કે તેના જીવનનો કદાચ છેલ્લો દિવસ છે. તે પ્રેમમાં એટલી આગળ વધી ચૂકી હતી કે ધર્મ બદલવાના નિર્ણય માટે પણ તૈયાર થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે, ધર્મ બદલતા પહેલાં તે ચાર ધામ યાત્રા કરવા માંગતી હતી. તેને એવું લાગી રહ્યું હતું કે ધર્મ બદલ્યા પછી કદાચ તે પોતાના જૂના ધાર્મિક વિશ્વાસો અને તેની સાથે જોડાયેલા લોકોને ફરીથી મળી નહીં શકે. આ જ કારણે તે ચાર ધામ યાત્રાને છેલ્લી વાર કરવાની ઈચ્છા રાખતી હતી. ‘બિગ બોસ 13’માં બંનેની સ્ટોરી શરૂ થઈ હતી
હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝની મુલાકાત ‘બિગ બોસ 13’ દરમિયાન થઈ હતી. શોમાં બંનેની નિકટતા સતત ચર્ચામાં રહી અને થોડા સમય પછી બંનેએ પોતાના સંબંધોને આગળ વધાર્યો. શોમાંથી બહાર આવ્યા પછી પણ બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા. ચાહકોએ આ જોડીને ‘આસિમાંશી’ નામ આપ્યું હતું. જોકે, બાદમાં બંનેનો સંબંધ તૂટી ગયો. 2023માં પણ ધર્મને લઈને વાત સામે આવી હતી હિમાંશી અને આસિમના બ્રેકઅપ સમયે પણ ધર્મનો મુદ્દો સામે આવ્યો હતો. હિમાંશીએ તે સમયે સોશિયલ મીડિયા પર બંને વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, ચેટમાં આસિમે સંબંધ પૂરો થવાનું કારણ અલગ-અલગ ધર્મ અને ધાર્મિક માન્યતાઓને જણાવ્યું હતું. હિમાંશીએ એ પણ કહ્યું હતું કે, તેણે પોસ્ટમાં ધર્મવાળી વાત લખી હતી, પરંતુ બાદમાં તેને હટાવી દીધી કારણ કે તેને લાગ્યું કે તેનાથી આસિમને નિશાન બનાવી શકાય છે. હિમાંશીએ કહ્યું- ‘કોઈ પર ધર્મ બદલવાનું દબાણ યોગ્ય નથી’
હવે પોતાના તાજેતરના નિવેદનમાં હિમાંશીએ કહ્યું કે, ‘કોઈપણ સંબંધમાં ધર્મ બદલવા માટે દબાણ કરવું યોગ્ય નથી.’ તેના મતે, દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક ઓળખ અને માન્યતાઓ સાથે જીવવાની આઝાદી હોવી જોઈએ. તેણે એ પણ જણાવ્યું કે, તે સમયે તે ભાવનાત્મક રીતે ખૂબ દબાણમાં હતી અને બાદમાં તેને લાગ્યું કે ધર્મ બદલવાનો નિર્ણય યોગ્ય નહીં હોય. હિમાંશી અને આસિમ એ 2023માં તેમના સંબંધોના સમાપ્તિની જાણકારી સાર્વજનિક કરી હતી. જોકે, હવે હિમાંશીના નવા દાવાઓ પછી બંનેના જૂના સંબંધો અને તેના તૂટવાનું કારણ ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. સોશિયલ મીડિયા પર પણ તેના નિવેદનને લઈને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

