Aamir Khan Runs Mumbai Marathon with Kiran Rao & children; Reacts to Pollution
12 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર આમિર ખાને રવિવારે મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેની સાથે તેની પૂર્વ પત્ની કિરણ રાવ અને તેના બાળકો જુનૈદ ખાન, આયરા ખાન અને આઝાદ રાવ ખાન પણ હાજર હતાં. દોડ પૂરી કર્યા પછી આખો પરિવાર મીડિયા સાથે વાત કરતો જોવા મળ્યો. આ વાતચીતમાં આમિર અને કિરણ મુંબઈની બગડતી હવાની ગુણવત્તા પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો.
આમિરે વધતા પ્રદૂષણ પર પ્રતિક્રિયા આપી
જ્યારે આમિરને શહેરના વધતા પ્રદૂષણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખુલ્લેઆમ કહ્યું, ‘હા, હવે શું કરીએ?’ જ્યારે તેને યાદ અપાવવામાં આવ્યું કે, મુંબઈના લોકો આવી પરિસ્થિતિના ટેવાયેલા નથી, ત્યારે આમિરે કહ્યું, ‘મને ખબર છે.’

આમિરે બીજી પત્ની અને બાળકો સાથે મેરેથોનમાં ભાગ લીધો.
આના પર કિરણ રાવે કહ્યું કે, આ મુદ્દે બધાંએ મળીને અવાજ ઉઠાવવો જોઈએ. તેણે કહ્યું કે આપણે તેના કારણોને સમજવા જોઈએ અને નાગરિક તરીકે આપણી જવાબદારી નિભાવવી જોઈએ, જેથી શહેરની હવા સુધરી શકે. આમિરે પણ તેની વાત સાથે સહમતિ દર્શાવતા કહ્યું કે, બધાંએ સકારાત્મક રીતે યોગદાન આપવું જોઈએ.
દીકરી આયરાએ આમિરને મેરેથોનમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યો
એક્ટરે એ પણ જણાવ્યું કે, આ વર્ષે મેરેથોનમાં ભાગ લેવા માટે તેને તેની દીકરીએ પ્રેરિત કર્યો. તેણે કહ્યું કે, દિવ્યાંગ અને સિનિયર સિટીઝનની દોડમાં લોકોનો જે ઉત્સાહ જોયો, તેનાથી તેને લાગ્યું કે તેને દર વર્ષે આવવું જોઈએ. આમિરે મુંબઈની આ ભાવનાની પ્રશંસા પણ કરી.
નોંધનીય છે કે, આ મેરેથોનમાં રાહુલ બોસ, નિકિતા દત્તા, ડીનો મોરિયા, વિશાલ ભારદ્વાજ અને રેખા ભારદ્વાજ જેવા સેલેબ્સ પણ જોવા મળ્યાં.
ટાટા મુંબઈ મેરેથોનનું 21મું એડિશન
રવિવારે ટાટા મુંબઈ મેરેથોનનું 21મું એડિશન આયોજિત થયું. આ વર્ષે તેમાં રેકોર્ડ 69,000થી વધુ દોડવીરોએ ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. આમાં 65,400 ઓન-ગ્રાઉન્ડ અને 3,700 વર્ચ્યુઅલ રનર્સ હતા.
મેરેથોનની શરૂઆત અને સમાપ્તિ બંને દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થઈ. આ વખતે હાફ મેરેથોન માટે પહેલીવાર મુંબઈના નવા કોસ્ટલ રોડનો રૂટ જોડવામાં આવ્યો. મેરેથોનને ઘણી કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. જેમ કે, ફુલ મેરેથોન, હાફ મેરેથોન, ઓપન 10K, ડ્રીમ રન, સિનિયર સિટીઝન રન અને દિવ્યાંગો માટે ખાસ રન. નોંધણી ઓગસ્ટ 2025 થી નવેમ્બર 2025 સુધી ચાલી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

