શિખર-સોફીનો હલ્દી લૂક, PHOTOs:નારંગી લહેંગો અને હાથમાં કલીરા, યુનિક થીમ ને 'ગબ્બર'ના નામની મહેંદી; વિદેશી દુલ્હનના દેશી લુકે લોકોના દિલ જીત્યા
ભારતીય ક્રિકેટ ટીમમાં ‘ગબ્બર’ કહેવાતા ક્રિકેટર શિખર ધવન બીજી વખત પરણવા જઈ રહ્યા છે. 40 વર્ષની ઉંમરે શિખર પોતાની લોન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, આયર્લેન્ડની સોફી ક્રિકેટર કરતાં 5 વર્ષ નાની છે. તેમનાં લગ્નની રસમો અત્યારે ચર્ચામાં છે, લગ્ન આ અઠવાડિયે ધામધૂમથી થવાનાં છે, જેની શરૂઆત સંગીત અને મહેંદીથી થઈ ચૂકી છે. તાજેતરમાં જ કપલની હલ્દી સેરેમની યોજાઈ, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ખાસ પ્રસંગે બંનેનો દેશી અંદાજ અને ટ્વિનિંગ ફેશન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને વિદેશી દુલ્હન સોફીનો ટ્રેડિશનલ લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, બધે જ બસ તેની જ ચર્ચા થઈ રહી છે. ફૂલોવાલી હલ્દી જોઈ લો
કપલની હલ્દી પણ ખૂબ જ યુનિક હતી, તસવીરોમાં સોફી પર ગલગોટાનાં ફૂલો નાખતા લોકો જોવા મળી રહ્યા છે, જે જોઈને લાગી રહ્યું છે કે કપલે ‘ફૂલોવાળી હલ્દી’ થીમ રાખી હતી. જોકે આ ઘણો યુનિક અને સારો કોન્સેપ્ટ છે. સામાન્ય રીતે ફૂલોવાળી હોળી તો તમે ઘણીવાર લોકોને રમતા જોયા હશે, પરંતુ હવે તમે ફૂલોવાળી હલ્દી પણ જોઈ લો. નારંગી લહેંગામાં પરી જેવી સજી સોફી
જ્યાં આજકાલ ભારતીય છોકરીઓ મોડર્ન કપડાંમાં હલ્દીની રસમ કરતી જોવા મળે છે, ત્યાં વિદેશી સોફીના દેશી અવતારે લોકોનાં દિલ જીતી લીધાં છે. આ ખાસ પ્રસંગે તેણે જાણીતી ડિઝાઇનર જોડી રિમ્પલ અને હરપ્રીતના ખાસ કલેક્શનમાંથી નારંગી રંગનો લહેંગો પહેર્યો હતો, જે વાઇબ્રન્ટ હોવાની સાથે ટ્રેડિશનલ ચાર્મથી ભરેલો હતો. નારંગી લહેંગામાં લાલ બોર્ડર અને કમર પર ગોલ્ડન જરીનું ફ્લોરલ બેલવર્ક કરવામાં આવ્યું હતું, જે તેને ક્લાસી ટચ આપી રહ્યું હતું. પહોળી બોર્ડર પર લેસ, કલરફુલ જરી અને સિક્વિનનું સુંદર કામ હતું અને કળીઓને સોનેરી લેસથી હાઇલાઇટ કરવામાં આવી હતી, જ્યારે આખા લહેંગા પર ઝીણું સિક્વિન વર્ક થયું હતું. ગોલ્ડન જરીવાળું હેવી બ્લાઉઝ
જ્યાં સોફીનો લહેંગો સટલ અને સોબર હતો ત્યાં બ્લાઉઝને હેવી એમ્બ્રોઈડરીથી સજાવવામાં આવ્યું હતું. રેડ બેઝ પર ગોલ્ડન જરી, સિક્વિન અને મલ્ટીકલર પેટર્ન તેને રિચ લુક આપી રહી છે. બ્લાઉઝની હોલ્ટર નેક ડિઝાઇન તેમાં મોર્ડન ટ્વિસ્ટ ઉમેરતી હતી. નારંગી અને લાલ રંગના કોન્ટ્રાસ્ટવાળાં લહેંગા-ચોલી સાથે સોફીએ સુંદર પીળો દુપટ્ટો લીધો હતો, જે હલ્દીની યેલો થીમ સાથે એકદમ મેચ પણ થઈ રહ્યો હતો. એના પર ગોલ્ડ બુટ્ટીનું કામ કરવામાં આવ્યું હતું. રેડ અને ટીલ બોર્ડર સાથે સોનેરી પટ્ટાઓએ દુપટ્ટાને ખાસ બનાવ્યો હતો. કલીરાએ ખેંચ્યું ધ્યાન
સોફીએ પોતાનો લુક ઘણો મિનિમલ રાખ્યો હતો, જ્વેલરીના નામે તેણે માત્ર કાનમાં ગોલ્ડ ટોન ડ્રોપ ઇયરરિંગ્સ પહેર્યા હતા. આ સિવાય તેના હાથમાં રહેલા કલીરાએ લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. સાઇડ પાર્ટેડ સોફ્ટ વેવી હેર અને ન્યૂડ લિપ શેડ સાથે ગ્લોઇંગ મેકઅપે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. ટ્વિનિંગ કરતા જોવા મળ્યા ક્રિકેટર વરરાજા શિખર ધવને પોતાની હલ્દી પર સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા, જેની ઉપર પીળી હાફ જેકેટપેર કરી હતી. જેકેટ પર મેચિંગ થ્રેડ એમ્બ્રોઈડરી કરવામાં આવ્યું હતું અને કોલર પર હલકી સ્ટાર ડિટેલિંગ આપવામાં આવ્યું હતું. શિખર ધવન પોતાના ક્લાસિક અંદાજમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો હતો અને બંનેનો આ ટ્વિનિંગ લુક લોકોને પણ ઘણો પસંદ આવી રહ્યો છે. સોફીએ હાથમાં લગાવી મહેંદી
શિખર ધવનની થનારી દુલ્હન ભલે વિદેશી હોય, પરંતુ તે પોતાના લગ્નમાં દરેક ભારતીય રીત-રિવાજ પૂરા કરી રહી છે. સોફીએ પોતાની મહેંદીની તસવીરો પણ શેર કરી હતી, જેમાં તેણે આખા હાથમાં ભરેલી મહેંદી લગાવી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

