Aadhaar Card Cylinder Purchase; Students & Migrant Workers Relief

Last Updated: April 6, 2026By

  • Gujarati News
  • Business
  • Aadhaar Card Cylinder Purchase; Students & Migrant Workers Relief | LPG Rules Simplified

નવી દિલ્હી2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્ર સરકારે 5 કિલોગ્રામના LPG સિલિન્ડરના વેચાણના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ એડ્રેસ પ્રૂફ વિના નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે.

પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, આ પગલું પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે લેવામાં આવ્યું છે, જેમની પાસે શહેરમાં કોઈ કાયમી સરનામું નથી. હવે ગ્રાહકોએ ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈપણ એક ફોટો-ID બતાવવી પડશે અને તેઓ તરત જ સિલિન્ડર લઈ શકશે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. ગ્રાહકો આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ્સ બતાવીને સિલિન્ડર લઈ શકે છે.

સપ્લાય પર અસરને કારણે નાના સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એનર્જી લોજિસ્ટિક્સ પર અસર પડી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નાના સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારવાનો પણ નિર્ણય કર્યો છે.

સરકારી આંકડાઓ અનુસાર, 23 માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 6.6 લાખ નાના સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે. 4 એપ્રિલે જ 90,000 યુનિટ્સનું વેચાણ થયું. અધિકારીઓનું કહેવું છે કે ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટ્સ પર સ્ટોકની કોઈ કમી નથી.

પ્રવાસીઓ માટે HPCL આઉટલેટ્સ પર 11 હેલ્પ ડેસ્ક કાર્યરત

કામકાજ માટે અન્ય શહેરોમાં રહેતા લોકોની મદદ કરવા માટે સરકારે HPCL ના પસંદગીના આઉટલેટ્સ પર 11 વિશેષ હેલ્પ ડેસ્ક બનાવ્યા છે. આ ડેસ્ક ગ્રાહકોને નજીકના ડિસ્ટ્રીબ્યુટરની માહિતી આપશે અને તેમને કોઈપણ મુશ્કેલી વિના સિલિન્ડર મેળવવામાં મદદ કરશે.

ઘરેલું ગેસની માગ પણ રેકોર્ડ સ્તરે છે; એક જ દિવસમાં 51 લાખથી વધુ ડોમેસ્ટિક સિલિન્ડરોની ડિલિવરી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે કુલ માંગનો 95% હિસ્સો હવે ઓનલાઈન બુકિંગ દ્વારા આવી રહ્યો છે.

કાળાબજાર પર કાર્યવાહી, 50 હજાર સિલિન્ડર જપ્ત, 36 એજન્સીઓ સસ્પેન્ડ

સપ્લાયની અછતનો લાભ ઉઠાવીને નફાખોરી કરનારાઓ પર સરકાર કડક છે.

  • માર્ચથી અત્યાર સુધી સંગ્રહખોરી વિરોધી અભિયાન હેઠળ 50,000થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.
  • નિયમોના ઉલ્લંઘન બદલ 1,400થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે.
  • 36 ગેસ ડીલરશીપને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
  • અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે ઘરેલું સપ્લાયમાં અવરોધ ઉભો કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

કોમર્શિયલ સપ્લાયમાં 30%નો ઘટાડો, ઘરો અને હોસ્પિટલોને પ્રાથમિકતા

રસોઈ ગેસની કટોકટી ટાળવા માટે સરકારે પ્રાથમિકતાઓ નક્કી કરી છે. ઘરેલું ગ્રાહકો, હોસ્પિટલો અને શાળાઓ જેવી આવશ્યક સંસ્થાઓને સંપૂર્ણ સપ્લાય આપવામાં આવી રહી છે.

આ માટે કોમર્શિયલ એલપીજીનો પુરવઠો ઘટાડીને કટોકટી પહેલાના સ્તરના 70% કરી દેવામાં આવ્યો છે. જ્યારે, ખાતર પ્લાન્ટ્સ માટે રાહતના સમાચાર છે; 6 એપ્રિલથી તેમને 90% ગેસ સપ્લાય મળવાનું શરૂ થઈ જશે.

હંમેશા અધિકૃત ગેસ એજન્સી પાસેથી જ સિલિન્ડર લો. એડ્રેસ પ્રૂફ વગરનો આ સિલિન્ડર ‘ફ્રી ટ્રેડ માર્કેટ’નો ભાગ છે, તેથી તેની કિંમત સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં અલગ હોઈ શકે છે. સિલિન્ડર લેતી વખતે તેની એક્સપાયરી ડેટ ચોક્કસ તપાસો.

———————

આ સમાચાર પણ વાંચો…

સોનું આજે ₹1,283 વધીને ₹1.48 લાખ પર પહોંચ્યું:આ વર્ષે કિંમતમાં ₹15 હજારનો વધારો; ચાંદી ₹3,215 મોંઘી થઈને ₹2.31 લાખ/કિલો થઈ

સોના-ચાંદીના ભાવમાં આજે 6 એપ્રિલે તેજી જોવા મળી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,283 રૂપિયા વધીને 1.48 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા 3 એપ્રિલે તેની કિંમત 1.47 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

જ્યારે, એક કિલો ચાંદી 3,215 રૂપિયા વધીને 2.31 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા શુક્રવારે તેની કિંમત 2.28 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…