કોલકાતામાં ભારતીય ટીમ સાથે જોડાશે રિંકુ સિંહ:ગઈકાલે પિતાના અંતિમસંસ્કાર કર્યા હતા; વેસ્ટ ઈન્ડીઝ સામે રમી શકે છે

Last Updated: February 28, 2026By

રિંકુ સિંહ રવિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની સુપર-8 મેચ પહેલાં શનિવારે કોલકાતામાં ભારતીય ટી-20 વર્લ્ડ કપ ટીમમાં ફરીથી જોડાશે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે રિંકુ શનિવારે ટીમમાં જોડાઈ રહ્યો છે. શુક્રવારે તેમના પિતા ખાનચંદ સિંહનું નિધન થયું હતું. તેઓ 60 વર્ષના હતા. તેમને ચોથા સ્ટેજનું લિવરનું કેન્સર હતું. રિંકુ પિતાના અંતિમસંસ્કાર માટે ચેન્નઈથી સીધા અલીગઢ પહોંચી ગયો હતો, પરંતુ હવે તે ફરીથી ટીમ સાથે હશે. ખરેખર ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચ એક વર્ચ્યુઅલ નોકઆઉટ છે, જેમાં જીતનારી ટીમ ગ્રુપ-1માંથી સાઉથ આફ્રિકા સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે. રિંકુએ અત્યારસુધી ટુર્નામેન્ટની 5 ઇનિંગ્સમાં 24 રન બનાવ્યા છે. આ રિંકુનો પહેલો જ વર્લ્ડ કપ છે, કારણ કે તે 2024ની ટુર્નામેન્ટમાં ટ્રાવેલિંગ રિઝર્વ હતો, તેથી તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. પિતાના છેલ્લા શબ્દો- તારા જેવો દીકરો દરેક પિતાને મળે, તું મેચ રમ, હું હોસ્પિટલમાંથી પ્રાર્થના કરીશ રિંકુ સિંહ 24 ફેબ્રુઆરીએ ચેન્નઈથી ફ્લાઈટ લઈને હોસ્પિટલ પહોંચી ગયો હતો. તેને ટી-20 વર્લ્ડ કપનું પ્રેક્ટિસ સેશન છોડવું પડ્યું હતું. લગભગ 6 કલાક તે પિતા પાસે હોસ્પિટલમાં રહ્યો. ત્યાર બાદ તે ચેન્નઈ પાછો જવા લાગ્યો. તેણે પિતાને જણાવ્યું કે 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે મેચ છે, મારે દેશ માટે રમવું પડશે. ત્યારે પિતાએ રિંકુ સિંહના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તું એક દિવસ સફળતાની ઊંચાઈએ પહોંચશે. પોતાને ક્યારેય એકલો ન સમજતો… તારા જેવો દીકરો દરેક પિતાને મળે. સચિન-વિરાટ પણ પિતાના નિધનના બીજા દિવસે મેચ રમવા પહોંચી ગયા હતા સચિન તેંડુલકર: 1999માં વન-ડે વર્લ્ડ કપ દરમિયાન સચિનના પિતાનું નિધન થયું હતું. તેઓ ભારત પાછા ફર્યા, અંતિમસંસ્કારમાં હાજરી આપી અને પછી ઇંગ્લેન્ડ પાછા જઈને કેન્યા સામે સદી ફટકારી. તેણે 140 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ સદી તેમણે પિતાને સમર્પિત કરી હતી. વિરાટ કોહલી: ડિસેમ્બર 2006માં રણજી ટ્રોફી મેચ દરમિયાન તેમના પિતાનું નિધન થયું હતું. વિરાટ અંતિમસંસ્કાર બાદ બીજા દિવસે બેટિંગ કરવા દિલ્હી માટે મેદાન પર ઊતર્યો અને 90 રન બનાવ્યા. આ ઘટના તેમના કરિયરની સૌથી ચર્ચિત અને પ્રેરણાદાયક ઘટનાઓમાંની એક ગણાય છે. —————————————– ક્રિકેટના કીડા છો તો સોલ્વ કરો આ સુપર ક્વિઝ
શું તમે તમારી જાતને ક્રિકેટના સુપર ફેન માનો છો? આખા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન દૈનિક ભાસ્કરની ખાસ ગેમ ‘SUPER ઓવર’માં રોજ ક્રિકેટ સંબંધિત 6 સવાલ તમારું ક્રિકેટ જ્ઞાન ચકાસશે. જેટલી જલદી સાચા જવાબ આપશો એટલા વધુ રન બનશે. જેટલા વધુ રન બનશે, લીડરબોર્ડમાં તેટલા જ ઉપર આવશો. તો રોજ રમો અને ટુર્નામેન્ટના ટોપ સ્કોરર બનો. હમણાં રમો SUPER ઓવર… ————————————————– T-20 વર્લ્ડ કપના આ સમાચાર પણ વાંચો… ઇંગ્લેન્ડે સતત ત્રીજી સુપર-8 મેચ જીતી ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપની 9મી સુપર-8 મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ જીતે પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ જીવંત રાખી છે. જ્યારે ન્યૂઝીલેન્ડને પાકિસ્તાનના પ્રદર્શન પર નિર્ભર કરી દીધું છે.