Abhishek Sharma; SRH vs CSK IPL 2026 LIVE Score Updates Ishan Kishan Travis Head
- Gujarati News
- Sports
- Cricket
- Abhishek Sharma; SRH Vs CSK IPL 2026 LIVE Score Updates Ishan Kishan Travis Head | Sanju Samson Ruturaj Gaikwad
સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલા
- કૉપી લિંક
IPLમાં આજે બે મેચ રમાશે. દિવસની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જેનો ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે.
CSK અત્યારે પોઇન્ટ્સ ટેબલમાં આઠમા સ્થાને છે અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં તેણે પાંચ મેચમાં બે જીત મેળવી છે. આવી સ્થિતિમાં, હૈદરાબાદ સામેની મેચ જીતીને ગાયકવાડની ટીમ જીતની હેટ્રિક પૂરી કરવા ઇચ્છશે.
બીજી તરફ, SRHએ પણ 5માંથી 2 મેચ જીતી છે, પરંતુ ટીમ સારા રન રેટને કારણે ચોથા નંબરે છે. ટીમે ગત મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. રાજસ્થાનની આ સીઝનની પ્રથમ હાર હતી. આજની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
હેડ ટુ હેડમાં ચેન્નઈ આગળ
હેડ ટુ હેડમાં ચેન્નઈ આગળ છે. હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં 23 મુકાબલા રમાયા છે. જેમાં 7માં હૈદરાબાદ અને 16માં ચેન્નઈને જીત મળી છે. એટલે કે ચેન્નઈએ હૈદરાબાદ સામે 69% મેચ જીતી છે. જોકે, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદ એક મેચથી આગળ છે. SRH અને CSK વચ્ચે અહીં અત્યાર સુધી કુલ 5 મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદે 3 અને ચેન્નઈએ 2 મેચ જીતી છે.

ધોનીનું આજે પણ રમવું મુશ્કેલ
એમ.એસ. ધોની આજની મેચમાં પણ નહીં રમે. CSKના ભૂતપૂર્વ કેપ્ટન જોકે ટીમની સાથે હૈદરાબાદ પહોંચ્યા છે, પરંતુ તેનું પરત ફરવું મુશ્કેલ છે. રિપોર્ટ્સ મુજબ, ધોની સંપૂર્ણ ફિટ થવાની નજીક છે અને મુંબઈ સામેની આગામી મેચમાં મેદાન પર પરત ફરી શકે છે.
ક્લાસેને 5 મેચમાં બનાવ્યા 200+ રન
SRH માટે આ સીઝનમાં હેનરિક ક્લાસેને સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 5 મેચમાં 200 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 2 ફિફ્ટી સામેલ છે. તેનો સ્ટ્રાઈક રેટ 142.67 રહ્યો છે, જેનાથી મિડલ ઓર્ડરને મજબૂતી મળી છે. બીજી તરફ બોલિંગમાં હર્ષ દુબેએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 5 મેચમાં 5 વિકેટ લીધી છે. ટીમની છેલ્લી મેચમાં ડેબ્યુ કરી રહેલા ફાસ્ટ બોલર પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસૈને 4-4 વિકેટ ઝડપી હતી.

કંબોજે 5 મેચમાં 10 વિકેટ ઝડપી
CSK માટે આ સીઝનમાં સંજુ સેમસન શાનદાર લયમાં દેખાયો છે. તેણે 5 મેચમાં 185 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે અણનમ 115 રન બનાવ્યા હતા. બીજી તરફ બોલિંગમાં અંશુલ કંબોજે 5 મુકાબલામાં 10 વિકેટ ઝડપી છે.

સીઝનની ત્રીજી મેચ રમાશે
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તેની ફ્લેટ વિકેટ માટે જાણીતું છે. અહીંની પીચ બેટિંગ ફ્રેન્ડલી છે. અહીં બોલરોને પણ મદદ મળે છે. આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 85 IPL મેચ રમાઈ છે, જેમાંથી 36 મેચ પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે અને 48 મેચ રન ચેઝ કરનારી ટીમે જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર 286/6 છે, જે હૈદરાબાદે ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. આ સીઝનમાં SRHએ અહીં 2 મેચ રમી છે, જેમાંથી એક જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
વરસાદની બિલકુલ શક્યતા નથી
હૈદરાબાદમાં 18 એપ્રિલે હવામાન ઘણું ગરમ રહેશે. આજે અહીં સવારે તડકાની સાથે હળવા વાદળો રહેશે, જ્યારે બપોરે આકાશ મોટે ભાગે વાદળોથી ઘેરાયેલું રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 39 થી 25 ડિગ્રી રહેવાની ધારણા છે. આ દિવસે વરસાદની બિલકુલ શક્યતા નથી.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને પ્રફુલ્લ હિંગે. ઈમ્પેક્ટ પ્લેયર: લિયામ લિવિંગસ્ટન.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહમદ, ગુરજપનીત સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: અકીલ હોસૈન.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


