Ishan Kishan Chill Mode With Boys; Unseen Video Goes Viral
1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમનો પોકેટ ડાયનામો ઈશાન કિશન મેદાન પર બોલરોની લાઈન-લેન્થ બગાડવા માટે જેટલો જાણીતો છે, ઑફ-ફીલ્ડ પોતાની અતરંગી મસ્તીથી માહોલ હળવો રાખવામાં પણ એટલો જ માહિર છે. હાલમાં જ ઈશાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મિત્રો સાથેની મોજ-મસ્તીનો એક અનસીન રીલ શેર કર્યો છે, જેને તેણે કેપ્શન આપ્યું છે— “different kind of highlights w the boys 👀”. સામાન્ય રીતે ક્રિકેટર્સ પોતાની ચોગ્ગા-છગ્ગાવાળી મેચ હાઈલાઈટ્સ મૂકતા હોય છે, પણ ઈશાનની આ ‘અનોખી હાઈલાઈટ્સ’ સીધી ફેન્સના દિલમાં ઉતરી ગઈ છે.
“યે કોન સોયેગા ભાઈ, ઉઠ ના!”: ઊંઘ ઉડાડીને દિવસની શરૂઆત
વીડિયોની શરૂઆત જ હોટલ રૂમની એકદમ રિલેટેબલ અને તોફાની ક્ષણ સાથે થાય છે. ઘોર નિંદ્રામાં પોઢી ગયેલા મિત્રને જગાડવા માટે ઈશાનનો સાથી સીધા બેડ પર પહોંચી જાય છે. કોઈ પણ જાતની દયા વગર સીધો ધાબળો ખેંચી નાખે છે અને ફની અંદાજમાં ટોન્ટ મારતો કહે છે— “યે કોન સોયેગા ભાઈ, ઉઠ ના!” આટલેથી વાત પતતી નથી, રૂમના મોટા પડદા ખેંચીને ચહેરા પર સીધો સૂરજનો તડકો નાખીને ઊંઘનું પૂરું પંચનામું કરી દે છે.
નાઈટ સ્વિમિંગ, મસલ ફ્લેક્સિંગ અને ગેમિંગનો જલસો
દિવસ દરમિયાન દોસ્તની ઊંઘ ઉડાડવાની શૈતાની પત્યા બાદ, સાંજ ઢળતાં જ આખી ‘બોય્ઝ ગેંગ’નો અસલી ચિલ મોડ શરૂ થઈ ગયો હતો. રાતના ઠંડા સુસવાટા વચ્ચે શાંત સ્વિમિંગ પૂલના પાણીમાં એક પછી એક ધૂબાકા મારીને સૌએ મોજ માણી હતી. સ્વિમિંગ પૂલની આ લેટ-નાઈટ વાઈબ્સ વચ્ચે ઈશાન કેમેરા સામે કૂલ સ્માઈલ આપતો જોવા મળ્યો હતો, જ્યારે પૂલમાંથી બહાર નીકળતાં જ દોસ્તો પોતાના મસલ્સ અને અનોખા ટેટૂ ફ્લોન્ટ કરીને એકદમ એનર્જેટિક સ્વેગ બતાવતા નજરે પડ્યા હતા.
પૂલ પાર્ટી પૂરી થયા બાદ મહેફિલ સીધી હોટલના રૂમમાં શિફ્ટ થઈ હતી. સોફા પર અડિંગો જમાવીને હાથમાં કંટ્રોલર પકડી દોસ્તો વીડિયો ગેમની કાંટાટોડ ટક્કરમાં મશગૂલ થઈ ગયા હતા. ગેમિંગની આ ઉત્તેજના વચ્ચે આખી ટોળકીએ કૂલ આઉટફિટ્સમાં અરીસા સામે ઊભા રહીને સ્ટાઇલિશ મિરર સેલ્ફી પણ ક્લિક કરાવી હતી. આખા દિવસની ધમાલ-મસ્તીના અંતે, ઈશાન કેમેરાના લેન્સ પર હળવો હાથ મૂકીને એકદમ કેઝ્યુઅલ અંદાજમાં ‘ગુડબાય’ કહી આ મજેદાર રીલ પૂરી કરતો જોવા મળે છે.
ઈશાન કિશને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો જુઓ
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



