Alia Bhatt Called Daughter Raha Born Performer & Future Stage Star

Last Updated: June 18, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

એક્ટ્રેસ આલિયા ભટ્ટે તાજેતરમાં અમૃત રત્ન સમિટ દરમિયાન પોતાના બાળપણ અને દીકરી રાહા વિશે ખૂલીને વાત કરી છે. આલિયાએ જણાવ્યું કે, બાળપણથી જ તેને એક્ટિંગનો શોખ હતો અને તે અરીસા સામે કલાકો સુધી પરફોર્મન્સ આપતી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો કે, તેની દીકરી રાહા પણ જન્મજાત પરફોર્મર છે.

રાહા અત્યારથી જ ફિલ્મી છે!

આલિયાના મતે, રાહા ઘણી ‘ફિલ્મી’ છે, તેને ડાન્સ કરવો અને ગીતો સાંભળવા ખૂબ ગમે છે. રાહા ખૂબ જ ઝડપથી ડાન્સ સ્ટેપ્સ શીખી લે છે અને તે એક લીડરની જેમ વસ્તુઓને સમજે છે.

રાહા અવારનવાર તેના ક્યુટ અંદાજથી લોકોના દિલ જીતી લે છે.

રાહા અવારનવાર તેના ક્યુટ અંદાજથી લોકોના દિલ જીતી લે છે.

રાહામાં કલાકારના ગુણ દેખાય છે આલિયાએ જણાવ્યું કે રાહા હજુ ખૂબ નાની છે, પરંતુ તે અલગ-અલગ વસ્તુઓમાં પોતાની રુચિ બતાવી રહી છે. તે માત્ર ડાન્સ અને મ્યુઝિકમાં જ રસ નથી ધરાવતી, પરંતુ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં પણ ઘણી આગળ છે. આલિયાએ કહ્યું, ‘રાહા હજુ પોતાની વસ્તુઓને ઓબ્ઝર્વ કરી રહી છે. તે આર્ટ, ડાન્સ અને સ્પોર્ટ્સ જેવી ઘણી પ્રવૃત્તિઓમાં હાથ અજમાવી રહી છે.’

‘તે પોતાની રીતે એક વિચારક અને લીડર છે.’ એક્ટ્રેસે મજાકમાં એ પણ કહ્યું કે, ‘જો હું એમ કહું તો ખોટું નહીં હોય કે રાહાનું ભવિષ્ય સ્ટેજ માટે જ બન્યું છે.’

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો.

પાપારાઝીની સામે સેલિબ્રિટીઝની જેમ પોઝ આપે છે રાહા

કહેવત છે કે, મોરના ઈંડા ચિતરવા ન પડે. તેવી જ રીતે જ્યારે માતા આલિયા ભટ્ટ અને પિતા રણબીર કપૂર સુપરસ્ટાર હોય, તો દીકરી રાહામાં પણ સુપરસ્ટાર જેવા ગુણો દેખાવા સ્વાભાવિક છે. જ્યારે પણ રાહા મમ્મી-પપ્પા સાથે જાહેરમાં દેખાય છે, ત્યારે તે પાપારાઝીને જોઈને ગભરાતી નથી પરંતુ એક સેલિબ્રિટીની જેમ પોઝ આપે છે.

ગત વર્ષે ક્રિસમસની ઉજવણી માટે કપૂર પરિવારે ખાસ આયોજન કર્યું હતું. તે સમયે રાહાએ બેબી પિંક અને વ્હાઇટ ફ્રોક પહેર્યું હતું. પાપારાઝી સામે આવતા જ રાહાએ હાથ હલાવ્યો અને કહ્યું- ‘હાય ફેન્સ’. આ પછી તેણે ફ્લાઇંગ કિસ પણ આપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમને ચીયર કરવા પહોંચી હતી

તાજેતરમાં ભારત-ઈંગ્લેન્ડ T20 સેમિફાઇનલ જોવા માટે રાહા પપ્પા રણબીર અને મમ્મી આલિયા સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી હતી. મેચ દરમિયાન રાહા ભારતીય ટીમને ચીયર કરતી જોવા મળી હતી.

રણબીર કપૂરના ખોળામાં બેઠેલી રાહા તાળીઓ પાડતી જોવા મળી.

