Delete Photos by Mistake? Recover Them Easily With This Trick | Gujarati News
કેટલીકવાર ફોનની ગેલેરી સાફ કરતી વખતે આપણાથી અજાણતા જ એવો ફોટો ડિલીટ થઈ જતો હોય છે જેને આપણે ક્યારેય ગુમાવવા માંગતા નથી. જો તમારી સાથે પણ આવું બન્યું હોય, તો બિલકુલ ગભરાવાની જરૂર નથી કારણ કે ફોટો ડિલીટ થવાનો અર્થ એ નથી કે તે હંમેશ માટે ગયો છે. એન્ડ્રોઇડ ફોન અને આઇફોન બંનેમાં કેટલાક એવા સરળ વિકલ્પો ઉપલબ્ધ હોય છે જે તાજેતરમાં કાઢી નાખેલા ફોટાને પુનઃપ્રાપ્ત કરવામાં મોટી મદદ કરે છે.
ટ્રેશ અથવા બિન ઓપ્શનમાં મળશે ફોટો
જો તમે ગૂગલ ફોટોઝ ઇન્સ્ટોલ કરેલા એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરો છો, તો સૌથી પહેલા એપ ખોલીને તેની લાઇબ્રેરીમાં રહેલા ‘ટ્રેશ’ (Trash) અથવા ‘બિન’ (Bin) ઓપ્શનમાં જવું પડે છે. ત્યાં તાજેતરમાં ડિલીટ થયેલા ફોટા મળી જાય છે, જેને તમે પસંદ કરીને ફરીથી રિસ્ટોર કરી શકો છો. આ ઉપરાંત, સેમસંગ, શાઓમી કે વનપ્લસ જેવા અલગ-અલગ એન્ડ્રોઇડ ફોનની ગેલેરીમાં પણ ‘રિસાયકલ બિન’ કે ‘રીસેન્ટલી ડિલીટેડ’નું ફોલ્ડર હોય છે, જેને ચેક કરી શકાય છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


