Argentina vs England; France vs Spain World Cup 2026 Semifinals
એટલાન્ટા।2 કલાક પેહલા
- કૉપી લિંક
ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલ મેચો નક્કી થઈ ગઈ છે. ફૂટબોલની ચાર દિગ્ગજ ટીમો – આર્જેન્ટિના, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેને ટોપ-4માં પ્રવેશ કર્યો છે. 1990 પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં માત્ર પૂર્વ ચેમ્પિયન ટીમો પહોંચી છે.
એક ખાસ વાત એ પણ છે કે, આ ચારેય ટીમો ફિફા રેન્કિંગમાં ટોપ-4માં સામેલ છે. આવું પહેલીવાર બન્યું છે, જ્યારે રેન્કિંગની ટોપ-4 ટીમો સેમિફાઇનલમાં પહોંચી છે અને ખિતાબથી માત્ર બે જીત દૂર છે. મંગળવારે કિલિયન એમ્બાપ્પેની ફ્રાન્સ અને લામિન યામલના સ્પેન આમને-સામને હશે, જ્યારે બુધવારે લિયોનેલ મેસીની આર્જેન્ટિના અને હેરી કેનની ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે.
આર્જેન્ટિના Vs ઇંગ્લેન્ડ
જૂની દુશ્મની, હેન્ડ ઓફ ગોડ, બેકહામ રેડકાર્ડ જેવા વિવાદો
આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડની ટક્કર માત્ર ફૂટબોલ પૂરતી સીમિત રહી નથી. 1982ના ફોકલેન્ડ યુદ્ધથી લઈને વર્લ્ડ કપની ઘણી વિવાદાસ્પદ મેચો સુધી બંને દેશોની હરીફાઈ ઘણી જૂની છે.
1986ના વર્લ્ડ કપમાં ડિએગો મેરાડોનાના ચર્ચિત ‘હેન્ડ ઓફ ગોડ’ ગોલને કારણે આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. 1998માં ડેવિડ બેકહામને રેડ કાર્ડ મળ્યો અને આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી.
2002માં બેકહામે પેનલ્ટી ગોલ કરીને ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. હવે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના સતત બીજો ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.
સ્પૅન Vs ફ્રાન્સ
યુરોની હારનો બદલો લેવા ફ્રાન્સ ઉતરશે
બીજી સેમિફાઇનલમાં ફ્રાન્સ અને સ્પેન ટકરાશે. બંને ટીમો 2 વર્ષ પહેલાં યુરોપિયન ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પણ ટકરાઈ હતી, જ્યાં સ્પેને 2-1થી જીત મેળવી હતી. ફ્રાન્સ પાસે કિલિયન એમબાપ્પે, માઇકલ ઓલિસે અને ડિજિરે ડુએ જેવા સ્ટાર ખેલાડીઓ છે, જ્યારે સ્પેનની આશાઓ યુવા સ્ટાર લામિન યામાલ અને મિડફિલ્ડર મિકેલ મેરિનો પર ટકેલી હશે. મેરિનોએ સતત બે નોકઆઉટ મુકાબલામાં નિર્ણાયક ગોલ કરીને સ્પેનને જીત અપાવી છે.
મેસ્સી પાસે ઇતિહાસ રચવાની તક
39 વર્ષીય લિયોનેલ મેસ્સી પોતાના કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યા છે. તેમના નામે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 21 ગોલ છે. જો મેસ્સી આર્જેન્ટિનાને સતત બીજો વર્લ્ડ કપ અપાવવામાં સફળ રહે છે, તો તે ડિએગો મારાડોનાની બરાબર નહીં, પરંતુ તેમનાથી પણ આગળ નીકળી જશે.
આર્જેન્ટિના જો ખિતાબ જીતે છે તો તે 1962 પછી સતત બે વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બનશે. આ પહેલા બ્રાઝિલ અને ઇટાલી આ કારનામું કરી ચૂક્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


