Gujarat Election Results 2026: Gandhinagar, Okha and Thara Vote Counting | Gujarati News

Last Updated: October 12, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીઓ બાદ હવે પરિણામોની ઘડી નજીક આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત વિવિધ નગરપાલિકા અને પંચાયતની બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે, 13 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થશે.

પરિણામોના પળેપળના અપડેટ અહીં વાંચો

આવતીકાલે 13 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થતાં જ વિવિધ બેઠકોના પરિણામો અંગે ઉત્સુકતા વધશે. ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતગણતરી બાદ થશે. તમામ બેઠકોની મતગણતરી અને પરિણામોના પળેપળના અપડેટ આવતીકાલે સવારથી જ sandesh.com પર વાંચવા મળશે.

ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો 

આ ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હવે મતગણતરી દરમિયાન કયા ઉમેદવારને જનતાનો વધુ વિશ્વાસ મળ્યો છે અને કઈ બેઠક પર કોની જીત થાય છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.

કઈ કઈ બેઠકોની થશે મતગણતરી?

ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર 1, છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને બાયડ નગરપાલિકાના વોર્ડ નંબર 3 માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી થશેઆ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની ચૂંટણીનાં પરિણામો પણ જાહેર થશે.

ક્યાં કેટલું થયું હતું મતદાન?

ગત 11 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં વિવિધ સંસ્થાઓમાં અલગ-અલગ મતદાન નોંધાયું હતું. ગાંધીનગર મહાનગરપાલિકામાં 59.25 ટકા મતદાન થયું હતું, જ્યારે ઓખા નગરપાલિકામાં 63.27 ટકા અને થરા નગરપાલિકામાં 81.18 ટકા મતદાન નોંધાયું હતું. પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર 75.19 ટકા મતદાન થયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર 65.44 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાયડ નગરપાલિકામાં 58.26 ટકા, છોટાઉદેપુર નગરપાલિકામાં 66.06 ટકા અને ખેરાલુ નગરપાલિકામાં 73.16 ટકા મતદાન નોંધાયું હતું. 

આ પણ વાંચો  :   Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને…Video

Leave A Comment