Aamir Khan Gauri Spat Wedding Inside Details: Aamir’s Third Marriage Announcement in Front of Son Junaid Sparks Netizen Outrage; Vicky Kaushal Reacts

Last Updated: July 3, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Aamir Khan Gauri Spat Wedding Inside Details: Aamir’s Third Marriage Announcement In Front Of Son Junaid Sparks Netizen Outrage; Vicky Kaushal Reacts

1 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડનો ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજીવાર લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિરે જ્યારથી જાહેરમાં આ વાતની પુષ્ટી કરી છે, ત્યારથી સોશિયલ મીડિયા પર યુઝર્સની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ વિકી કૌશલે સ્ટારને લગ્ન માટે વધામણા આપ્યા છે, તો બીજી તરફ નેટિઝન્સે 33 વર્ષના દીકરા જુનૈદ સામે ત્રીજા લગ્નની જાહેરાત કરવા બદલ આમિરની ઝાટકણી કરી છે.

150 મહેમાનોની હાજરીમાં ‘ઘરેલું’ લગ્ન કરશે

આમિર ખાને રાજકુમાર હિરાણીની OTT ડેબ્યૂ સિરીઝ ‘પ્રિતમ એન્ડ પેડ્રો’ની એક ઇવેન્ટ દરમિયાન પુષ્ટિ કરી હતી કે, તે ગર્લફ્રેન્ડ ગૌરી સાથે 5 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યો છે. તેણે કહ્યું કે,

QuoteImage

5 જુલાઈએ મારા લગ્ન થઈ રહ્યા છે. ખૂબ નાના લગ્ન છે અને ઘરે જ કરી રહ્યા છીએ. અમારા માટે ઘણો ખાસ દિવસ છે. બસ બંનેનો પરિવાર અને કેટલાક ખાસ લોકો. તો અમે લોકો ઘર પર જ કરી રહ્યા છીએ અને સૌની દુઆ જોઈએ છીએ. તમે લોકો પ્રાર્થના કરો કે અમે લોકો ખુશ રહીએ અને અમારી સફર સારી રહે.

QuoteImage

આમિર ખાને દીકરા જુનૈદની હાજરીમાં લગ્નની પુષ્ટિ કરી.

આમિર ખાને દીકરા જુનૈદની હાજરીમાં લગ્નની પુષ્ટિ કરી.

આમિર-ગૌરીએ લંચનું મેન્યૂ પણ જાતે નક્કી કર્યું

‘ઇન્ડિયા ટુડે’એ સુત્રોને ટાંકીને લખ્યુ છે કે, આમિર ખાનના લગ્નમાં બાળપણના મિત્રો, પરિવારના સભ્યો અને ઇન્ડસ્ટ્રીના ખાસ લોકો મળીને 150 આસપાસ લોકો હશે. આમિર અને ગૌરીએ જાતે મહેમાનોની લિસ્ટ તૈયાર કરી છે અને લગ્નના લંચનું મેન્યૂ પણ પોતાની પસંદગીનું પસંદ કર્યું છે.

આમિર તેનાથી 14 વર્ષ નાની ગૌરી સ્પેટ સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરશે. દિવસના પહેલાં ભાગમાં આ લગ્ન યોજાશે. બાદમાં તે પરિવાર અને મિત્રો સાથે લંચ કરશે. સૂત્રો અનુસાર આમિર અને ગૌરી મનપસંદ ભોજન ઉપરાંત ખાવાની તૈયારીઓ પર પણ જાતે નજર રાખી રહ્યા છે. લગ્નમાં બંનેના બાળકો પણ હાજર રહેશે. લગ્નમાં ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર અને રાજકુમાર સંતોષી પણ સામેલ થવાની આશા છે.

આમિરે 60માં જન્મદિવસે ગૌરી સાથેનો સંબંધ જાહેર કર્યો હતો. થોડા સમય પહેલાં તે દીકરા આઝાદ અને ગર્લફ્રેન્ડ ગૌરી સાથે જોવા મળ્યો હતો.

આમિરે 60માં જન્મદિવસે ગૌરી સાથેનો સંબંધ જાહેર કર્યો હતો. થોડા સમય પહેલાં તે દીકરા આઝાદ અને ગર્લફ્રેન્ડ ગૌરી સાથે જોવા મળ્યો હતો.

દીકરો કુંવારો અને પોતાના ત્રીજા લગ્ન!

