Ahmedabad News: ભાજપના ધારાસભ્યો અને સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા ટાર્ગેટ આપ્યો
ભાજપના નવા નિમાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેઓ કામગીરીને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતાં. તેમણે ચૂંટાયેલી પાંખનું સોશિયલ મીડિયા શૂન્ય હોવાનું કહ્યું હતું. તેમણે સાંસદો અને ધારાસભ્યોને સોશિયલ મીડિયામાં સક્રિય થવા અપીલ કરી હતી.
સાંસદો સાથેની બેઠકમાં ભાજપ અધ્યક્ષ આકરા પાણીએ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સાંસદો અને ધારાસભ્યોને 1.25 લાખ ફોલોઅર્સનો ટાર્ગટ આપ્યો છે. તેમણે આળસ ખંખેરીને કામે લાગવા ચૂંટાયેલી પાંખને અપીલ કરી છે. જમીન પર ઉતરીને લોકો સાથે સંપર્કમાં રહેવા પણ ટકોર કરી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, આગામી એક વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવશે. તેમણે આ ચૂંટણીને લઈને બુથ લેવલના ડેટા એકત્રિત કરવા આદેશ કર્યો હતો. સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડવા માટે સૂચનાઓ આપી હતી. તેમણે ધારાસભ્યો અને સાંસદોને ટકોર કરતાં કહ્યું હતું કે, ઘરેથી તમારૂ કાર્યાલય ના ચલાવો જમીન પર ઉતરી લોકોનો વધુમાં વધુ સંપર્ક કરો.
આ પણ વાંચોઃ IND vs PAK : નો હેન્ડશેક માત્ર દેખાડો છે, દિગ્ગજ ક્રિકેટરે જણાવી બારણા પાછળની હકીકત
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

