Asha Bhosle Passes Away; Mumtaz Devastated

Last Updated: April 18, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ યુગ આથમી ગયો છે. પોતાના મખમલી અને સુરીલા આવાજથી કરોડો દિલો પર રાજ કરનાર દિગ્ગજ ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે નથી રહ્યા. 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રવિવાર, 12 એપ્રિલ 2026ના રોજ આવેલા આ સમાચારથી સમગ્ર બોલિવૂડ અને દેશભરમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

મુમતાઝ માટે ખોટ અંગત અને ઊંડી

આશાતાઈના નિધનથી ફિલ્મ જગતમાં સન્નાટો છે, પરંતુ પીઢ એક્ટ્રેસ મુમતાઝ માટે આ આઘાત ખૂબ જ અંગત છે. મુમતાઝે સોશિયલ મીડિયા પર પોતાની ખાસ મિત્રને યાદ કરતા એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે, જેણે દરેકની આંખો ભીની કરી દીધી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર આશાજીની અંતિમ સફરની ઝલક શેર કરતા લખ્યું:

QuoteImage

દરેક સંબંધ કે દરેક પ્રેમ દુનિયાને બતાવવા માટે નથી હોતો. કેટલાક સંબંધો દિલની અંદર શાંતિથી પાંગરે છે, જ્યાં ફક્ત તમે જ તે વ્યક્તિ પ્રત્યેના લગાવની ઊંડાઈ અને તેનાથી જુદા થવાની પીડાને સમજી શકો છો. આશા ભોસલે જી, તમારી ખોટ હંમેશા વર્તાશે.

QuoteImage

શેર કરેલા વીડિયોમાં મુમતાઝ આશાજીના પાર્થિવ દેહ પાસે ઉભેલી જોવા મળે છે અને ગળગળા અવાજે કહી રહી છે કે, “આશા કેટલી સુંદર અને પ્રમાળ લાગી રહી છે.”

મુમતાઝે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો, જેમાં તેઓ આશાજીના પાર્થિવ દેહને જોઈ ભાવુક થઈ જાય છે.

મુમતાઝે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો, જેમાં તેઓ આશાજીના પાર્થિવ દેહને જોઈ ભાવુક થઈ જાય છે.

આશાતાઇ-મુમતાઝની સુપરહિટ જોડી

મુમતાઝના ફિલ્મી કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આશા ભોસલેના અવાજનું બહુ મોટું યોગદાન રહ્યું છે. મુમતાઝ પર ફિલ્માવાયેલા અનેક સુપરહિટ ગીતો આશાજીએ ગાયા હતા, જેમાં સામેલ છે:

  • ‘જય જય શિવ શંકર’
  • ‘બિંદિયા ચમકેગી’
  • ‘દુનિયા મેં લોગો કો’

આ ગીતોએ મુમતાઝને ઘરે-ઘરે લોકપ્રિય બનાવી હતી અને આજે પણ આ ગીતો સંગીત પ્રેમીઓની પ્લેલિસ્ટનું અભિન્ન અંગ છે.

આશાતાઇ-મુમતાઝ વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતું

આશાતાઇ-મુમતાઝ વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતું

મુમતાઝના કરિયરની વાત કરીએ તો:

1958માં કરિયરની શરૂઆત કરી. શરૂમાં ‘ફૌલાદ’ અને ‘ડાકુ મંગલ સિંહ’ જેવી ફિલ્મોને કારણે તેમને માત્ર ‘સ્ટન્ટ ફિલ્મોની હિરોઈન’ ગણવામાં આવતા હતા. તેમણે હાર ન માની અને ‘રામ ઔર શ્યામ’, ‘બ્રહ્મચારી’ અને ‘દો રાસ્તે’ જેવી ફિલ્મોથી પોતાની એક્ટિંગની તાકાત બતાવી. ત્યારબાદ ‘સચ્ચા જૂઠા’, ‘ખિલોના’ અને ‘હરે રામા હરે ક્રિષ્ણા’ જેવી ફિલ્મો આપી તેઓ બોલિવૂડની સૌથી સફળ એક્ટ્રેસની યાદીમાં સામેલ થયા હતા.

આશા ભોસલેએ 13 હજારથી વધુ ગીતો ગાયાં

આશાએ ફિલ્મી ગીતો ઉપરાંત ગરબા, પોપ, ગઝલ, ભજન, ટ્રેડિશનલ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ફૉક સોંગ્સ, કવ્વાલી ગાઈ હતી. હિંદી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી સહિત 20 જેટલી ભાષાના 13 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. 2013માં તેમણે ‘માઇ’ ફિલ્મથી એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું.

ગુજરાતીમાં 400થી વધુ ગીતો ગાયાં

400થી વધુ ગુજરાતી સોંગ્સ ગાનારાં આશા ભોસલેએ ગુજરાતના જાણીતા સંગીતકાર અવિનાશ વ્યાસના 100થી વધુ ગીતોમાં સ્વર આપ્યો હતો. થોડા દિવસ પહેલા જ ગૌરાંગ વ્યાસે આશાતાઇ સાથેની સુમધુર યાદો અંગે વાત કરતાં કહ્યું હતું કે વર્ષો પહેલાં જ્યારે આશા ભોસલે અમદાવાદ આવ્યાં ત્યારે તેમણે તેમના સ્કૂટર પાછળ બેસીને અમદાવાદ ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને આ વાત થોડી અચરજ ભરેલી લાગી અને તેમણે વિનમ્રતાથી ના પાડી પણ સિંગર વાત માનવા તૈયાર નહોતા. અંતે, ગૌરાંગ વ્યાસ પોતાના સ્કૂટર પાછળ આશા ભોસલને બેસાડીને અમદાવાદ ફેરવ્યાં. ત્યારબાદ તેમણે સાડી પણ ખરીદી હતી. આ ઉપરાંત તેઓ રાતના માણેકચોકના ફૂડ માર્કેટ પણ ગયાં હતાં અને ત્યાં રગડાપેટીસ ને આઇસક્રીમ ખાધો હતો. આ ઉપરાંત અન્ય એક ઇન્ટરવ્યૂમાં ગૌરાંગ વ્યાસે કહ્યું હતું, ‘આશા ભોસલે તેમના પિતા અવિનાશ વ્યાસની નૃત્ય નાટિકામાં ગાવાં આવતાં. ઘણીવાર પિતા મને તબલા વગાડવાનું કહેતા પણ આશા ભોસલેથી ગભરાઈને હું ભાગી જતો. પછી મેં ગુજરાતી ફિલ્મ ‘લાખો ફુલાણી’માં સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલી જ વાર સંગીત આપ્યું ને તેમાં આશા ભોસલેએ ‘એક પાટણ શેરની નાર પદમણી….’ ગીત ગાયું હતું. આ ગીત જ્યારે હું દીદીને સમજાવતો ત્યારે તેઓ મારી સામે એકીટશે જોઈ રહ્યા હતા તો મેં એમને પૂછ્યું કે ગીતમાં મજા ના આવી? તો તેમણે હસતાં એવું કહ્યું કે એક સમયે તું મારાથી ડરી જતો અને હવે હું તારી સાથે ગીત ગાઉં છું. પછી તેમના સેક્રેટરીને બોલાવીને એમ કહ્યું કે આ ફિલ્મના પ્રોડ્યુસરને કહી દેજો કે હું આ ગીત માટે એક રૂપિયો પણ લઈશ નહીં.’

Leave A Comment