Apple નો નવો માસ્ટરપ્લાન, 2026માં લોન્ચ થઈ શકે છે ક્લેમશેલ ડિઝાઇન વાળો iPhone Flip
સ્માર્ટફોન માર્કેટમાં ‘ફોલ્ડેબલ’ ટેકનોલોજીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ટેક જાયન્ટ એપલ હવે તેના પત્તા ખોલી રહી છે. બ્લૂમબર્ગના પ્રખ્યાત ટેક જર્નાલિસ્ટ માર્ક ગુર્મને સંકેત આપ્યા છે કે એપલ માત્ર પુસ્તકની જેમ ખૂલતા ‘iPhone Fold’ પર જ નહીં, પરંતુ મેક-અપ બોક્સ કે સીપી સ્ટાઇલમાં ખૂલતા iPhone Flip પર પણ ગંભીરતાથી કામ કરી રહ્યું છે.
ક્યારે થશે લોન્ચ?
માર્ક ગુર્મના ‘પાવર ઓન’ ન્યૂઝલેટર મુજબ, એપલ વર્ષ 2026ના બીજા ભાગમાં એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ તેનો પહેલો ફોલ્ડેબલ આઇફોન રજૂ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે પહેલા iPhone Fold આવશે અને ત્યારબાદ તરત જ iPhone Flip બજારમાં મુકાશે. આ ડિઝાઇન સેમસંગના Galaxy Z Flip અને મોટોરોલાના Razr સ્માર્ટફોન્સને સીધી સ્પર્ધા આપશે.
કેવા હશે ફિચર્સ?
રિપોર્ટ્સ અનુસાર, આ ફોલ્ડેબલ આઇફોનમાં ભવિષ્યની અત્યાધુનિક A20 Pro ચિપસેટ હોઈ શકે છે, જે 2nm પ્રોસેસ પર આધારિત હશે. આ ઉપરાંત, સુરક્ષા માટે તેમાં પાવર બટનમાં જ ‘Touch ID’ ઇન્ટિગ્રેટેડ હોવાની શક્યતા છે. જોકે, એપલ હંમેશા તેની પ્રાઇવસી અને ડ્યુરેબિલિટી માટે જાણીતું છે, તેથી ફોલ્ડ થતી સ્ક્રીનમાં પડતી ‘ક્રીઝ’ની સમસ્યાને દૂર કરવા પર કંપની ખાસ ધ્યાન આપી રહી છે. જો એપલના આ ફોલ્ડેબલ ડિવાઇસ માર્કેટમાં આવશે, તો તે સ્માર્ટફોન ડિઝાઇનના નવા યુગની શરૂઆત કરશે. અત્યારે તો ફેન્સ ઓફિશિયલ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Heart attack માત્ર છાતીમાં દુખાવો નથી! આ 7 છુપા લક્ષણોને ઓળખો, બચી શકે છે તમારો જીવ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

