Ahmedabad News : NCPએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન માટે પ્રયાસો શરૂ કર્યા, જાણો કેટલા ટકા સીટો માગી?
દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન મોટો રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. ઉમરેઠ બેઠક પર એનસીપીના નેતા જયંત બોસ્કીએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. તેમણે પારિવારિક કારણ આગળ ધરીને ચૂંટણી લડવાની ના પાડી છે. હવે આ બેઠક પર એનસીપી તરફથી ઓબીસી કે પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડી શકે છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનસીપી કોની સાથે ગઠબંધન કરશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મનપા વિસ્તારમાં 10થી 15 ટિકિટની માગ
બીજી તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનસીપી કોની સાથે ગઠબંધન કરશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે. એનસીપીએ ભાજપ અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા પ્રયાસ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે. એનસીપીએ ગઠબંધન માટે 40 ટકા બેઠકોની માગ કરી છે. આ અંગે એનસીપીના પ્રમુખ નિકુલસિંહ તોમરે કહ્યું હતું કે, અમે અમારી ડિમાન્ડ પૂર્ણ કરશે તેની સાથે ગઠબંધન કરીશું. મનપા વિસ્તારમાં 10થી 15 ટિકિટની માગ કરી છે.
ગઠબંધન માટે કોંગ્રેસના મોટા નેતા સાથે સંપર્ક
NCP પ્રમુખ નિકુલસિંહ તોમરે કહ્યું હતું કે, ગઠબંધન માટે કોંગ્રેસના મોટા નેતા સાથે સંપર્ક ચાલુ છે. હજી સુધી કોઈએ જવાબ નથી આપ્યો. ગઠબંધન નહીં થાય તો NCP એકલા હાથે ચૂંટણી લડશે. અમે કોઈને હરાવવા કે જીતાડવા નહીં જીતવા ચૂંટણી લડીશું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની લડાઈ હતી. ત્યાં વધુ ત્રણ પાર્ટીઓ સક્રિય થતાં ચૂંટણીનો મુકાબલો વધુ પડકારજનક થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

