Aryan Khan With Rumored Girlfriend at Border 2 Screening

Last Updated: January 24, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. શુક્રવારે રાત્રે મુંબઈમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ પ્રસંગે ફિલ્મની આખી ટીમ અને ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

ફિલ્મની સ્ક્રીનિંગમાં સની દેઓલ અને વરુણ ધવન પહોંચ્યો હતો. આહાન તેના માતા-પિતા સુનીલ શેટ્ટી અને માના શેટ્ટી સાથે પણ જોવા મળ્યો હતો. આહાનને સપોર્ટ કરવા તેની બહેન અથિયા શેટ્ટી અને બનેવી, ક્રિકેટર કેએલ રાહુલ પણ પહોંચ્યા હતા. સ્ક્રીનિંગમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અને બ્રાઝિલિયન મોડલ લારિસા બોનેસી સાથે પહોંચ્યો હતો.

સ્ક્રીનિંગમાં સોનમ બાજવા, અન્યા સિંહ, મેધા રાણા, ક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને આર્યન ખાન પણ સામેલ થયા હતા.

જુઓ ફિલ્મની સ્ક્રીનિંગની તસવીરો

'બોર્ડર 2' ની ટીમ તસવીરો ક્લિક કરાવતી.

‘બોર્ડર 2’ ની ટીમ તસવીરો ક્લિક કરાવતી.

વરુણ ધવને ફેન સાથે તસવીર ખેંચાવી.

વરુણ ધવને ફેન સાથે તસવીર ખેંચાવી.

ઇવેન્ટમાં વરુણ ધવન સની દેઓલને પગે લાગ્યો.

ઇવેન્ટમાં વરુણ ધવન સની દેઓલને પગે લાગ્યો.

અહાન શેટ્ટી, ક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ એકસાથે પોઝ આપતા.

અહાન શેટ્ટી, ક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ એકસાથે પોઝ આપતા.

ઇવેન્ટમાં કેએલ રાહુલ બ્રાઉન આઉટફિટમાં અને અથિયા શેટ્ટી ડાર્ક આઉટફિટમાં જોવા મળ્યા.

ઇવેન્ટમાં કેએલ રાહુલ બ્રાઉન આઉટફિટમાં અને અથિયા શેટ્ટી ડાર્ક આઉટફિટમાં જોવા મળ્યા.

ઇવેન્ટમાં આર્યન ખાનની એન્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું.

ઇવેન્ટમાં આર્યન ખાનની એન્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું.

ઇવેન્ટમાં ડિરેક્ટર ડેવિડ ધવન પણ હાજર રહ્યા.

ઇવેન્ટમાં ડિરેક્ટર ડેવિડ ધવન પણ હાજર રહ્યા.

સિંગર વિશાલ મિશ્રા બ્લેક જેકેટમાં જોવા મળ્યા.

સિંગર વિશાલ મિશ્રા બ્લેક જેકેટમાં જોવા મળ્યા.

ઇવેન્ટમાં એક્ટર સુનીલ શેટ્ટી સ્ટાઇલિશ અંદાજમાં દેખાયા.

ઇવેન્ટમાં એક્ટર સુનીલ શેટ્ટી સ્ટાઇલિશ અંદાજમાં દેખાયા.

ફિલ્મે પહેલા દિવસે 32.10 કરોડ રૂપિયા કમાવ્યા

બોર્ડર 2 ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વળી, ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર એન્ટ્રી કરી છે. ફિલ્મે પહેલા દિવસે 32.10 કરોડ રૂપિયાનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું.

ફિલ્મ ‘બોર્ડર 2’ 1997ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ છે. ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તાએ પ્રોડ્યુસ કરી છે.