Ahmedabad News: શહેર ભાજપમાં ચૂંટણી પહેલા જ ડખો, કાર્યક્રમમા બે કોર્પોરેટરો ગેરહાજર રહેતા રાજકારણ ગરમાયુ
ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. નવી કારોબારી જાહેર કરીને કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામમાં લાગી જવા માટે ઈશારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં આગામી ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સરદારનગરમાં બગીચાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપમાં ડખો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ
અમદાવાદના સરદારનગર વોર્ડમાં આજે બગીચાનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેમની સાથે ધારાસભ્ય પાયલ કુકરાણી પણ પહોંચ્યા હતાં. પરંતુ બે કોર્પોરેટરોએ આ કાર્યક્રમની અવગણના કરતાં રાજકીય ચર્ચાઓ જામી હતી. ભાજપના કોર્પોરેટર મિતાલી મકવાણા અને સુરેશ દાનાણી આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતાં. તેઓ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતાં. બીજી તરફ આ કાર્યક્રમમા કાર્યકરોની પાંખી હાજરીથી નારાજગી પણ જોવા મળી હતી. જેથી શહેર સંગઠન દ્વારા બંને કોર્પોરેટરો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

