Arjun Kapoor Sister Anshula Wedding Rituals Begin; Sonam Kapoor Steals Show Royal Look Photos

Last Updated: June 23, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Arjun Kapoor Sister Anshula Wedding Rituals Begin; Sonam Kapoor Steals Show Royal Look Photos | Janhvi & Khushi Kapoor Looks

20 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલાની લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અંશુલા તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાશે. બંનેના પ્રી-વેડિંગ સેરેમનીની શરૂઆત માતાની ચોકીથી થઈ હતી. આ પ્રસંગે વર-વધૂ તો સુંદર લાગી જ રહ્યા હતા, પરંતુ અંશુલાની કઝિન બહેન સોનમ કપૂરે ચાર ચાંદ લગાવી દીધા હતા.

બે મહિના પહેલાં 40 વર્ષની ઉંમરે બીજી વખત માતા બનેલી સોનમ કપૂરે ફરી સાબીત કરી દીધું છે કે તે ‘બોલિવૂડની સ્ટાઇલ આઇકન’ છે. મોટા પપ્પા બોની કપૂરની દીકરી અંશુલાના લગ્નની વિધિમાં ભાગ લેવા માટે સોનમે શાહી લુક અપનાવ્યો. તેણે બહેન અને જીજાજી સાથે પોઝ આપ્યા હતા.

સોનમે જીજાજી રોહન અને બહેન અંશુલા સાથે પોઝ આપ્યા.

સોનમે જીજાજી રોહન અને બહેન અંશુલા સાથે પોઝ આપ્યા.

ટ્રેડિશનલ પંજાબી ડ્રેસનો મોર્ડન મેકઓવર

સોનમ કપૂરે માતાની ચોકી પ્રસંગ માટે ITRH બ્રાન્ડનો કસ્ટમ ધોતી સેટ પહેર્યો હતો. ક્લાસિક પંજાબી વાઇબ આપતા આ સલવાર સૂટમાં કાઉલ-ડ્રેપ્ડ એન્ટિક ગોલ્ડ ટિશ્યુ ઓવરલે (શ્રગ) અને ભારે એમ્બ્રોઈડરી કરેલો આઇવરી દુપટ્ટો સામેલ છે. તેના કૂર્તા પર ઝીણી પ્લીટ્સ જોવા મળી રહી છે, સાથે જ સલવારને પ્લીટેડ ધોતી સ્ટાઈલમાં બનાવવામાં આવી છે. સોનમે બે દુપટ્ટા કેરી કર્યા છે, જેમાં એક દુપટ્ટો મેટાલિક ગોલ્ડન ટિશ્યુ ફેબ્રિકનો છે, જે લુકમાં રીચનેસ ઉમેરે છે, જ્યારે બીજા દુપટ્ટા પર એમ્બ્રોઈડરી જોવા મળી રહી છે.

સોનમ કપૂરે પંજાબી સલવાર-સૂટ પહેર્યાં.

સોનમ કપૂરે પંજાબી સલવાર-સૂટ પહેર્યાં.

રજવાડી ઘરેણા અને ગજરાજ બટવો

લુકને વધુ રોયલ બનાવવા માટે સોનમે મિન્ટ ગ્રીન અને લીલા રંગના બે શેડ્સવાળા મીણાજડીત હાર અને ઇયરિંગ પહેરી હતી. આ સાથે તેણે નાની મેચિંગ રંગનો ચાંલ્લો લગાવ્યો હતો. સોનમે ડ્રેસની સાથે સાથે બેગમાં પણ વૈવિધ્યતા લાવી હતી.

ગજરાજ બટવાએ લુકને રોયલ ટચ આપ્યો.

ગજરાજ બટવાએ લુકને રોયલ ટચ આપ્યો.

તેણે ગોલ્ડન રંગના બેઝ વાળો ગજરાજ બટવો કેરી કર્યો હતો. સુંદર હાથી આકારના પર્સમાંઝીણા મોતી અને સ્ટોન્સ દ્વારા અત્યંત ઝિણવટપૂર્વક કામ કરવામાં આવ્યું હતું. હાથીની સુંઢને દર્શાવવા માટે મોતીની બનેલી લાંબી લટકણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્સને પકડવા માટે ઉપરના ભાગમાં એક સોનેરી ચેઈન આપવામાં આવી છે. જડાઉ વીંટી સાથે હાથમાં રહેલું બેગ સોનમ પર ખૂબ સુંદર લાગી રહ્યું છે.

જૂત્તી આકારનું ફૂટવેર અને મેકઅપ

રજવાડી પોષાકની સાથે સાથે સોનમે બેજ રંગની જૂત્તી (મોજડી) આકારનું ફૂટવેર પહેર્યું હતું. આ હીલ્સમાં સુંદર જરદોશી વર્ક કરવામાં આવ્યું હતું. સોનમે વાળને વચ્ચેથી પાથી પાડીને ખુલ્લા રાખ્યા હતા. ભવ્ય લુકને બેલેન્સ કરવા માટે સોનમે સોફ્ટ ગ્લોઈંગ ન્યૂડ મેકઅપ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

હેવી આઉટફીટ સાથે ન્યૂડ મેકઅપથી લુક બેલેન્સ કર્યો.

