AI ફિશિંગ દ્વારા મિનિટોમાં ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, જાણો આ નવા ડિજિટલ સ્કેમથી બચવાની રીત | Gujarat News
AI ફિશિંગ માં છેતરપિંડી કરનારાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અત્યંત સચોટ, વ્યાવસાયિક અને ભૂલરહિત સંદેશાઓ તૈયાર કરે છે.
બેંક ખાતું ખાલી કરવાની મોડસ ઓપરેન્ડી
આ પ્રકારની છેતરપિંડીમાં ગુનેગારો અર્જન્સી એટલે કે ‘તાકીદ’નો ઉપયોગ કરે છે. તમને એવા મેસેજ મોકલવામાં આવે છે જેમાં લખ્યું હોય કે “તમારું બેંક ખાતું બ્લોક થઈ ગયું છે” અથવા “તમારું KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ આજે જ છે.” ગભરાટમાં આવીને જ્યારે તમે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરો છો, ત્યારે તે તમને બેંક જેવી જ દેખાતી નકલી વેબસાઇટ પર લઈ જાય છે. ત્યાં તમારી લોગિન વિગતો કે OTP દાખલ કરતાની સાથે જ હેકર્સ તમારા ખાતાનો સંપૂર્ણ એક્સેસ મેળવી લે છે અને મિનિટોમાં તમારું બેંક બેલેન્સ સાફ કરી નાખે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

