Pragyan Ojha Appointed BCCI Chief Selector

Last Updated: October 19, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતના પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાને અજિત અગરકરની જગ્યાએ BCCIના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે.

જ્યારે, સિલેક્શન કમિટીમાં અજિત અગરકરની જગ્યાએ પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પોવારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હવે પુરુષ ટીમની નવી પસંદગી સમિતિમાં પ્રજ્ઞાન ઓઝા (ચેરમેન), શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પોવાર છે.

પ્રજ્ઞાને ઈન્ટરનેશનલ કારકિર્દીમાં 140+ વિકેટ લીધી

  • પ્રજ્ઞાન ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટ, 18 વનડે અને 6 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ડાબોડી સ્પિનર ઓઝાએ ટેસ્ટમાં 113, વનડેમાં 21 અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 10 વિકેટ લીધી છે. ટેસ્ટમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 6/47 રહ્યું છે.
  • ફર્સ્ટ ક્લાસના ક્રિકેટમાં પ્રજ્ઞાનના નામે કુલ 424 વિકેટ નોંધાયેલી છે. આ માટે તેમણે 108 મેચ રમી છે. 2018માં તેમણે બિહાર માટે ઉત્તરાખંડ સામે પોતાની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી.
  • આઈપીએલમાં તેઓ ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યા હતા. જોકે, 2015થી તેઓ આઈપીએલની કોઈ ટીમનો હિસ્સો નથી. આઈપીએલમાં તેમણે કુલ 92 મેચ રમી અને 89 વિકેટ મેળવી છે.

પવારે બે ટેસ્ટ અને 31 વનડે રમ્યા

પોવારે ભારત માટે બે ટેસ્ટ અને 31 વનડે મેચ રમી છે. તેઓ મુંબઈના પૂર્વ ભારતીય સ્પિનર છે. આ ઉપરાંત, તેઓ બે અલગ-અલગ કાર્યકાળ દરમિયાન ભારતીય સિનિયર મહિલા ટીમના મુખ્ય કોચની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.

રમેશ પોવારે 10 નવેમ્બર 2015ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

રમેશ પોવારે 10 નવેમ્બર 2015ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

બે વખત મહિલા ટીમના કોચ રહી ચૂક્યા

રમેશ પોવાર બે અલગ-અલગ કાર્યકાળ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહ્યા હતા. તેમણે પહેલીવાર 2018માં આ જવાબદારી સંભાળી હતી અને ત્યારબાદ મે 2021માં તેમને ફરીથી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મિતાલી રાજ સાથે થયો હતો વિવાદ પવારનો સૌથી ચર્ચિત વિવાદ 2018 મહિલા T-20 વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટન મિતાલી રાજ સાથે થયો હતો. મિતાલીએ તેમના પર ભેદભાવ કરવાનો, અપમાનિત કરવાનો અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે મિતાલીને ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાંથી બહાર કરી દેવામાં આવી, ત્યારબાદ પવારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની સમિતિએ કરી પસંદગી BCCI મુજબ, ક્રિકેટ એડવાઇઝરી કમિટીમાં અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપે સામેલ હતા. સમિતિએ BCCI મુખ્યાલયમાં અરજદારોની સ્ક્રીનિંગ અને ઇન્ટરવ્યૂ કર્યા. ત્યારબાદ રમેશ પવારના નામ પર મહોર લગાવવામાં આવી.

Leave A Comment