Ahmedabad News: ટિકિટો જાહેર થાય તે પહેલા ખાનપુર ભાજપ કાર્યાલય પર પોલીસ ગોઠવી દેવાઈ

Last Updated: April 10, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવતા જ ભારે ઉત્તેજના ફેલાઈ છે. ટિકિટ કપાતા કેટલાક દાવેદારો નારાજ થયાં છે. અમદાવાદમાં ઘણા વોર્ડના ઉમેદવારોની હજી ટિકિટ જાહેર થઈ નથી. ટિકિટ જાહેર થાય તે પહેલા જ શહેરના ખાનપુર ભાજપ કાર્યાલયમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવાઈ છે. દર વખતે કોંગ્રેસના કાર્યાલય પર સુરક્ષા ગોઠવાતી હોય છે. ત્યારે હવે ભાજપના કાર્યાલય પર પણ સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ખાનપુર ભાજપ કાર્યાલયમાં ચુસ્ત સુરક્ષા

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટની જાહેરાત થાય તે પહેલા જ શહેરના ખાનપુર ભાજપ કાર્યાલય પર સુરક્ષા ગોઠવી દેવાઈ છે. કાર્યાલય પર આવતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેકનું ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવા પોલીસને સૂચના આપી દેવામાં આવી છે. માત્ર પરિચિત લોકોને જ કાર્યાલયમાં પ્રવેશ આપવા આદેશ કરાયો છે. તમામ લોકોને આઈડી કાર્ડ જોઈને જ પ્રવેશ આપવા પોલીસને સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃ Bhavnagar News: શહેરના પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી, પત્તુ કપાઈ જતાં રોષે ભરાયા