Adani Power Q3 Profit Down 19%; Revenue Drops 9%
મુંબઈ11 કલાક પેહલા
- કૉપી લિંક
અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર લિમિટેડને નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં ₹2,479 કરોડનો નફો (કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ) થયો છે. વાર્ષિક ધોરણે આ 19% ઓછો થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને ₹3,057 કરોડનો નફો થયો હતો.
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q2FY26) દરમિયાન અદાણી પાવરે સંચાલનમાંથી ₹12,451 કરોડની આવક (રેવન્યુ) મેળવી. ગયા વર્ષે આ ₹13,671 કરોડ રહી હતી. વાર્ષિક ધોરણે તેમાં 9%નો ઘટાડો થયો છે. કંપનીએ આજે એટલે કે ગુરુવારે (29 જાન્યુઆરી) Q3ના પરિણામો જાહેર કર્યા છે.
અદાણી પાવરના પરિણામોની 3 મોટી વાતો
- વીજળીના વેચાણમાં મજબૂતી: ચોમાસું લાંબુ ખેંચાયું હોવા છતાં, કંપનીએ ઓપરેશનલ સ્તરે સારું પ્રદર્શન કર્યું છે. આ ક્વાર્ટરમાં કંપનીએ 23.6 અબજ યુનિટ (BUs) વીજળી વેચી, જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન વેચાયેલા 23.3 અબજ યુનિટ કરતાં થોડી વધારે છે.
- દેવામાં વધારો: નવા પ્રોજેક્ટ્સ અને કામ વધારવા માટે લેવાયેલી ‘બ્રિજ લોન’ને કારણે કંપની પર કુલ દેવું વધીને ₹45,330 કરોડ થઈ ગયું છે, જે માર્ચ 2025માં ₹38,334 કરોડ હતું. કંપનીનું કહેવું છે કે તેમની રોકડની સ્થિતિ મજબૂત છે.
- આસામથી મળ્યો મોટો કોન્ટ્રાક્ટ: ભવિષ્યના વિસ્તરણ માટે કંપનીને આસામની વીજળી વિતરણ કંપની પાસેથી 3,200 મેગાવોટ (MW) વીજળી સપ્લાય કરવાનો એક મોટો અને લાંબો કોન્ટ્રાક્ટ (PPA) મળ્યો છે. કંપનીના CEOએ જણાવ્યું કે તેમની વિસ્તરણ યોજનાનો અડધો ભાગ પહેલેથી જ બુક થઈ ચૂક્યો છે.
કોન્સોલિડેટેડ નફો એટલે સમગ્ર ગ્રૂપનું પ્રદર્શન
સ્ટેન્ડઅલોન: આ ફક્ત એક કંપની અથવા યુનિટના નાણાકીય પ્રદર્શનને દર્શાવે છે. તેમાં તેની આવક, ખર્ચ અને નફો સામેલ હોય છે.
કોન્સોલિડેટેડ: આ સમગ્ર ગ્રૂપ અથવા કંપનીની કુલ નાણાકીય સ્થિતિ દર્શાવે છે, જેમાં તમામ સહાયક કંપનીઓ અને યુનિટ્સનું નાણાકીય પ્રદર્શન એકસાથે દર્શાવવામાં આવે છે.
1996માં થઈ હતી અદાણી પાવરની શરૂઆત
અદાણી પાવર લિમિટેડ (APL)ની શરૂઆત 22 ઑગસ્ટ 1996ના રોજ થઈ હતી. તે દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર થર્મલ પાવર પ્રોડ્યુસર છે. કંપની પાસે 15,250 મેગાવોટ પાવર જનરેશનની ક્ષમતા છે. તેના થર્મલ પ્લાન્ટ્સ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં આવેલા છે.
વળી, ગુજરાતમાં 40 મેગાવોટ ક્ષમતાનો સોલર પ્લાન્ટ છે. ક્યોટો પ્રોટોકોલના ક્લીન ડેવલપમેન્ટ મિશન (CDM) હેઠળ રજિસ્ટર્ડ કોલસા આધારિત સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ્સ બનાવતી કંપની છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