રણબીર કપૂરના ખોળામાં બેઠેલી રાહા તાળીઓ પાડતી જોવા મળી.

ગૃહપ્રવેશ સમયે દેખાડી હતી રાહાની ઝલક નોંધનીય છે કે, ગત 5 ડિસેમ્બરે આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધાં ફોટો પોસ્ટ કરીને નવેમ્બર 2025ની ઝલક બતાવી હતી. તેમાં તેણે રાહાનો ત્રીજો જન્મદિવસ, ₹250 કરોડના ઘરની અંદરની ઝલક બતાવી હતી.

આલિયાએ રાહા સાથેના ફોટો શેર કર્યાં હતાં.

આલિયાએ રાહા સાથેના ફોટો શેર કર્યાં હતાં.

પહેલા ફોટોમાં આલિયા દીકરી રાહાને તેડેલી જોવા મળી હતી. માતા-દીકરીએ બેબી પિંક કલરના ડ્રેસમાં ટ્વિનિંગ કર્યું હતું. એક ફોટોમાં રાહા પિતા રણબીરના ખોળામાં બેસીને પૂજા કરતી જોવા મળી હતી, તેના હાથમાં ચોખા હતા. જ્યારે એક ફોટોમાં તે રણબીરના ગળે લાગેલી હતી. જોકે, એકપણ ફોટોમાં રાહાનો ચહેરો દેખાતો નહોતો.

રાહા રણબીરને ગળે લાગેલી જોવા મળી હતી.

રાહા રણબીરને ગળે લાગેલી જોવા મળી હતી.

રાહા રણબીરના ખોળામાં બેસીને પૂજા કરતી હતી.

રાહા રણબીરના ખોળામાં બેસીને પૂજા કરતી હતી.

રાહાનો ચહેરો પહેલીવાર ક્રિસમસ પર દેખાડવામાં આવ્યો હતો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ક્રિસમસના અવસર પર પ્રથમ વખત ચાહકોને તેમની દીકરી રાહાનો ચહેરો બતાવ્યો હતો. ત્યારે રાહા લગભગ એક વર્ષની હતી. આ પછી રાહા પાપારાઝીના કેમેરામાં ખૂબ દેખાવા લાગી. રણબીર અને આલિયાનાં લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયાં હતાં. દીકરી રાહાનો જન્મ 6 નવેમ્બરે થયો હતો.

રણબીર અને આલિયાએ પહેલીવાર જ્યારે રાહાનો ચહેરો દેખાડ્યો, ત્યારે પણ તે પાપારાઝીથી ડરી નહોતી.

રણબીર અને આલિયાએ પહેલીવાર જ્યારે રાહાનો ચહેરો દેખાડ્યો, ત્યારે પણ તે પાપારાઝીથી ડરી નહોતી.

ફિલ્મ ‘આલ્ફા’માં જોવા મળશે નવો અંદાજ આલિયા ભટ્ટ ટૂંક સમયમાં શિવ રવૈલના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘આલ્ફા’માં જોવા મળશે. ગુરુવારે રિલીઝ થયેલા આ ફિલ્મના ટ્રેલરમાં બોબી દેઓલ વિલન તરીકે જોવા મળ્યો છે. ટ્રેલર મુજબ, બોબીનું પાત્ર બાળપણમાં આલિયાના પાત્રને કિડનેપ કરીને તેને એક કિલિંગ મશીનની જેમ તૈયાર કરે છે. આ ફિલ્મમાં શર્વરી અને અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ YRF (વાયઆરએફ) સ્પાય યુનિવર્સનો ભાગ છે અને 3 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સંપૂર્ણ સમાચાર વાંચો…

'આલ્ફા'ના ટ્રેલરમાં આલિયાનો મારધાડવાળો અંદાજ જોવા મળ્યો હતો.

‘આલ્ફા’ના ટ્રેલરમાં આલિયાનો મારધાડવાળો અંદાજ જોવા મળ્યો હતો.

આલિયાના આગામી પ્રોજેક્ટ્સ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે કામ કરતી જોવા મળશે. આ એક પીરિયડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ઉપરાંત, ચર્ચા છે કે આલિયાએ નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ના સિક્વલના સેટને જોઈન કરી લીધો છે અને તેણે કેટલાક સીન પણ શૂટ કર્યા છે. જોકે, મેકર્સ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.