Ahmedabad News : કોંગ્રેસે શહેરના આ વોર્ડમાં ઉમેદવારોને ટિકિટ માટે ટેલિફોનિક જાણ કરી
કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં કેટલાક વોર્ડના નામ હજી જાહેર થયા નથી. ત્યારે શહેરમાં દરિયાપુરમાં કોંગ્રેસની પત્રિકા વાયરલ થઈ છે. દરિયાપુર વોર્ડ સમિતિના નામે પત્રિકા વાયરલ થઈ છે. પાર્ટીએ હજી સત્તાવાર નામ જાહેર કર્યા નથી. આ પત્રિકામાં નીરવ બક્ષીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત ઈમ્તિયાઝ અને સમીરા શેખના નામોની પણ ચર્ચા છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. બીજી યાદી જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસે ઉમેદવારોને ટેલિફોન કરીને જાણ કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં દરિયાપુર અને શાહપુર વોર્ડમાં ઉમેદવારોને જાણ કરવામાં આવી છે. ઉમેદવારો જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. તમામ જાહેર થયેલા ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસ કાર્યાલય પર ટિકિટો માટે ચહલપહલ વધી
બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય પર ટિકિટો માટે ચહલપહલ વધી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કેટલાક વોર્ડમાં હજી સુધી ટિકિટો જાહેર કરી નથી. ત્યારે કોઈ બબાલ ના થાય અને સ્થિતિ જળવાઈ રહે તે માટે કોંગ્રેસે કાર્યાલય પર બાઉન્સરો ગોઠવી દીધા છે.અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પહેલી યાદીમાં 93 ઉમેદવારોની જાહેરાત કરી છે. કેટલીક બેઠકો પર વિવાદાસ્પદ ચહેરાને ઉતારવામાં આવ્યા છે. રામોલ અને હાથીજણ વોર્ડમાં ઉમેદવારોને બદલવા માટે માગ કરવામાં આવી છે. આ વચ્ચે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

