A Statement, Not Just a Sequel; Rishabh Shetty Praises Aditya Dhar
2 કલાક પેહલા
- કૉપી લિંક
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે. હવે ‘કાંતારા’ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા એક્ટર રિષભ શેટ્ટીએ ફિલ્મ જોયા પછી આદિત્ય ધરના વિઝનની ખૂબ પ્રશંસા કરી છે. રિષભે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ફિલ્મની કાસ્ટ અને ક્રૂની પ્રશંસા કરી. રિષભે ‘ધુરંધર 2’ને માત્ર એક સિક્વલ નહીં, પરંતુ એક સ્ટેટમેન્ટ ગણાવ્યું છે.

‘ફિલ્મ માત્ર સિક્વલ નહીં, એક સ્ટેટમેન્ટ’
રિષભ શેટ્ટીએ પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું કે ‘ધુરંધર 2’નો પહેલો જ સીન દર્શકોને પોતાની સાથે જોડી લે છે અને અંત સુધી જકડી રાખે છે. તેણે આદિત્ય ધરની પ્રશંસા કરતા કહ્યું, “ફિલ્મનો દરેક ફ્રેમ યુદ્ધના નગારાની જેમ વાગે છે. આ માત્ર એક સિક્વલ નથી, પરંતુ એક સ્ટેટમેન્ટ છે. શાનદાર વાર્તા અને ડિટેલિંગ જોઈને ખૂબ આનંદ થયો.” રિષભે ફિલ્મની એડિટિંગ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની પણ પ્રશંસા કરી.

‘કાંતારા’ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા એક્ટર રિષભ શેટ્ટી.
આદિત્યએ આભાર વ્યક્ત કર્યો
રિષભ શેટ્ટીએ ફિલ્મના કલાકારો- આર. માધવન, અર્જુન રામપાલ, રણવીર સિંહ, સંજય દત્ત, સારા અર્જુન અને રાકેશ બેદીના અભિનયને જબરદસ્ત ગણાવ્યો. તેણે સિનેમેટોગ્રાફર વિકાસ નવલખા અને મ્યુઝિક ડિરેક્ટર શાશ્વત સચદેવને પણ અભિનંદન પાઠવ્યા. આના પર આદિત્ય ધરે જવાબ આપતા લખ્યું- “તમારા મોઢેથી પ્રશંસા મળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું પોતે ‘કાંતારા’નો ખૂબ મોટો ચાહક છું, તેથી તમારા શબ્દો મારા માટે ખૂબ જ ખાસ છે.”

બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી
બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ‘ધુરંધર 2’ એ ભારતમાં અત્યાર સુધીમાં 339.27 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું છે. વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 500 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. ઋષભ શેટ્ટી પહેલાં અલ્લુ અર્જુન, રામ ચરણ, એસ.એસ. રાજામૌલી અને મહેશ બાબુ જેવા દિગ્ગજ કલાકારોએ પણ ફિલ્મની પ્રશંસા કરી છે. બોલિવૂડમાં અનુપમ ખેર, રાકેશ રોશન અને શિલ્પા શેટ્ટીએ પણ તેને એક માસ્ટરપીસ ગણાવી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


