Aamir Khan Third Marriage; Phogat Family Excluded From Guest List PHOTOS

Last Updated: July 4, 2026By

10 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર આમિર ખાન 5 જુલાઈએ ત્રીજીવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આ લગ્નમાં ફોગાટ પરિવારને આમંત્રણ મળ્યું નથી. ‘દંગલ’ મૂવી રિલીઝ થયા પછી આ પહેલો મોટો પ્રસંગ છે, જ્યારે ફોગાટ પરિવાર આમિર ખાનના અંગત કાર્યક્રમમાં સામેલ નહીં થાય.

આમિર ખાન પોતે પણ ગીતા ફોગાટના પારિવારિક કાર્યક્રમમાં આવી ચૂક્યો છે. આમિરે દીકરી આઇરા ખાનના લગ્નમાં પણ ફોગાટ પરિવારને આમંત્રણ મોકલ્યું હતું. આમિરની બર્થ-ડે પાર્ટીમાં પણ આ પરિવાર સામેલ થઈ ચૂક્યો છે.

હવે આમિર ખાન 61 વર્ષની ઉંમરે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા મહાવીર ફોગાટ અને તેમની દીકરી ગીતા ફોગાટનું કહેવું છે કે, આ વખતે તેમને કોઈ આમંત્રણ મળ્યું નથી.

'દંગલ' ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિર ખાન સાથે ડાબી બાજુએ ગીતા અને જમણી બાજુએ બબીતા ફોગાટ હાજર હતાં. તેમની સાથે તેમના પિતા મહાવીર ફોગાટ પણ હાજર હતા. (ફાઇલ ફોટો)

‘દંગલ’ ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિર ખાન સાથે ડાબી બાજુએ ગીતા અને જમણી બાજુએ બબીતા ફોગાટ હાજર હતાં. તેમની સાથે તેમના પિતા મહાવીર ફોગાટ પણ હાજર હતા. (ફાઇલ ફોટો)

ગીતા ફોગાટના લગ્નમાં આવ્યો હતો આમિર ખાન

આમિર ખાન નવેમ્બર 2016માં ભિવાનીમાં યોજાયેલા ગીતા ફોગાટના લગ્નમાં આવ્યો હતો. તે મુંબઈથી દિલ્હી સુધી ફ્લાઇટ અને દિલ્હીથી ભિવાની ચાર્ટર્ડ પ્લેનથી આવ્યો હતો. અહીં ગીતાના પરિવારે તેનું સ્વાગત કર્યું હતું. આ પછી આમિર સીધો ગીતાના ગામ બલાલી પહોંચ્યો હતો.

લગ્નમાં તેની સાથે ‘દંગલ’ ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી, ગીતાની માતા દયાકૌરનું પાત્ર ભજવી રહેલી સાક્ષી તંવર, ગીતાનું પાત્ર ભજવી રહેલી ફાતિમા શેખ, બબીતા ફોગાટનું પાત્ર ભજવનાર સાન્યા મલ્હોત્રા પણ સામેલ થયાં હતાં.

આમિરના બર્થ-ડેમાં ફોગાટ પરિવાર થયો હતો સામેલ

2017માં આમિર ખાનના 52મા જન્મદિવસ પર ફોગાટ પરિવાર સામેલ થયો હતો. આમિરની જન્મદિવસની પાર્ટીમાં મહાવીર સિંહ ફોગાટ અને તેમના પરિવારને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આમિર ખાને મુંબઈ સ્થિત પોતાના ઘરે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ફોગાટ પરિવારના ઘણા સભ્યો સામેલ થયા હતા.

આમિર ખાન ડિસેમ્બર 2016માં ચરખી દાદરીના બલાલી ગામમાં ગીતાના લગ્નમાં 'દંગલ' ફિલ્મની કાસ્ટ સાથે સામેલ થયો હતો. (ફાઈલ)

આમિર ખાન ડિસેમ્બર 2016માં ચરખી દાદરીના બલાલી ગામમાં ગીતાના લગ્નમાં ‘દંગલ’ ફિલ્મની કાસ્ટ સાથે સામેલ થયો હતો. (ફાઈલ)

દીકરીના લગ્નનું આમંત્રણ મળ્યું હતું

ગીતા ફોગાટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે – આમિર ખાને તેમને પોતાની દીકરી આઇરા ખાનના લગ્નનું આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ તે અંગત કારણોસર લગ્નમાં હાજર રહી શક્યા ન હતા. 3 જાન્યુઆરી 2024ના રોજ આમિર ખાનની દીકરીના લગ્ન ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સાથે થયા હતા. આ પછી મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન યોજાયું હતું.

ગીતા અને બબીતા ફોગાટ પર બની હતી ‘દંગલ’

23 સપ્ટેમ્બર 2016ના રોજ ગીતા અને બબીતા ફોગાટની વાર્તા પર બનેલી ‘દંગલ’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામના મહાવીર સિંહ ફોગાટ અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ફિલ્મ મુખ્યત્વે તેમની દીકરીઓ, ગીતા ફોગાટ અને બબીતા ફોગાટના સંઘર્ષ અને રાષ્ટ્રમંડળ રમતોમાં સુવર્ણ અને રજત પદક જીતવાના સફરને દર્શાવે છે. આ ફિલ્મે લગભગ 2000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ. (ફાઇલ ફોટો)

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ. (ફાઇલ ફોટો)

,

આમિર ખાન- ગૌરી સ્પ્રેટના લગ્ન સંબંધિત આ સમાચાર પણ વાંચો…

33 વર્ષનો દીકરો કુંવારો ને 61 વર્ષના આમિરના ત્રીજા લગ્ન!:જુનૈદની હાજરીમાં લગ્નની વાત પર યુઝર્સ ભડક્યા; વિકીએ રિએક્શન આપ્યું; જાણો લગ્નનું ઇનસાઇડ પ્લાનિંગ

બોલિવૂડનો ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજીવાર લગ્ન કરવા જઈ રહ્યો છે. આમિરે જ્યારથી જાહેરમાં આ વાતની પુષ્ટી કરી છે, ત્યારથી સોશિયલ મીડિયા પર યુઝર્સની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ વિકી કૌશલે સ્ટારને લગ્ન માટે વધામણા આપ્યા છે, તો બીજી તરફ નેટિઝન્સે 33 વર્ષના દીકરા જુનૈદ સામે ત્રીજા લગ્નની જાહેરાત કરવા બદલ આમિરની ઝાટકણી કાઢી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…