India Vs South Africa T20 World Cup Super 8; Captain Suryakumar Yadav Discusses Tilak Verma Abhishek Sharma Form VIDEOS

Last Updated: February 21, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs South Africa T20 World Cup Super 8; Captain Suryakumar Yadav Discusses Tilak Verma Abhishek Sharma Form VIDEOS

અમદાવાદ11 કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રવિવારે 22મી તારીખે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજની મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. ત્યારે આ મુકાબલા પહેલાં, ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રી મેચ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે ટીમની તૈયારીઓ વિશે અને તિલક વર્માની સ્લો સ્ટ્રાઇક રેટ પર વાત કરી. સાથે જ તેણે ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માના હાલના ફોર્મ વિશે પણ જણાવ્યું હતું.

કેપ્ટન સૂર્યાએ કહ્યું- મેનેજમેન્ટે તેને તે રીતના રમવાનું કહ્યું છે

તિલક વર્માને તેના સ્લો સ્ટ્રાઈક રેટને કારણે ટીમમાંથી પડતો મૂકવામાં આવે તેવી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ ચાલતી હતી. કેપ્ટન સૂર્યાએ આ બધી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે મેનેજમેન્ટે તેને ઇનિંગ્સને એન્કર કરવા અને પરિસ્થિતિ મુજબ રમવાની સૂચના આપી છે.

તિલક વર્માના સ્ટ્રાઇક રેટ પર બોલતા કહ્યું, “ટીમ મેનેજમેન્ટે તિલકને તે રીતે રમવાનું કહ્યું છે. જો 2 વિકેટ પડી જાય, તો તેણે કેટલીક ઓવરો રમવી પડશે અને પાછળ રહેવું પડશે. મને ખાતરી છે કે તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે તેનાથી ખુશ નહીં હોય, તે પ્રેક્ટિસમાં સખત મહેનત કરી રહ્યો છે પરંતુ મને તેની ચિંતા નથી.”

નંબર-3 પર બેટિંગ કરવા આવતા તિલક વર્માની ધીમી બેટિંગ સામે ઘણા સવાલો થયા છે.

નંબર-3 પર બેટિંગ કરવા આવતા તિલક વર્માની ધીમી બેટિંગ સામે ઘણા સવાલો થયા છે.

અભિષેકના ફોર્મ પર સૂર્યાએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો

અભિષેક શર્માના ફોર્મ પરના સવાલના જવાબમાં કેપ્ટન સૂર્યાએ મજાકિયા અંદાજમાં કહ્યું, “જેઓને અભિષેક શર્માના ફોર્મ વિશે ચિંતા છે, મને તેમના વિશે ચિંતા છે.”

ભારતીય કેપ્ટને આગળ કહ્યું, “મને તે ટીમ વિશે વધુ ચિંતા છે જે પછીથી તેનો સામનો કરશે. તેણે આખું વર્ષ જોરદાર પરફોર્મન્સ આપીને ટીમનો સાથ આપ્યો છે, હવે અમારો વારો છે.”

આ T20 વર્લ્ડ કપમાં અભિષેક શર્માએ પોતાની સતત ત્રીજી મેચમાં ઝીરોમાં આઉટ થયો હતો. તે હજુ ખાતું પણ ખોલાવી શક્યો નથી.

આ T20 વર્લ્ડ કપમાં અભિષેક શર્માએ પોતાની સતત ત્રીજી મેચમાં ઝીરોમાં આઉટ થયો હતો. તે હજુ ખાતું પણ ખોલાવી શક્યો નથી.

કોઈપણ પીચ પર રમવા માટે તૈયાર છીએ- સૂર્યકુમાર યાદવ

અમદાવાદની પીચ પર કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, “મને લાગે છે કે અમે કોઈપણ પ્રકારની પીચ પર રમવા માટે તૈયાર છીએ. અમે અમારા અભિયાનની શરૂઆતથી લઈને વાનખેડે ખાતેની છેલ્લી મેચ સુધી વિવિધ પ્રકારની પીચ પર રમ્યા છીએ. મને લાગે છે કે પીચ ખૂબ પડકારજનક ન હતી, પરંતુ તે ચોક્કસપણે થોડી મુશ્કેલ હતી. અમે પાવરપ્લે પછી કેવી રીતે બેટિંગ કરવી તે સમજવા માટે પૂરતું ક્રિકેટ રમ્યું છે.”

સૂર્યાએ ટૉસ વિશે કહ્યું કે હવે તે એટલું મહત્વનું નથી. “હવે ટૉસને ખૂબ મહત્વ આપવામાં આવે છે. જો તમે પહેલી ઇનિંગમાં સારી બેટિંગ કરશો, તો તમે ઝાકળ હોવા છતાં પણ આ બોલિંગથી સ્કોરને ડિફેન્ડ કરી શકો છો.”