Aadhaar Cardની ઝેરોક્ષને કહો અલવિદા! 28 જાન્યુઆરીએ લોન્ચ થઈ રહ્યું છે નવી Privacy-First આધાર એપ

Last Updated: January 26, 2026By

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ જાહેરાત કરી છે કે 28 જાન્યુઆરી, 2026 ના રોજ નવા આધાર એપનું ‘ફુલ વર્ઝન’ લોન્ચ કરવામાં આવશે. આ એપ અત્યારે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ તો છે, પણ તેના અનેક મહત્વના ફીચર્સ ‘લોક’ છે, જે આ લોન્ચિંગ બાદ અનલોક થઈ જશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.

મોબાઈલ નંબર અને સરનામું બદલવું હવે સાવ સરળ

આ નવા એપની સૌથી મોટી વિશેષતા એ છે કે યુઝર્સ હવે ઘરે બેઠા જ પોતાના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને સરનામું (Address) અપડેટ કરી શકશે. અત્યાર સુધી મોબાઈલ નંબર બદલવા માટે આધાર કેન્દ્ર પર જવું પડતું હતું, પરંતુ હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બની જશે. સરનામું બદલવા માટે યુઝર્સે જરૂરી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ એપ પર જ અપલોડ કરવાના રહેશે.

પ્રાઈવસી ફર્સ્ટ એપ,ડેટા સુરક્ષામાં મોટો સુધારો

UIDAI એ આ એપમાં ‘Privacy First’ અભિગમ અપનાવ્યો છે. UIDAI ની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, જ્યારે તમે કોઈ મ્યુઝિક કન્સર્ટ કે અન્ય જગ્યાએ ઓળખ બતાવવા જાવ છો, ત્યારે સામેવાળી વ્યક્તિને માત્ર તમારી ઓળખની જરૂર હોય છે, તમારા પૂરા ડેટાની નહીં.

માસ્કિંગ ફીચર: નવા એપમાં યુઝર્સ પોતાની અંગત વિગતો હાઇડ (Hide) કરીને માત્ર જરૂરી ઓળખ જ શેર કરી શકશે.

ફોટોકોપીની જરૂર નહીં: હવે તમારે ખિસ્સામાં આધાર કાર્ડ કે તેની ઝેરોક્ષ રાખવાની જરૂર નહીં પડે. એપમાં રહેલું ડિજિટલ આધાર કાર્ડ જ દરેક જગ્યાએ માન્ય રહેશે.

એપનો ઉપયોગ કેવી રીતે કરવો?

સૌ પ્રથમ એપ ઇન્સ્ટોલ કરી તમારા આધાર સાથે લિંક હોય તેવા મોબાઈલ નંબર થી લોગિન કરો.

ઓથેન્ટિકેશન પૂર્ણ થયા બાદ તમે તમારું ડિજિટલ કાર્ડ જોઈ શકશો.

તમે તમારી જરૂરિયાત મુજબ પ્રોફાઇલ અપડેટ કે ડોક્યુમેન્ટ શેરિંગના વિકલ્પો પસંદ કરી શકશો.

આ નવું અપડેટ સામાન્ય જનતા માટે ટેકનોલોજીનો ઉપયોગ સરળ બનાવશે અને સરકારી પ્રક્રિયાઓમાં પારદર્શિતા સાથે ઝડપ લાવશે.

આ પણ વાંચોઃ iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર, Google Gemini ની તાકાત સાથે નવું Siri માર્ચમાં થશે લોન્ચ