Alert! OTP વગર પણ બેંક એકાઉન્ટ થઈ જશે સાફ,સ્કેમનો આ નવો કીમિયો ઉડાવી દેશે હોશ!
ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. અત્યાર સુધી આપણે જાણતા હતા કે કોઈને OTP કે પાસવર્ડ ન આપીએ તો આપણું ખાતું સુરક્ષિત છે, પરંતુ હવે આ માન્યતા ખોટી સાબિત થઈ રહી છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી I4C એ ‘આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ’ (AEPS) દ્વારા થતી છેતરપિંડી અંગે લાલબત્તી ધરી છે.
સ્કેમ કેવી રીતે આચરવામાં આવે છે?
આ છેતરપિંડીમાં સ્કેમર્સ સૌપ્રથમ ડાર્ક વેબ અથવા લીક થયેલા ડેટામાંથી તમારી આધાર વિગતો ચોરી કરે છે. ત્યારબાદ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારી નકલી ફિંગરપ્રિન્ટ (સિલિકોન અંગૂઠો) તૈયાર કરવામાં આવે છે. AEPS સિસ્ટમમાં માત્ર આધાર નંબર અને બાયોમેટ્રિકની જરૂર હોય છે. સ્કેમર્સ માઇક્રો-એટીએમ દ્વારા તમારા ખાતામાંથી નાણાં ઉપાડી લે છે અને આ પ્રક્રિયામાં તમારા મોબાઈલ પર કોઈ OTP પણ આવતો નથી. મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ આ રીતે ચોરેલા નાણાં ગુનેગારો સીધા પોતાના ખાતામાં લેવાને બદલે ‘મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે ભાડે લીધેલા ખાતામાં ટ્રાન્સફર કરે છે, જેથી પોલીસ પકડથી બચી શકાય.
આ રહ્યા બચવાના ઉપાયો
બાયોમેટ્રિક લોક: સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે તમે m-Aadhaar એપ અથવા UIDAIની વેબસાઇટ પર જઈને તમારા બાયોમેટ્રિક ડેટાને ‘Lock’ કરી દો. જ્યારે જરૂર હોય ત્યારે જ તેને અનલોક કરો.
અધિકૃત સેન્ટર: આધાર અપડેટ કે બાયોમેટ્રિક માટે ક્યારેય કોઈ અજાણી દુકાન કે અનધિકૃત સેન્ટર પર ન જાઓ. હંમેશા બેંક કે પોસ્ટ ઓફિસના અધિકૃત કેન્દ્રોનો જ ઉપયોગ કરો.
જાગૃતિ: તમારા આધારની ફોટોકોપી ગમે ત્યાં ન આપો અને તેના પર હેતુ સ્પષ્ટ લખો.
તમારી એક નાની સાવચેતી તમારી આજીવનની મૂડીને બચાવી શકે છે.
આ પણ વાંચોઃ Amazon માં ફરી કેમ વાગી ખતરાની ઘંટડી? 30,000 કર્મચારીઓની નોકરી પર….
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

