Ahmedabad: અશાંતધારાનો અમલ હવે ડંકાની ચોંટે થશે, પાલડીમાં ઉમેદવારની પસંદગી બાદ ભાજપ ધારાસભ્યનો કોંગ્રેસ પર આકરો પ્રહાર

Last Updated: April 7, 2026By

શહેરના પોશ ગણાતા પાલડી વિસ્તારમાં આગામી ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા પાલડી વિસ્તારમાં લઘુમતી ઉમેદવારની જાહેરાત કરવામાં આવતા જ ભાજપ હરકતમાં આવ્યું છે. એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરીને અશાંતધારાના કડક અમલની વાત ઉચ્ચારી છે.

ધારાસભ્યની સોશિયલ મીડિયા પોસ્ટ

ભાજપના ધારાસભ્ય અમિત શાહે પોતાની પોસ્ટમાં કોંગ્રેસના આ નિર્ણય પર કટાક્ષ કરતા લખ્યું છે કે, “વાહ રે કોંગ્રેસ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર!” આ સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, પાલડી વિસ્તારમાં અશાંતધારાનો અમલ હવે ડંકાની ચોંટે કરવામાં આવશે. ધારાસભ્યની આ પોસ્ટ બાદ પાલડીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જૈન મતદારો અને અશાંતધારો

પાલડી વિસ્તારમાં સૌથી વધુ મતદારો જૈન સમાજના છે. આ વિસ્તારમાં પ્રોપર્ટીના સોદાઓમાં અશાંતધારાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ લઘુમતી ઉમેદવાર ઉતારીને વસ્તીના સમીકરણો બદલવાનો પ્રયાસ કરી રહી છે, જેની સામે ભાજપ અશાંતધારાના હથિયાર સાથે મેદાનમાં આવ્યું છે.

આ પણ વાંચો: Morbi: સતાપરમાં ગેરકાયદે ખનન માટે વપરાતો જીલેટીન સ્ટીક અને ડિટોનેટરનો જથ્થો ઝડપાયો, 12 સામે ગુનો