હેવી આઉટફીટ સાથે ન્યૂડ મેકઅપથી લુક બેલેન્સ કર્યો.

સાવકી બહેનો જાહ્નવી અને ખુશીએ પણ રોનક જમાવી

બોની કપૂર અને તેમની બીજી પત્ની અને એક્ટ્રેસ શ્રીદેવીની દીકરીઓ જાહ્નવી અને ખુશી પણ સાવકી બહેનના જીવનના સૌથી મહત્ત્વના પ્રસંગમાં સામેલ થઈ હતી. જાહ્નવી કપૂરે ગુલાબી રંગની સુંદર ટિશ્યુ સિલ્કની સાડી પહેરી હતી. સાડીના બોડી ભાગમાં સોનેરી ઝરીની ચેક્સ લાઈન્સની ડિઝાઈન સોબર લાગી રહી હતી. સાડીની ખરી સુંદરતા તેની લાલ અને સોનેરી રંગની જાડી પટ્ટીવાળી શાહી બનારસી ઝરી બોર્ડર હતી. સાડીના પાલવમાં પણ હેવી સોનેરી બ્રોકેડ વર્ક કરવામાં આવ્યું હતું.

જાહ્નવીના લુકમાં દક્ષિણ ભારતીય ટચ જોવા મળ્યો.

જાહ્નવીના લુકમાં દક્ષિણ ભારતીય ટચ જોવા મળ્યો.

સાડીની સાથે તેણે લાલ અને સોનેરી સ્ટ્રાઇપ્સવાળો ક્લાસિક હાફ-સ્લીવ્ઝ બ્લાઉઝ મેચ કર્યો હતો, જે લુકને દક્ષિણ ભારતીય ટચ આપી રહ્યો હતો. ગળામાં તેણે એન્ટિક ગોલ્ડ સ્ટાઇલનો સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ પહેર્યો હતો. સાથે જ કાનમાં મેચિંગ ઝુમખા અને હાથમાં કડા પહેર્યાં હતા.

જાહ્નવી ગુલાબી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી.

જાહ્નવી ગુલાબી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી.

જ્યારે ખુશી કપૂરે પીચ શેડનો શરારા પહેર્યો હતો, જેના પર સ્ટોન અને જરદોશીનું ઝિણવટપૂર્વક કામ કરવામાં આવ્યું હતું. ખુશીએ આ આઉટફીટ સાથે મજન્ટા અને ગ્રીન કલરની જ્વેલરી પેર કરી હતી. સાથે જ તેણે મેચિંગ શેડનું હાર્ટ શેપ પર્સ કેરી કર્યું હતું.

ખુશી કપૂરે પીચ શરારા પર પસંદગી ઢોળી.

ખુશી કપૂરે પીચ શરારા પર પસંદગી ઢોળી.

બ્રાઇડ અંશુલાએ પંજાબી ફૂલકારીને પ્રાધાન્ય આપ્યું

માતા કી ચોકી પ્રસંગ માટે અંશુલાએ ITRHનો કસ્ટમ મેડ હેવી લહેંગો પસંદ કર્યો હતો. પંજાબી મૂળિયાઓને પોતાના સૌથી ખાસ દિવસે જોડવા માટે તેણે પરંપરાગત પંજાબી ફુલકારી દુપટ્ટો પહેર્યો હતો. તેણે આ ભવ્ય આઉટફીટ સાથે હેવી સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, કાનની સેર, માંગ ટીકો, બંગડીઓ પહેરી હતી.

અંશાલા કપૂરે હેવી લહેંગા સાથે રંગબેરંગ ફૂલકારી દુપટ્ટો ઓઢ્યો.

અંશાલા કપૂરે હેવી લહેંગા સાથે રંગબેરંગ ફૂલકારી દુપટ્ટો ઓઢ્યો.

પિતા બોની કપૂર અને ભાઈ અર્જુન કપૂરનો હરખ સમાતો નહોતો.

પિતા બોની કપૂર અને ભાઈ અર્જુન કપૂરનો હરખ સમાતો નહોતો.

અંશુલા 2022થી રોહન સાથે રિલેશનશિપમાં છે

રોહને જુલાઈ મહિનામાં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં અંશુલાને પ્રપોઝ કર્યું હતું. જે પછી અંશુલાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અમે એક એપ પર મળ્યા હતા. અમે મંગળવારે રાત્રે 1:15 વાગ્યે વાત કરવાનું શરૂ કર્યું અને સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું. ત્રણ વર્ષ પછી, મારા પ્રિય શહેરમાં, સેન્ટ્રલ પાર્કની સામે, તેણે પ્રપોઝ કર્યું. ભારતીય સમય મુજબ બરાબર 1:15 વાગ્યા હતા અને એવું લાગ્યું કે દુનિયા એક ક્ષણ માટે થંભી ગઈ છે… મેં હા પાડી.’

રોહન ઠક્કર ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ માટે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરે છે, જે ધર્મા પ્રોડક્શન્સની માલિકીની ડિજિટલ કંપની છે.

રોહન ઠક્કર ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ માટે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરે છે, જે ધર્મા પ્રોડક્શન્સની માલિકીની ડિજિટલ કંપની છે.