iPhone 18 Pro Dubai vs India: Why Buyers Are Flying Abroad | Gujarati News

Last Updated: September 21, 2026By

એપલ દ્વારા તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી નવી iPhone 18 Pro સિરીઝને લઈને દુનિયાભરમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે લોકો નવો ફોન ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ પરથી અથવા નજીકના કોઈ ઑફલાઇન સ્ટોર પરથી ઓર્ડર કરતા હોય છે. પરંતુ આ વખતે ભારતીય ખરીદદારોનો આઈફોન પ્રત્યેનો પ્રેમ એક અલગ જ સ્તરે પહોંચી ગયો છે. ભારતમાં ભારે કરવેરા (Tax) અને ડ્યુટીના કારણે આઈફોનની કિંમત ખૂબ જ વધારે છે, જેનાથી બચવા માટે ઘણા ભારતીયો સીધા ફ્લાઈટ પકડીને દુબઈ (UAE) પહોંચી રહ્યા છે.

ભારત અને દુબઇની કિંમતોમાં જબરદસ્ત તફાવત

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ભારત અને યુએઈ (UAE) માં iPhone 18 Pro અને Pro Max ની કિંમતોમાં જબરદસ્ત તફાવત છે. દુબઈ મોલ સ્થિત એપલ સ્ટોર પર જ્યારે 18 સપ્ટેમ્બરથી આ ફોનનું વેચાણ શરૂ થયું, ત્યારે ખરીદી કરનારાઓમાં મોટી સંખ્યા ભારતીય ગ્રાહકોની પણ હતી. મુંબઈના રહેવાસી અમન સોલંકી નામના એક ખરીદદારે જણાવ્યું કે તેમણે ભારત કરતા દુબઈમાં ફોન ખરીદવાનું ગણિત માંડ્યું તો તેમને ખબર પડી કે ફ્લાઈટનું ભાડું અને વિઝાનો ખર્ચ બાદ કર્યા પછી પણ દુબઈમાં ફોન ખરીદવો ઘણો સસ્તો પડે છે. તેમણે પોતાના અને પરિવારના સભ્યો માટે એકસાથે ઘણા ફોન ખરીદવા માટે આ યાત્રા કરી છે.

કિંમતોમાં મોટો તફાવત

દુબઈમાં Apple iPhone 18 Pro ની શરૂઆતની કિંમત આશરે 5,099 દિરહામ (લગભગ ₹1.33 લાખ) છે, જ્યારે iPhone 18 Pro Max ની કિંમત 5,499 દિરહામ (લગભગ ₹1.43 લાખ) છે. આનાથી વિપરીત, ભારતમાં iPhone 18 Pro ની શરૂઆતની કિંમત ₹1,64,900 અને Pro Max ની કિંમત ₹1,79,900 છે. આ સરખામણી કરીએ તો પ્રો મોડેલ દુબઈમાં ભારતીય કિંમત કરતાં આશરે ₹33,000 અને પ્રો મેક્સ મોડેલ આશરે ₹38,000 સસ્તું મળે છે. જો કોઈ ગ્રાહક એક કરતાં વધુ ફોન ખરીદે, તો આ બચત હજારો રૂપિયા સુધી પહોંચી જાય છે.

સીધો 30,000 હજારનો ફાયદો

કેરળના રહેવાસી જેઓ પોતાના પરિવારને મળવા દુબઈ ગયા હતા, તેમણે પણ ત્યાં કિંમતો જોઈને આશ્ચર્ય પામીને ત્યાંથી જ નવો આઈફોન ખરીદી લીધો હતો. તેમણે જણાવ્યું કે ભારતમાં ભારે ટેક્સને કારણે આઈફોન અતિશય મોંઘો થઈ જાય છે, જ્યારે દુબઈમાંથી આ ફોન ખરીદવાથી તેમને સીધા 30,000 રૂપિયાથી વધુનો ફાયદો થયો છે. આ ઘટના સાબિત કરે છે કે વૈશ્વિક બજારમાં ટેક્સ સ્ટ્રક્ચરના તફાવતો કેવી રીતે ખરીદીના ટ્રેન્ડને બદલી નાખે છે.

આ પણ વાંચોઃ RBI New FD Rules: 1 ઓક્ટોમ્બરથી બદલાશે FDના નિયમો, જાણો ગ્રાહકોને મળશે કેવો ફાયદો?

Leave A Comment