આમિર ખાનનો લગ્નની પુષ્ટિ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં 61 વર્ષનો આમિર 33 વર્ષના દીકરા જુનૈદની હાજરીમાં ત્રીજા લગ્ન પર ખૂલીને વાત કરી રહ્યો છે. નોંધનીય છે કે, જ્યાં આમિર ખાન 5 જુલાઈએ ત્રીજા લગ્ન કરી રહ્યો છે, ત્યાં તેનો દીકરો જુનૈદ હજુ કુંવારો છે. વાયરલ વીડિયો પર કેટલાક યુઝર્સ જુનૈદ પર દયા ખાઈ રહ્યા છે, તો કેટલાક યુઝર્સ આમિર પર ભડકી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, ‘દીકરાના લગ્નની વાત વિચારવાના બદલે આમિર 61 વર્ષની ઉંમરમાં ત્રીજા લગ્ન કરવા નીકળ્યો છે, આનાથી વધારે શરમજનક કંઈ હોઈ શકે ખરું?’

આમિરની જાહેરાત દરમિયાન જુનૈદ અસ્વસ્થ લાગતો હોવાનું નેટિઝન્સે નોંધ્યું.

આમિરની જાહેરાત દરમિયાન જુનૈદ અસ્વસ્થ લાગતો હોવાનું નેટિઝન્સે નોંધ્યું.

યુઝરે લખ્યું, 'દીકરાની સામે બીજી મહિલા સાથે લગ્નની વાત કરવી, શું આ નોર્મલ છે?'

યુઝરે લખ્યું, ‘દીકરાની સામે બીજી મહિલા સાથે લગ્નની વાત કરવી, શું આ નોર્મલ છે?’

યુઝરે લાંબી પોસ્ટ લખીને ગુસ્સો ઠાલવ્યો.

યુઝરે લાંબી પોસ્ટ લખીને ગુસ્સો ઠાલવ્યો.

અન્ય એક યુઝરે લખ્યું કે, 'આ વીડિયો જોતી વખતે મને સંકોચ અનુભવાતો હતો.'

અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ વીડિયો જોતી વખતે મને સંકોચ અનુભવાતો હતો.’

બીજા યુઝરે કહ્યું કે, 'બીજાને જીવન જીવવાની રીત પર જ્ઞાન આપનાર, પોતાની જિંદગીમાં ખુશી શોધી શક્યો નથી.'

બીજા યુઝરે કહ્યું કે, ‘બીજાને જીવન જીવવાની રીત પર જ્ઞાન આપનાર, પોતાની જિંદગીમાં ખુશી શોધી શક્યો નથી.’

આમિરના લગ્ન પર બોલિવૂડ સ્ટાર્સના રિએક્શન

‘પ્રિતમ એન્ડ પેડ્રો’ની સ્ક્રીનિંગમાં આમિર અને જુનૈદ ઉપરાંત વિકી કૌશલ પણ સામેલ થયો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન વિકીને જ્યારે જાણવા મળ્યું કે આમિરે લગ્નની પુષ્ટિ કરી દીધી છે, ત્યારે તેણે આશ્ચર્ય દર્શાવ્યું. સાથે જ તેણે આમિરને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ‘હું તેમના માટે ખૂબ ખુશ છું.’

આમિરની વાતની પુષ્ટિ વિશે જાણી વિકી કૌશલે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

આમિરની વાતની પુષ્ટિ વિશે જાણી વિકી કૌશલે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

વિકીએ આમિર અને ગૌરીને શુભેચ્છાઓ પાઠવી.

વિકીએ આમિર અને ગૌરીને શુભેચ્છાઓ પાઠવી.

પીઢ એક્ટ્રેસ રાખીનો આમિરને ખુલ્લુ સમર્થન

આમિર ખાન સોશિયલ મીડિયા ટ્રોલ્સના નિશાના પર છે. ત્યારે પીઢ એક્ટ્રેસ રાખી આમિરના સમર્થનમાં ઉતર્યાં હતાં. તેમણે ‘વેરાયટી ઇન્ડિયા’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘લગ્નજીવનમાં સુખનો સંબંધ ઉંમર સાથે હોતો નથી.’ તેમણે આમિરને એક પ્રામાણિક વ્યક્તિ ગણાવ્યો હતો અને તેના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. રાખીએ હોલીવુડ સ્ટાર રોબર્ટ ડી નીરોનું ઉદાહરણ આપીને કહ્યું કે, ‘60-61 વર્ષની ઉંમરે લગ્ન કરવામાં કોઈ ખરાબી નથી. રોબર્ટ ડી નીરો બે વાર લગ્ન કરી ચૂક્યા છે અને હવે તેમની પાર્ટનર ટિફની ચેન સાથે રિલેશનશિપમાં છે.’

રાખીએ 40 વર્ષની ઉંમરે 15 મે 1973ના ગુલઝાર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, દીકરી મેઘના ગુલઝારના જન્મ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

રાખીએ 40 વર્ષની ઉંમરે 15 મે 1973ના ગુલઝાર સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, દીકરી મેઘના ગુલઝારના જન્મ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

સલમાને આમિર-ગૌરીના સંબંધો પર કટાક્ષ કર્યો!

