Lifestyle : ફળ ખાવામાં મૂંઝવણ, શું રાત્રે ફળ ખાવાથી વજન વધે છે? જાણો હકીકત
લોકોમાં આજે મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. વધુ વજન એ મોટી સમસ્યા જ નહીં આજના સમયનો મોટો પડકાર છે. બીમારીઓનું મૂળ કારણ વધુ વજન માનવામાં આવે છે. આવા સમયે લોકો વજન ઘટાડવા અને ફિટ રહેવા ડાયેટ અને કસરત પર ધ્યાન આપે છે. આ દરમિયાન વજન ઘટાડવા આહારને લઈને તેમનામાં એક મૂંઝવણ જોવા મળે છે. એવું કહેવાય છે કે ફળ ખાવાથી વજન ઘટે છે. ત્યારે એ સવાલ જરૂર થાય કે શું રાત્રે ફળ ખાઈ શકાય?” કેટલાક લોકો તેને વજન ઘટાડવા માટે હેલ્ધી ઓપ્શન ગણે છે. વજન ઘટાડવા ફળ કયારે ખાવા તેને લઈને તમને પણ સવાલ થતો હોય તો એક્સપર્ટની આ ટીપ્સ જરૂર તમને મદદ કરશે.
ફળ કયારે ખાવું, એક્સર્પટની સલાહ
એક્સપર્ટના જણાવ્યા મુજબ ફળો કુદરતી શર્કરા (ફ્રુક્ટોઝ), ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે. તેમાં કેલરી ઓછી હોવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ, રાત્રે આપણું ચયાપચય (Metabolism) ધીમું હોય છે, તેથી વધુ પડતા મીઠા ફળો (જેમ કે કેરી, કેળા કે ચીકુ) ખાવાથી શરીરમાં વધારાની કેલરી જમા થઈ શકે છે. ખાસ કરીને મીઠા ફળો જેમ કે કેરી, કેળા, સપોટા અથવા દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાં વધારાની કેલરી એકઠી થાય છે. જો આ કેલરી બર્ન ન થાય, તો વજન વધવાની સંભાવના વધુ વધે છે.
રાત્રે ફળ ખાવામાં રાખો ધ્યાન
તમે સૂતા પહેલા ખૂબ વધારે ફળ ખાઓ છો, તો તેનાથી પેટમાં ગેસ અથવા ભારેપણું થઈ શકે છે, ખાંડનું સ્તર અચાનક વધી શકે છે અને ઊંઘની ગુણવત્તા પર અસર થઈ શકે છે. પરંતુ તમે કયું ફળ ખાઓ છો, કેટલું ખાઓ છો અને ક્યારે ખાઓ છો તેના પર આધાર રાખે છે. તમે રાત્રિભોજનમાં હળવું ભોજન ઇચ્છતા ફાઈબરથી ભરપૂર પપૈયા, સફરજન અથવા જામફળનું સેવન કરો. રાત્રિના સમયમાં જંક ફૂડ કે મીઠાઈના બદલે આ ફળનું સેવન એક હેલ્ધી વિકલ્પ છે. ફાઈબરને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.આ ફળો પાચનમાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે આ ફળ શ્રેષ્ઠ
વજન ઘટાડવા માટે રાત્રે ફળ ખાવાનું વિચારતા હોવ, તો આ બાબતો ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ. તમારે વજન ઘટાડવા ફળનું સેવન કરવું હોય તો રાત્રે ફાઈબરથી ભરપૂર અને ઓછી કેલરી ધરાવતા ફળો જેવા કે પપૈયા, સફરજન અથવા જામફળ પસંદ કરો. ફળનું સેવન કરવામાં સમયનું ખાસ ધ્યાન રાખો. સૂવાના ઓછામાં ઓછા 1 થી 2 કલાક પહેલા ફળ ખાઈ લેવા જોઈએ, જેથી શરીર તેને પચાવી શકે. ભોજન બાદ ફળો નહીં પરંતુ તેને મુખ્ય ભોજન એટલે કે ડિનરમાં કરાતા હળવા નાસ્તા તરીકે જ લો. રાત્રિના સમયે કેરી, દ્રાક્ષ કે ચીકુ જેવા વધુ ગળ્યા ફળોનું પ્રમાણ ઓછું રાખવું. જો યોગ્ય રીતે અને મર્યાદિત પ્રમાણમાં લેવામાં આવે, તો ફળો તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

