Retirement Planning Strategy; ₹15,000 SIP to Build 2.9 Crore Corpus

Last Updated: October 19, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

જો તમારી ઉંમર 40 વર્ષ થઈ ગઈ છે અને અત્યાર સુધી નિવૃત્તિ માટે એક રૂપિયાની પણ બચત થઈ નથી, તો ગભરાવાની જરૂર નથી. નિવૃત્તિ ફંડ તૈયાર કરવા માટે તમારી પાસે 20 વર્ષનો સમય છે. જોકે, મોડેથી શરૂઆત કરવાને કારણે દર મહિને રોકાણની રકમ થોડી વધુ રાખવી પડશે.

નિવૃત્તિ આયોજન માટે ગણિત કેવી રીતે કામ કરે છે, કેટલું ફંડ જોઈએ અને EPF, PPF તથા NPSનો કેવી રીતે ઉપયોગ કરવો? વાંચો આ ખાસ Q&A અહેવાલમાં…

સવાલ 1. 40 વર્ષની ઉંમરે બચતની શરૂઆત કરવી શું ખૂબ મોડું ગણાશે?

જવાબ. ના, 40 વર્ષની ઉંમરે શરૂઆત કરવી ખૂબ મોડું નથી, પરંતુ તે થોડું મોંઘું જરૂર સાબિત થાય છે. 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માટે તમારી પાસે પૂરા 20 વર્ષનો સમય છે. આ તબક્કે નિવૃત્તિ ફંડનું કદ મુખ્યત્વે ત્રણ બાબતો પર આધારિત રહે છે:

  • તમે દર મહિને કેટલું રોકાણ કરો છો.
  • દર વર્ષે રોકાણની રકમમાં કેટલો વધારો કરો છો.
  • તમે કેટલા વર્ષો સુધી કમાણી ચાલુ રાખો છો.

સવાલ 2. નિવૃત્તિ માટે કુલ કેટલા કરોડ રૂપિયાનું ફંડ જરૂરી હોય છે?

જવાબ. ફાઇનાન્શિયલ પ્લાનિંગનો થમ્બ રૂલ કહે છે કે નિવૃત્તિના સમયે તમારી પાસે તમારા વાર્ષિક ખર્ચથી 25થી 30 ગણું ફંડ હોવું જોઈએ. તેને એક ઉદાહરણથી સમજીએ…

ધારો કે આજે તમારા ઘરનો માસિક ખર્ચ ₹30,000 છે. જો મોંઘવારીનો દર વાર્ષિક 6% માનવામાં આવે, તો 60 વર્ષની ઉંમરે આ જ માસિક ખર્ચ વધીને આશરે ₹96,000 થઈ જશે. વાર્ષિક ખર્ચ લગભગ ₹11.5 લાખ થશે. તેના 25 ગણા એટલે કે તમને આશરે ₹2.9 કરોડના રિટાયરમેન્ટ કોર્પસની જરૂર પડશે.

સવાલ 3. ₹15,000ની માસિક SIPથી કેટલું ફંડ તૈયાર થઈ શકે છે?

જવાબ. દર મહિને ₹15,000ની SIP 20 વર્ષ માટે કરવાથી ₹36 લાખનું રોકાણ થશે.

  • 10% વળતર પર: 20 વર્ષમાં તમારું ફંડ આશરે ₹1.15 કરોડ થઈ જશે.
  • 12% વળતર પર: આ ફંડ વધીને લગભગ ₹1.5 કરોડ સુધી પહોંચી જશે.

સવાલ 4. ₹2.9 કરોડનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે શું કરવું પડશે?

જવાબ. ₹2.9 કરોડના લક્ષ્ય સુધી પહોંચવાના બે રસ્તા છે:

  • ફિક્સ્ડ SIP: 12% વળતર માનીએ, તો દર મહિને ₹29,000ની SIP કરવી પડશે.
  • સ્ટેપ-અપ SIP: શરૂઆત ₹15,000 મહિનાની SIPથી જ કરો અને દર વર્ષે તેમાં 10%નો વધારો કરતા જાઓ, તો 20 વર્ષ બાદ તમારું ફંડ ₹3 કરોડની આસપાસ પહોંચી જશે.

સવાલ 5. 40 વર્ષની ઉંમરે પોર્ટફોલિયોનું એસેટ એલોકેશન કેવું હોવું જોઈએ?

જવાબ. કારણ કે તમારી પાસે 20 વર્ષનો સમય છે, તેથી મોટા ભાગના પૈસા ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ્સ જેવા કે ઇન્ડેક્સ ફંડ્સ અથવા ફ્લેક્સી કેપ ફંડ્સમાં SIP દ્વારા રોકાણ કરવા જોઈએ.

જેમ જેમ તમે નિવૃત્તિની ઉંમરની નજીક પહોંચો, તેમ તેમ ધીમે ધીમે પૈસા હાઇબ્રિડ ફંડ્સમાં શિફ્ટ કરવા જોઈએ. આથી નિવૃત્તિના થોડા સમય પહેલાં બજારમાં ઘટાડો આવે ત્યારે મોટા નુકસાનથી બચી શકાય છે.

સવાલ 6. નિવૃત્તિની રાહમાં સૌથી મોટી ભૂલો કઈ હોઈ શકે અને તેનાથી કેવી રીતે બચવું?

જવાબ. ત્રણ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે:

લાંબા ગાળાના રોકાણમાં પૈસા લગાવતા પહેલાં ઓછામાં ઓછા 3 મહિનાના ખર્ચ જેટલું ઇમર્જન્સી ફંડ અને હેલ્થ ઇન્શ્યોરન્સ જરૂરથી લો. એક હોસ્પિટલનું બિલ વર્ષોની બચત ખતમ કરી શકે છે.

બાળકોનું ઉચ્ચ શિક્ષણ અને લગ્ન મોટા ખર્ચ છે, પરંતુ તેમના માટે અલગથી રોકાણ કરો. નિવૃત્તિના કોર્પસમાંથી આ ખર્ચ ન કરો.

ક્રેડિટ કાર્ડનું બાકી દેવું અને પર્સનલ લોન જેવા મોંઘા દેવા સૌથી પહેલાં ચૂકવો. તેનાથી બચેલી EMIની રકમ તમારી નિવૃત્તિ SIPમાં ઉમેરો.

સવાલ 7. જો 20 વર્ષમાં લક્ષ્ય પૂરું થતું ન દેખાય, તો શું કરવું જોઈએ?

જવાબ. આ સ્થિતિમાં તમારી નિવૃત્તિની ઉંમર 60થી વધારીને 62 અથવા 63 વર્ષ કરી શકો છો. આથી તમને રોકાણ પર ચક્રવૃદ્ધિ વળતરનો વધુ એક-બે વર્ષનો લાભ મળે છે.

Leave A Comment