ગત વર્ષે સલમાન ખાન ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના પહેલા એપિસોડમાં મહેમાન બન્યો હતો. શો દરમિયાન કોમેડિયન કપિલે સલમાનને પૂછ્યું હતું કે, ‘આમિર ભાઈએ તેમની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે બધાનો પરિચય કરાવ્યો, તે અટકતા નથી અને તમે બિલકુલ કરી રહ્યા નથી!’ આનો જવાબ આપતા સલમાને કહ્યું, ‘આમિર અલગ છે. તે એક પરફેક્શનિસ્ટ છે. જ્યાં સુધી તે લગ્નને એકદમ પરફેક્ટ નહીં બનાવે….’ આટલું કહેતા કહેતા તે ખડખડાટ હસી પડે છે.

સલમાન ખાને આમિરના લગ્ન પર રમુજી પ્રતિક્રિયા આપી હતી.

સલમાન ખાને આમિરના લગ્ન પર રમુજી પ્રતિક્રિયા આપી હતી.

‘આમિરને ત્રીજા લગ્ન જ નહીં કરવા દઉં’

નોંધનીય છે કે, ‘ટ્યૂબલાઇટ’ ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાને આમિરના ત્રીજા લગ્ન પર કમેન્ટ કરી હતી. વાસ્તવમાં તે સમયે આમિર અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’નું શૂટિંગ થઈ ચૂક્યું હતું. આ ફિલ્મમાં આમિર સાથે ‘દંગલ’ ફેમ ફાતિમા સના શેખ પણ હતી. તે સમયે બીટાઉનની ગલીઓમાં બંને વચ્ચે અફેરની ચર્ચા પૂરજોશમાં હતી. ત્યારે સલમાને મજાકમાં કહ્યું હતું કે, ‘મેં ક્યાંક વાંચ્યું કે આમિર ઇચ્છે છે કે હું લગ્ન કરીને સેટલ થઈ જાઉં. જોકે, હું હાલ તો એટલું જ ઇચ્છું છું કે બસ આમિર ત્રીજા લગ્ન ના કરે. હું તેને ત્રીજા લગ્ન કરવા જ નહીં દઉં.’

ફાતિમા સના શેખ સાથે આમિર ખાનનો ફાઇલ ફોટો.

ફાતિમા સના શેખ સાથે આમિર ખાનનો ફાઇલ ફોટો.

‘મેં મનથી ગૌરી સાથે લગ્ન કરી લીધા છે’

અગાઉ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની એક વાતચીતમાં આમિર ખાનને પૂછવામાં આવ્યું હતું કે, તેનો ગર્લફ્રેન્ડ ગૌરી સાથેનો સંબંધ કઈ દિશામાં જઈ રહ્યો છે? શું તે ગૌરી સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે? આમિર ખાને આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે- ‘ગૌરી અને હું એકબીજા પ્રત્યે ખૂબ જ સિરિયસ છીએ. અમે બંને ખૂબ જ કમિટેડ છીએ, પાર્ટનર્સ છીએ અને અમે બંને એકબીજા સાથે છીએ. લગ્ન એક એવી વસ્તુ છે… મારો કહેવાનો મતલબ છે કે મેં મનથી ગૌરી સાથે પહેલાથી જ લગ્ન કરી લીધા છે. હવે તેને ઔપચારિકતા બનાવવું કે નહીં, તે સમય જતાં નક્કી થશે.’

આમિર અને ગૌરી 5 જુલાઈ 2026ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કરશે.

આમિર અને ગૌરી 5 જુલાઈ 2026ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કરશે.

આમિરના અગાઉના લગ્નો સાથે જોડાયેલી આ વાર્તાઓ પણ વાંચો-

આમિર રોજ બારીમાંથી પહેલી પત્ની રીનાને નિહાળતો હતો

આમિરે વર્ષ 1986માં રીના દત્ત સાથે લગ્ન કર્યા હતા. આ એક લવ મેરેજ હતા. લગ્ન પહેલા રીના અને આમિર પાડોશી હતા. આમિર દરરોજ સામેની બારી પર ઉભેલી રીનાને નિહાળતો હતો. તેને લાગતું હતું કે રીના પણ તેને પસંદ કરે છે, તેથી તે દરરોજ બારી પર આવતી હતી, પરંતુ એવું નહોતું. તે મોસમનો આનંદ લેવા માટે બારી પર આવતી હતી.

