iPhone 18 Pro Max Dropped in Boiling Tea for 3 Minutes: Watch What Happened | Gujarati News
સોશિયલ મીડિયા પર સ્માર્ટફોન સાથે થતા અજીબોગરીબ અને ખતરનાક પ્રયોગોના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ એપલના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro Max સાથે એક એવો જ ચોંકાવનારો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને જોઈને ટેક્નોલોજી પ્રેમીઓ પણ દંગ રહી ગયા છે. આ વાયરલ વીડિયોમાં એક નવા બર્ગન્ડી રંગના આઇફોનને પૂરી ત્રણ મિનિટ સુધી ઉકળતી ચામાં ડૂબાડીને રાખવામાં આવ્યો હતો.
સીધી ઉકળતી ચામાં નાખ્યો iPhone 18 Pro Max
ઘટનાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી રહેલા બે યુવકો રસ્તાની બાજુમાં આવેલી એક ચાની દુકાન પર જાય છે. નવા લોન્ચ થયેલા આઇફોનનું થર્મલ પ્રોટેક્શન અને વોટર રેઝિસ્ટન્સ ચેક કરવાના નામે તેઓ આ જોખમી પગલું ભરે છે. વીડિયોમાં કેમેરા ચાલુ કરીને તેઓ સ્પષ્ટ કહેતા સાંભળવા મળે છે કે, “ચાલો જોઈએ કે નવા આઇફોનનું થર્મલ પ્રોટેક્શન કેટલું શક્તિશાળી છે.” આટલું બોલીને તેઓ બ્રાન્ડ ન્યૂ iPhone 18 Pro Max ને સીધો જ ઉકળતી ચાના વાસણમાં મૂકી દે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


