AC ચલાવતા પહેલા સાવધાન! જાણો કયા તાપમાનમાં તમારું AC બને છે વીજળીનું ભૂખ્યું | Gujarat News
ગરમીના મુખ્ય બે પ્રકાર છે: સૂકી ગરમી અને ભેજવાળી ગરમી. ઉનાળાની શરૂઆતમાં જ્યારે ગરમી સૂકી હોય છે, ત્યારે હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે.
ભેજવાળા હવામાનમાં એસીની બમણી મહેનત
જ્યારે ચોમાસા દરમિયાન અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાં ભેજ (Humidity) વધે છે, ત્યારે એસીની કાર્યપ્રણાલી બદલાઈ જાય છે. ભેજવાળા વાતાવરણમાં એસીને બેવડું કામ કરવું પડે છે: પહેલું રૂમની હવાને ઠંડી કરવી અને બીજું તે ઠંડી હવામાં રહેલા પાણીના કણો એટલે કે ભેજને દૂર કરવો. આ પ્રક્રિયાને ‘ડિહ્યુમિડિફિકેશન’ કહેવામાં આવે છે. આ વધારાના કાર્યને લીધે એસીના કોમ્પ્રેસરને લાંબા સમય સુધી ચાલવું પડે છે, જેના કારણે વીજળીનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

