Riyadh Airport Houthi Attack Video; Saudi Arabia Chaos & Casualties

Last Updated: October 12, 2026By

12 કલાક પેહલા

  • કૉપી લિંક

યમનના હૂતી બળવાખોરોએ શનિવાર રાત્રે સાઉદી અરેબિયામાં રિયાધ એરપોર્ટ પર હુમલો કર્યો. તેમાં એક ભારતીય સહિત 13 લોકોનાં મોત થયા અને 300થી વધુ લોકો ઘાયલ થયા.

આ પછી સાઉદી સરકારે રિયાધ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન અટકાવી દીધું. જોકે બીજા જ દિવસે રવિવારે હૂતી બળવાખોરોએ સ્થાનિક ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતા ટર્મિનલ પર હુમલો કરી દીધો. તેમાં એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું.

10 ઑક્ટોબરે રિયાધ એરપોર્ટ પર થયેલો હુમલો છેલ્લા એક દાયકામાં સાઉદી અરેબિયા પરનો સૌથી મોટો હુમલો હતો. આ પહેલાં મે 2015માં સાઉદી અરેબિયાના કાતિફમાં એક શિયા મસ્જિદ પર હુમલો થયો હતો, જેમાં 21 લોકોનાં મોત થયા હતા. તેની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.

હૂતી મિસાઇલોના હુમલાના 2 CCTV ફૂટેજ

હુમલા બાદ ઉમરા યાત્રીઓ ભાગતા નજરે પડી રહ્યા છે. આ હુમલો શનિવારે થયેલો હુમલો છે.

હુમલા બાદ ઉમરા યાત્રીઓ ભાગતા નજરે પડી રહ્યા છે. આ હુમલો શનિવારે થયેલો હુમલો છે.

10 ઑક્ટોબરે રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલાનું CCTV ફૂટેજ

10 ઑક્ટોબરે રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલાનું CCTV ફૂટેજ

આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ, હવે સ્થાનિક ઉડાન પર પણ સંકટ

હૂતી બળવાખોરોના હુમલા બાદ રિયાધ એરપોર્ટની આંતરરાષ્ટ્રીય ઉડાનો શનિવારથી જ બંધ છે. બળવાખોરોએ એરપોર્ટ અને સાઉદીની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે.

રવિવારે એરપોર્ટના ટર્મિનલ-3 અને ટર્મિનલ-4 પર હુમલો થયો. અહીંથી સ્થાનિક ઉડાનોનું સંચાલન થાય છે.

એરપોર્ટ પર હાજર એક મુસાફરના જણાવ્યા મુજબ, રવિવારની રાત્રે આશરે 8:30 વાગ્યે એક ગોળો રનવે પર પડ્યો. તે ઘણા ઉભેલા વિમાનોની નજીક પડ્યો, જેના કારણે ત્યાં આગ લાગી. તે સમયે એક યાત્રી વિમાન રનવે પર પાર્કિંગની જગ્યા તરફ આગળ વધી રહ્યું હતું.

હૂતીઓનું કહેવું છે કે તેઓ યમનના ગૃહયુદ્ધમાં સાઉદી અરેબિયાની ભૂમિકાના વિરોધમાં હુમલા કરી રહ્યા છે. હૂતીઓનું કહેવું છે કે સાઉદી અરેબિયાના એરપોર્ટને ફરી નિશાન બનાવવામાં આવી શકે છે.

રિયાધ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો

રિયાધ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો

યમનની રાજધાની સના પર પણ હવાઈ હુમલા

યમનમાં હૂતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના મીડિયાએ રવિવારે જણાવ્યું કે સાઉદી અરેબિયાના વિમાનોએ યમનની રાજધાની સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો. હૂતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે રાજધાનીમાં એક રહેણાંક ઇમારત પર થયેલા હુમલામાં એક બાળકનું પણ મોત થયું છે.

મંત્રાલયના પ્રવક્તા અનીસ અલ-અસબાહીના જણાવ્યા અનુસાર, 3 સપ્ટેમ્બરથી અત્યાર સુધી સાઉદી અરેબિયાના હવાઈ હુમલાઓમાં 91 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે.

હૂતી બળવાખોરો વિરુદ્ધ અમેરિકા હુમલો કરી શકે છે

હુમલા વચ્ચે શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હૂતી બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના હુમલાની માહિતી મળ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શનિવારે થયેલા હુમલાની નિંદા કરી. તેમણે પુષ્ટિ કરી કે હુમલામાં એક અમેરિકન નાગરિકનું પણ મોત થયું છે. બ્રિટને પણ સાઉદી અરેબિયાને વધુ મદદ આપવાની સંભાવના વ્યક્ત કરી છે.

એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઇન્સે ફ્લાઇટ્સ બંધ કરી

સાઉદી અરેબિયા પર વધી રહેલા હુમલાઓ વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે રિયાધ અને અન્ય સાઉદી એરપોર્ટ્સ માટેની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે.

આમાં એર ઈન્ડિયા, ફ્લાયદુબઈ, લુફ્થાંસા ગ્રુપ અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયનની ઉડ્ડયન સુરક્ષા એજન્સીએ પણ સાઉદી હવાઈ ક્ષેત્ર અંગે પોતાની ચેતવણી વધારી છે.

એજન્સી મુજબ, હૂતી બળવાખોરો હવે સાઉદી અરેબિયાની અંદર સુધી હુમલા કરવામાં સક્ષમ છે અને તેમનું ધ્યાન એરપોર્ટ જેવા ઉડ્ડયન મથકો પર પણ વધ્યું છે.

ભારતે કહ્યું- સામાન્ય નાગરિકો પરના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ

ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે રિયાધ એરપોર્ટ પર થયેલા મિસાઇલ હુમલાની નિંદા કરી. મંત્રાલયે કહ્યું કે સામાન્ય નાગરિકો અને તેમના ઉપયોગમાં આવતી જગ્યાઓને વારંવાર નિશાન બનાવવું સહન કરી શકાય નહીં. આવા હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ.

ભારતે કહ્યું કે તે સાઉદી અરેબિયાની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા માટે ત્યાંની સરકાર અને જનતા સાથે ઊભું છે. ભારતે આશા વ્યક્ત કરી કે આ વિસ્તારમાં ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થશે.

રિયાધ એરપોર્ટ પર હુમલાઓ વધ્યા

  • 19 સપ્ટેમ્બર – એરપોર્ટના ઈંધણ સંગ્રહ વિસ્તાર પાસે હુમલો થયો, જેના કારણે ત્યાં આગ લાગી અને કાળો ધુમાડો ઊઠતો જોવા મળ્યો. હૂતી જૂથે રિયાધના સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હુમલાનો દાવો કર્યો.
  • 6-7 ઑક્ટોબર – રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલામાં 1 સુદાનીઝ નાગરિકનું મૃત્યુ થયું અને 8 લોકો ઘાયલ થયા. આ દરમિયાન અબ્હા એરપોર્ટ પર થયેલા અલગ હુમલામાં 2 લોકોનાં મૃત્યુ થયાં અને 28 લોકો ઘાયલ થયા.
  • 8 ઑક્ટોબર – એરપોર્ટ પર બે અલગ-અલગ હુમલા થયા. પહેલો હુમલો એરપોર્ટની સુવિધાઓ પર અને બીજો સાઉદી એરલાઇન્સના ઊભેલા વિમાન (એરબસ A320) પર થયો. આ હુમલાઓમાં કેપ્ટન હમૂદ અલી અલ-કલીસામી (સાઉદી પાઇલટ) સહિત 3 સાઉદી નાગરિકોનાં મૃત્યુ થયાં.
  • 10 ઑક્ટોબર – હુમલામાં 12 લોકોનાં મૃત્યુ થયાં અને 309 લોકો ઘાયલ થયા. બાદમાં એક ઘાયલ ભારતીય નાગરિકનું મૃત્યુ થયું, જેના કારણે આ હુમલામાં મૃતકોની સંખ્યા 13 થઈ ગઈ.

સાઉદીના એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું મોત, જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું

સાઉદી અરબની રાજધાની રિયાદના એરપોર્ટ પર શનિવારે થયેલા હુથી બળવાખોરોના હુમલામાં ઘાયલ થયેલા એક ભારતીયનું મોત થયું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય નાગરિકના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જયશંકરે કહ્યું કે ભારતીય દૂતાવાસ પરિવારને શક્ય તમામ મદદ કરશે. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે મૃતકના પરિવારના સંપર્કમાં છે. દૂતાવાસ મૃતદેહને ટૂંક સમયમાં ભારત લાવવામાં મદદ કરશે. આ દરમિયાન, યમનના હુથી બળવાખોરોએ રવિવારે રિયાદ એરપોર્ટ પર ફરી હુમલો કર્યો. આ હુમલામાં 12 ભારતીયો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો….

Leave A Comment