સાઉથ આફ્રિકાની સુપર-8માં સતત બીજી જીત:વેસ્ટ ઇન્ડીઝને 9 વિકેટથી હરાવ્યું; માર્કરામની ફિફ્ટી, લુંગી એન્ગીડીએ 3 વિકેટ લીધી

Last Updated: February 26, 2026By

સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપના સુપર 8માં સતત બીજી મેચ જીતી છે. ગુરુવારે બીજી મેચમાં ટીમે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 176 રન બનાવ્યા. આફ્રિકાએ 16.1 ઓવરમાં 1 વિકેટે 177 રનનો ટાર્ગેટ ચેઝ હાંસલ કર્યો. કેપ્ટન એડન માર્કરામે અણનમ 82 અને રાયન રિકેલ્ટને 45 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે અણનમ 52 રન બનાવ્યા. જ્યારે જેસન હોલ્ડર 49 રન બનાવીને આઉટ થયો. આફ્રિકા તરફથી લુંગી એન્ગીડીએ 3 વિકેટ લીધી. કાગીસો રબાડા અને કોર્બિન બોશે 2-2 વિકેટ લીધી.