રીનાને ઇમ્પ્રેસ કરવા માટે લોહીથી પ્રેમ પત્ર લખ્યો

એક દિવસ આમિરે હિંમત ભેગી કરીને રીનાને પોતાના દિલની વાત કહી દીધી, પરંતુ રીનાએ ના પાડીને તેનું દિલ તોડી નાખ્યું. તેની નાથી આમિરનું દિલ તો તૂટ્યું, પણ તેણે હાર ન માની. આ પછી પણ તે રીનાને પ્રભાવિત કરવાના દરેક સંભવ પ્રયાસ કરતો રહ્યો. તેમ છતાં દર વખતે જવાબમાં ના જ મળતી.

એક દિવસ આમિરે પોતાના લોહીથી રીનાને પ્રેમ પત્ર લખ્યો. રીનાએ પત્ર જોઈને તેને કહ્યું કે તે જીવનમાં ક્યારેય આવી હરકત ન કરે. આમિરને પણ પછીથી પોતાની ભૂલનો અહેસાસ થયો. આ વલણને કારણે તેણે રીનાથી અંતર બનાવી લીધું અને માની લીધું કે તેનો પહેલો પ્રેમ અધૂરો જ રહેશે.

આ વાતને થોડા જ દિવસો વીત્યા હતા કે અચાનક થયેલી એક મુલાકાત દરમિયાન રીનાએ તેને કહી દીધું કે તે પણ તેને પસંદ કરે છે. પછી આ રીતે આમિરનો પહેલો પ્રેમ પૂર્ણ થયો.

ચુપચાપ લગ્ન કર્યા, ખર્ચ માત્ર 10 રૂપિયા હતો

જ્યારે આમિર અને રીનાએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારે આમિર 20 વર્ષનો હતો અને રીના 18 વર્ષની હતી. આ કારણે તરત લગ્ન કરવા શક્ય નહોતા અને આમિર પુખ્ત થાય ત્યાં સુધી બંનેને રાહ જોવી પડી. ઉંમર ઉપરાંત, અલગ-અલગ ધર્મ પણ લગ્નમાં મોટો અવરોધ હતો. બંનેએ 18 એપ્રિલ 1986ના રોજ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા.

21 વર્ષના આમિર અને 19 વર્ષની રીનાએ ત્રણ સાક્ષીઓની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ લગ્નમાં માત્ર 10 રૂપિયાનો ખર્ચ થયો હતો.

લગ્નના 16 વર્ષ પછી રીનાથી છૂટાછેડા લીધા

લગ્નના થોડા સમય પછી, બંને એક દીકરો જુનૈદ અને દીકરી આયરા ખાનના માતા-પિતા બન્યાં, પરંતુ આ સુંદર સંબંધનો લગ્નના 16 વર્ષ પછી અંત આવ્યો. જોકે, છૂટાછેડા પછી પણ રીના અને આમિર સારો સંબંધ જાળવી રાખે છે. આમિરે ઘણા ઇન્ટરવ્યુમાં આ વાત પર ભાર મૂક્યો છે કે, આજે પણ રીના તેમના પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને હંમેશા રહેશે.

‘લગાન’ના સેટ પર કિરણ રાવને મળ્યો હતો

ફિલ્મ ‘લગાન’ના શૂટિંગ દરમિયાન રીના અને આમિરનો સંબંધ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી તેમના છૂટાછેડા થયા હતા. આ જ ફિલ્મના સેટ પર આમિરની પહેલી મુલાકાત કિરણ રાવ સાથે થઈ હતી. તે ફિલ્મમાં AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર) તરીકે કામ કરી રહી હતી.

આમિર માટે આ છૂટાછેડા લેવા સહેલા નહોતા. તે આ દિવસોમાં ખૂબ પરેશાન રહેતો હતો. આ ખરાબ સમયમાં કિરણ એક મિત્ર તરીકે તેની ખૂબ મદદ કરી હતી. આ દિવસો વિશે આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આઘાતના તે સમયગાળામાં એક દિવસ કિરણનો ફોન આવ્યો અને મેં તેમની સાથે અડધો કલાક ફોન પર વાત કરી. જ્યારે મેં ફોન મૂક્યો ત્યારે કહ્યું, ‘હે ભગવાન! જ્યારે હું તેમની સાથે વાત કરું છું ત્યારે મને ખૂબ ખુશી થાય છે.’

જોકે ત્યાં સુધી બંને એકબીજાને મિત્ર માનતા હતા. બંને વચ્ચે નિકટતા આમિર અને રીનાના છૂટાછેડાના થોડા સમય પછી શરૂ થઈ. આમિરને ફરી એકવાર કોઈ પ્રેમ કરનાર મળી ગયું. પછી તેણે 28 ડિસેમ્બર 2005 ના રોજ લગ્ન કરી લીધા. લગ્ન પછી તેઓ દીકરા આઝાદ રાવ ખાનના માતા-પિતા બન્યાં. પછી લગ્નના 15 વર્ષ પછી કિરણ અને તેના છૂટાછેડા થઈ ગયા.